gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court Order : વડોદરા-હાલોલ હાઇવે ઉપર જરોદ નજીક કાવતરું રચી સર્વિસ રોડ ઉપર ચાલી રહેલી યુવતી સાથે અકસ્માતના બહાને તકરાર કરી યુવતીને ગળે છરો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી અવાવરું જગ્યામાં ખેંચી જઈ સામૂહિક બળાત્કારના કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી પીડિતાને રૂ.7 લાખ વળતર સાથે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ભોગબનનાર 23 વર્ષીય યુવતીના લગ્ન 2022માં થયા બાદ છૂટાછેડા થવાથી યુવતી માતાપિતા  સાથે રહેતી હતી. યુવતી રાત્રે જમીને ઘરેથી નીકળી જરોદ-વડોદરા હાઇવે ઉપર એકલી ચાલવા માટે નીકળતી હતી. વર્ષ 2022 ઓક્ટોબર મહિનામાં યુવતી રાબેતા મુજબ ચાલવા નીકળી હતી. તે સમયે એક સગીર સહિત ચાર શખ્સોએ યુવતી સાથે બાઈક અથડાવી તકરાર કરી નજીકની અવાવરું જગ્યામાં લઈ જઈ મોબાઈલ ઝૂંટવી, ગળાના ભાગે છરો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના સમયે યુવતીનો પરિચિત વિશાલ વસાવા સ્થળ પર આવી જતા આરોપીઓ સાથે ઝપાઝપીમાં તેને સામાન્ય ઇજા પહોચી હતી. અને આરોપીઓ સ્થળ પર છરો તથા બાઈક મૂકી નાસી છૂટ્યા હતા. આ મામલે જરોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ડ્રાઇવર વ્યવસાય સાથે સંકળાયેલ ત્રણ આરોપી સંજય ભાનુભાઇ ચુડાસમા (રહે-હાલ સુરત/મૂળ-ભાવનગર), પ્રવીણ અર્જુનભાઈ સોલંકી (રહે-હાલ સુરત/મૂળ-કલોલ) અને વિઠ્ઠલ ભાણજીભાઈ સોલંકી (રહે-હાલ સુરત/મૂળ-અમરેલી) ને જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યા હતા. જ્યારે ચોથો આરોપી સગીર વયનો હોય તેની સામેની કાર્યવાહી સંબંધિત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. દરમ્યાન એડિ.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ.ઠક્કર સાવલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.

પ્રેમીના મિત્રએ સ્થળ પર ઘસી જઈ આરોપીઓને પડકારતા યુવતીનો છુટકારો થયો હતો

યુવતી પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી, ઘટના સમયે યુવતીના હાથમાંથી મોબાઇલ નીચે પડી જતા ફોન ચાલુ હોય સમગ્ર કૃત્ય બાબતે સામે મિત્રને જાણ થઈ હોય તેણે પોતાના મિત્ર વિશાલને તાત્કાલિક સ્થળ પર પહોંચવા જણાવતા વિશાલે સ્થળ પર દોડી જઈ યુવતીને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવી હતી. આરોપીઓ સાથે ઝપાઝપીમાં વિશાલને સામાન્ય ઈજા પહોંચી હતી.

સ્ત્રીઓ સમાજમાં નિર્ભય રીતે ફરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું પડશે : ફરિયાદ પક્ષની દલીલ

ફરિયાદ પક્ષ તરફે ધારા શાસ્ત્રી એપીપી સી.જે.પટેલની દલીલો થઈ હતી કે, આરોપીઓના આવા કૃત્યથી ભોગ બનનાર તેમજ સમાજની તમામ સ્ત્રીઓ ભયભીત થયેલ છે, આરોપીઓના ગુનાહિત કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં, સ્ત્રીઓ સમાજમાં નિર્ભય રીતે ફરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું પડશે.

આ પ્રકારના કૃત્યને હળવાશથી લઈએ તો દેશની તમામ સ્ત્રીઓ સાથે અન્યાય કર્યા બરાબર : કોર્ટ

બંને પક્ષકારોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આવા બનાવો બનવાના કારણે દીકરી અને સ્ત્રીઓનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ જાય છે, સમાજની તમામ સ્ત્રીઓનો વિકાસ અટકી જાય છે, સ્ત્રીઓ પોતાની ઈચ્છા-અભિલાષા મુજબ કોઈ પ્રવૃત્તિ કરી શકતી નથી, અંતે તમામ સ્ત્રીઓ ઘરના રસોડામાં માત્ર રસોઈ કરતી જોવા મળે છે, તેની પાછળ આ પ્રકારના બનાવોની પણ મોટી ભૂમિકા હોય તે હકીકતનો ઇનકાર થઇ શકતો નથી, માત્ર ભોગ બનનારને નહીં તમામ સ્ત્રીઓને આ પ્રકારના બનાવો અસર કરે છે તેવું માનવાને કારણ રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વડોદરામાં સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો, આપઘાતનું કારણ અકબંધ | vadodara…

વડોદરામાં સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો, આપઘાતનું કારણ અકબંધ | vadodara...

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ...

મોડાસા સાકરીયા સૂતેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું ..

મોડાસા સાકરીયા સૂતેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s…

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s…

1 year ago
ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

1 year ago
આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

1 year ago
ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News