gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તાંદલજાના યુવકનું પાંચ દિવસ પહેલા મોત થતા તેનો મૃતદેહ દફન કરી દેવામંા આવ્યો હતો. શરૃઆતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું  પત્નીએ પરિવારને જણાવ્યું હતું. પરંતુ, પરિવારને શંકા જતા કડક પૂછપરછ કરતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કબ્રસ્તાનમાં દફન થયેલી ડેડબોડી બહાર કાઢી પી.એમ. કરાવતા ગળે  ટૂંપો આપીને હત્યા કરી હોવાનું બહાર આવતા પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના ઇર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું ગત ૧૮ મી તારીખે મોત થયું હતું. મોડીરાતે ત્રણ વાગ્યે પત્નીએ જેઠ અને અન્ય પરિવારજનોને પતિના મોત અંગે જાણ કરી કહ્યું હતું કે, રાત્રે સૂતા સમયે તેઓને ચક્કર આવતા હતા. જેથી, તેઓ પાણી પીને સૂઇ ગયા હતા.મોડીરાત્રે હું તેઓની તબિયત જોવા ઉઠતા તેઓ કોઇ હલચલ કરતા નહતા. આ વાત સાંભળીને પરિવારે ઇર્શાદને હાર્ટ એટેક આવ્યો  હોવાનું માની ૧૯ તારીખે સવારે તાંદલજા વિસ્તારના કબ્રસ્તાનમાં દફન વિધિ કરી દીધી. પતિનું મોત થયું હોવાછતાંય પત્ની ગુલબાનુ સતત મોબાઇલ  ફોન પર વાતચીત  કરતી હોવાથી તેની નણંદને શંકા ગઇ હતી. પરિવારને શંકા જતા તેમણે  પોલીસને જાણ કરવાનું નક્કી કરતા ગુલબાનુ પોલીસના ડરથી ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી કે, મેં મારા પ્રેમી તૌસિફ (રહે. મુંબઇ) સાથે મળીને મારા  પતિને ઘેનની દવા પીવડાવી બેભાન કરી ઓઢણીથી ગળે ટૂંપો આપીને  હત્યા કરી છે. ચોંકી ઉઠેલા પરિવારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે.પી.રોડ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ મેડિકલ પુરાવા એકત્રિત કરવા માટે પરિવારને સાથે રાખી મેજીસ્ટ્રેટ અને ઉચ્ચ અધિકારીઓની  હાજરીમાં કબ્રસ્તાનમાં દફન કરાયેલી ઇર્શાદની ડેડબોડી બહાર કાઢી  હતી. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ, ઇર્શાદનું મોત ગળે  ટૂંપો આપવાથી થયું હતું. જેથી, પોલીસે ઇર્શાદની પત્ની ગુલબાનુ, તૌસિફ અને તૌસિફના મિત્ર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુલબાનુની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૃ કરી છે.

ઇર્શાદનો કાંટો કાઢવો પડશે તો જ આપણે સાથે રહી શકીશું

 વડોદરા,

તૌસિફ, ગુલબાનુ અને પરિવારજનો મૂળ યુ.પી.ના રહેવાસી છે. તૌસિફ અને ગુલબાનુ નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા.  પરંતુ, છેલ્લા ૮ મહિનાથી બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. તૌસિફે ગુલબાનુને પોતાની સાથે આવી જવા કહ્યું હતું. ઇર્શાદનો કાંટો કાઢવો પડશે તો જ આપણે સાથે રહી શકીશું.તેવું કહીને ભેગા મળીને કાવતરું ઘડીને ઇર્શાદનું ખૂન કર્યું હતું.

પતિ કામ પર જાય પછી રોજ ગુલબાનુ તૌસિફ સાથે વાતો કરતી હતી

વડોદરા,

 ઇર્શાદ અને ગુલબાનુના લગ્નને ૧૦ વર્ષનો સમયગાળો થઇ ગયો હતો. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો છે. ઇર્શાદ  પી.ઓ.પી.નું કામ કરતો હોઇ સવારે ૯ વાગ્યે ઘરેથી નીકળી જતો અને રાતે પરત આવતો હતો. દિવસ દરમિયાન ગુલબાનુ અને તૌસિફ એકબીજા સાથે અવારનવાર લાંબી વાતો કરતા હતા. પરંતુ, ત્રણ સંતાનો હોઇ પતિને પત્ની પર કોઇ જ શંકા થઇ નહતી.

 ઘેનની ગોળીઓ વાટીને  પતિને દૂધ સાથે પીવડાવી દીધી

વડોદરા,

ગુલબાનુ અને તૌસિફે ઘડેલા  કાવતરાના ઘટના ક્રમ  મુજબ, ૧૭ મી તારીખે તૌસિફ તેના મિત્ર સાથે મુંબઇથી ટ્રેનમાં બેસીને વડોદરા આવે છ. ૧૮ મી તારીખે સવારે ૯ વાગ્યે ઇર્શાદ કામ પર નીકળી જાય છે. ત્યારપછી ગુલબાનુને રેલવે સ્ટેશન બોલાવી તૌસિફ ઘેનની ગોળીઓ આપે છે. રાતે પતિ ઘરે આવ્યા  પછી ગોળીઓ વાટીને દૂધમાં  ભેળવી ગુલબાનુ પતિને પીવડાવી દે છે. પતિ સૂઇ ગયા પછી ગુલબાનુ ફોન કરીને પ્રેમીને બોલાવે છે અને  પતિની હત્યા કરે છે.

ઇર્શાદની હત્યા કર્યા પછી  આરોપીઓ નીકળી ગયા

વડોદરા,

પતિ ઘેનની અસર હેઠળ ઊંઘતો હતો અને ત્રણ બાળકો બીજા રૃમમાં સૂતા હતા. તે દરમિયાન ગુલબાનુ પોતાના પ્રેમીને ઘરે બોલાવે છે. તેઓ ઘરે આવે છે. ગુલબાનુના દુપટ્ટાથી  જ તેઓ ઇર્શાદને મોતને ઘાટ ઉતારે છે. માત્ર અડધો કલાકમાં જ હત્યા કરી  ઇર્શાદના શ્વાસ બંધ થઇ જતા તેઓ નીકળી  ગયા હતા. ત્યારબાદ તૌસિફ અને તેનો મિત્ર પરત મુંબઇ જતા રહે છે.

પોલીસને ગોળ ગોળ ફેરવતી ગુલબાનુ

વડોદરા,

હત્યાનો  પર્દાફાશ થયા પછી પોલીસ ઇર્શાદની પત્ની ગુલબાનુને પકડી લાવી હતી. પોલીસ  પૂછપરછ દરમિયાન પણ તે ગોળ – ગોળ જવાબો આપતી હતી. જેથી,પોલીસે તેના મોબાઇલની કોલ ડિટેલ્સ કઢાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ હત્યા કેસ પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર છે કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

May 26, 2026
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…
GUJARAT

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

May 26, 2026
અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…
GUJARAT

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

May 26, 2026
Next Post
કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ…

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ...

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin…

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin...

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi…

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

8 months ago
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

5 months ago
સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

3 months ago
ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત | Himachal Fire Trag…

ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત | Himachal Fire Trag…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News