gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના ચારને બદલે બે સ્લેબની સિસ્ટમનો અમલ | GST system to have two slabs inste…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in Business
0 0
0
બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના ચારને બદલે બે સ્લેબની સિસ્ટમનો અમલ | GST system to have two slabs inste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં નિર્ણય લઈ લેવામાં આવ્યો 

– ચાળીસ ટકાના સ્લેબમાં મૂકવાની વસ્તુઓને મુદ્દે આજે નિર્ણય લેવાશે

– બાર અને અઠ્ઠાવીસ ટકાના સ્લેબ કાઢી નાખવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોડી રાત્રે જાહેરાત કરી 

– 2500ની કિંમતના પગરખાં અને ગારમેન્ટ પર શૂન્ય ટકા જીએસટી લાગવાની સંભાવના

અમદાવાદ : જીએસટી કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ૫ અને ૧૮ ટકા એમ બે જ સ્લેબ રાખવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નવા સ્લેબનો અમલ ૨૨મી સપ્ટેમ્બરના દશેરાના દિવસથી શરૂ થશે. આ સાથે જ ૫ અને ૧૨ ટકા સ્લેબ નાબૂદ થઈ જશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે સાડા દસ કલાક ચાલેલી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યોની ચારમાંથી બે સ્લેબ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પશ્ચિમ બંગાળના નાણાં મંત્રી ચન્દરિમા ભટ્ટાચાર્યએ જણાવ્યું  હતું કે જીએસટીના સ્લેબમાં ઘ ટાડો કરવાને પરિણામે રૃા. ૪૭,૭૦૦ કરોડનું નુકાસન થશે. જોકે ચાળીસ ટકાના સ્લેબમાં કઈ કઈ વસ્તુઓને મૂકવી તે અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ૪૦ ટકાના સ્લેબની વસ્તુઓ પરના સેસની રકમમાં પણ વધારો થઈ શકે છે. આ જ રીતે નમકી, ભુજિયા, રેડી ટુ ઇટ પેકેજ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજીતરફ રૂપિયા ૨૫૦૦ સુધીની કિંમતના જોડાં-પગરખાંઓ પરનો જીએસટીનો દર પાંચ ટકા કરી દેવામાં આવે તેવી સંભાવના હોવાનો નિર્દેશ જીએસટી કાઉન્સિલની ચાલી રહેલી બેઠકમાંથી મળી રહ્યો છે.અત્યારે રૃા. ૧૦૦૦ સુધીની કિંમતના પગરખાઓ પર પાંચ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે. તેવી જ રીતે રૃા. ૨૫૦૦ સુધીની કિંમતના પેન્ટસ શર્ટ, ડ્રેસ અને સ્પોર્ટ્સવેર તથા એસેસરીઓ પર લેવાતો જીએસટી ૫ ટકા કરી દેવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. જોકે પ્રસ્તુત સંભાવના સહિતના તમામ નિર્ણયો અંગેની સત્તૈાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવે તેવી શક્યતા છે. આમ પાંચ ટકા જીએસટી લેવાની વસ્તુના  મૂલ્યમાં હવે રૃા. ૧૫૦૦નો ઉમેરો કરી દેવામાં આવે તેવી શક્યતા છે. રૃા. ૧૦૦૦થી વધુના મૂલ્યના પગરખાં અને કપડાં પર અત્યાર સુધી ૧૨ ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે. 

બીજીતરફ રોજ બરોજના વપરાશ માટેની અને પેકિંગ વિના જ વેચાતી ખાદ્ય સામગ્રીઓ પર અને સામાન્ય વપરાશના ઠંડા પીણાઓ પર શૂન્ય ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવશે. જોકે આ જ ચીજવસ્તુઓ પેકિંગ કરીને વચવામાં આવે તો તેના પર ૫ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. તેમ જ ટેલકમ પાવડર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ફેસ પાવડર, સાબુ, માથામાં નાખવાનું તેલને અઢાર ટકાના સ્લબમાંથી ૫ ટકાના સ્લેબમાં લાવે તેવી સંભાવના છે. તેમ જ બાળકોને દૂધ પાવાની બોટલ, છત્રી, રસોડામાં વપરાતા સાધનો, ડાઈનિંગ ટેબલ પર મૂકાતી વસ્તુઓ, છત્રી, વાસણો અને વાંસના ફર્નિચરને ૧૨ ટકા સ્લેબમાંથી હટાવીને ૫ ટકા જીએસટીને સ્લેબમાં લાવવામાં આવે તેવી સંભાવના છે. સિમેન્ટના ૨૮ ટકાના સ્લેબમાંથી ખસેડીને ૧૮ ટકાના સ્લબમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વડપણ હેઠળ આજેથી શરૂ થયેલી અને આવતીકાલ સુધી ચાલનારી જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં તમામ રાજ્યના નાણાં મંત્રીઓની બેઠકના પહેલા દિવસે બિઝનેસ કરનારાઓને જીએસટીના તમામ કાયદાઓનું પાલન કરવામાં કોઈ જ તકલીફ ન પડે તે માટે કેવા ફેરફારો કરવા તે અંગે ચર્ચા તઈ હતી. તેની સાથે સાથે જ જીએસટીના ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમ જ જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પરની જીએસટીના દર અંગે પણ ચર્ચા થઈ રહી છે. 

જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પરના ૧૮ ટકાના જીએસટીને પરિણામે સંખ્યાબંધ સિનિયર સિટીઝન્સ આરોગ્ય વીમા લઈ જ શકતા નથી. વીમા યોજનાઓને વધુ લોકો સ્વીકારતા થાય અને લોકોની સલામતીમાં વધારો થાય તે માટે સરકાર પ્રયત્નશી૫લ છે. આ પ્રયત્નના ભાગરુપે અને પ્રજાના હિતાર્થે અને તેમાંય ખાસ કરીને સિનિયર સિટીઝન્સના હિતમા વીમાના પ્રીમિયમ પરનો જીએસટી ૫ કે શૂન્ય ટકા કરવાને મુદ્દે પણ વિચારણા કરવામાં આવી રહી છે. 

જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થવાની શક્યતા

જીએસટી રજિસ્ટ્રેશન કરાવીના બોગસ બિલિંગ કરીને મોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લઈને ફરાર થઈ જનારાઓની સંખ્યા વધી હોવાથી સરકાર જીએસટી રજિસ્ટ્રેશનની ત્રણ કેટેગરી ઊભી કરી રહી હોવાની જાણકારી મળી રહી છે. સાત દિવસમાં રજિસ્ટ્રેશન મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બિઝનેસ માટે ત્રણ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવવાની સિસ્ટમ દાખલકરી શકે છે. જોખમી ન જણાતા, રિફંડ મેળવતા અને એક્સપોર્ટર્સના કેસમાં રજિસ્ટ્રેશનની નવી સિસ્ટમ દાખલ કરવાને મુદ્દે પણ વિચારણા કરવામાં આવી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Rav…
Business

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Rav…

May 27, 2026
ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…
Business

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

May 27, 2026
ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the …
Business

ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the …

May 27, 2026
Next Post
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca...

વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી | Heavy rains causing trouble…

વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી | Heavy rains causing trouble...

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…

6 months ago
બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

2 months ago
સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

7 months ago
સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News