![]()
જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ટીમો બનાવીને ચાર દિવસ દરમિયાન
સાદી રેતી, માટી તથા કપચી ભરીને ગેરકાયદે વહન કનાર સામે અંબોડ, ઉવારસદ, છત્રાલ, નારદીપુર, જાસપુર અને રાણકપુર ખાતે કાર્યવાહી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે ખાસ અભિયાન ચલાવ્યું છે.
છેલ્લા ચાર દિવસમાં, વિવિધ
વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરીને ખનિજનું ગેરકાયદે વહન અને ખનન કરતા ૨૦ વાહનો જપ્ત
કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આશરે રૃ. ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં
આવ્યો છે.
ગાંધીનગરથ કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ
ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના મુજબ,
ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ટીમે આ તપાસ દરમિયાન, કુલ ૨૦
વાહનોમાંથી ૧૧ વાહનો રોયલ્ટી પાસ વગર ખનિજનું વહન કરતા અને ૯ વાહનો ઓવરલોડ ખનિજનું
વહન કરતા ઝડપાયા હતા. આ વાહનો બ્લેકટ્રેપ,
સાદી રેતી અને સાદી માટી જેવી ખનિજોનું ગેરકાયદેસર વહન કરી રહ્યા હતા. આ
વાહનોને અંબોડ, ઉવારસદ, છત્રાલ, નારદીપુર, જાસપુર અને
રાણકપુર રોડ જેવા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર,
ઇન્ફોસિટીના સહયોગથી,
તપાસ ટીમે ઇન્દ્રોડા ગામ પાસે સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં પણ કાર્યવાહી કરી
છે.અહીં, ગેરકાયદેસર
રીતે સાદી રેતીનું ખનન અને વહન કરતા ૪ ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યા હતા. આ ટ્રેક્ટર
માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જપ્ત
કરાયેલા ૨૦ વાહનોમાંથી, ૧૪
વાહનોના માલિકો પાસેથી અત્યાર સુધીમાં રૃ. ૨૭.૮૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, જે
વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયું છે તેનું માપન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેના આધારે દંડની
રકમ નક્કી કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.










