gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી | Health Mini…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી | Health Mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Health Ministry Cough Syrup Advisory : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, કફ સિરપના સેમ્પલોની તપાસ કરવામાં આવ્યા બાદ, તેના એક પણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે એથિલીન ગ્લાયકોલ (EG) જેવા જોખમી કેમિકલ મળ્યા નથી.

કફ સિરપમાં DEG અને EG ન હોવાની પુષ્ટિ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે જઈને અનેક સેમ્પલ એકઠા કર્યા હતા. આ સેમ્પલોની તપાસ કરાયા બાદ તેમાં કોઈપણ કફ સિરપમાં ડીઈજી કે ઈજી ન હોવાની પુષ્ટિ થઈ છે. આ એવા કેમિકલ છે, જે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. મધ્યપ્રદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (SFDA)એ પણ ત્રણ સેમ્પલનું પરીક્ષણ કરીને આ જ પુષ્ટી કરી છે.

લેપ્ટોસ્પાઇરોસિસનો એક કેસ પોઝિટિવ, અન્ય તપાસ ચાલુ

જોકે પૂમેની એલઆઈવી દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ એક કેસમાં લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પાણી, મચ્છર વાહકો અને શ્વસન ચેપ સંબંધીત સેમ્પલોની તપાસ ચાલી રહી છે. NCDC, NIV, ICMR, નાગપુરની AIIMS અને રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓની નિષ્ણાંતોની ટીમો નોંધાયેલા મામલાઓમાં તમામ સંભવિત કારણોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી

રાજસ્થાનમાં બાળકોના મોત થયા બાદ મંત્રાલયની સ્પષ્ટતા

રાજસ્થાનમાં કફ સિરપ પીવાના કારણે બાળકોના મોત થવાના મામલે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, જે કફ સિરપ પીવાના કારણે બાળકોના મોત થયા છે, તે સિરપમાં પ્રોપાઈલીન ગ્લાયકોલ મળ્યું નથી. આ સાથે એમ પણ કહેવાયું છે કે, આ ઉત્પાદન ડેક્સટ્રોમેથૉર્ફન આધારિત ફોર્મ્યુલેશન છે, જે બાળકોના ઉપયોગ માટે યોગ્ય નથી.

બાળકોને કફ સિરપ આપવા મામલે સરકારની એડવાઈઝરી

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યા બાદ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા મહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ડીજીએચએસએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ આપવા અંગે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

એડવાઈઝરીમાં કહેવાયું છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી અને શરદીની દવા બિલકુલ ન આપવી. પાંચ વર્ષથી નાના બાળકોને સિરપ આપતા પહેલા ડોક્ટર દ્વારા ક્લિનિકલ મૂલ્યાંકન કરવું ફરજિયાત છે. પ્રથમ વિકલ્પ દવા ન આપવાનો હોવો જોઈએ, તેઓને જરૂરી પાણી, આરામ અને દેખભાળ કરવી શ્રેષ્ઠ છે. તમામ આરોગ્ય સંસ્થાઓ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) હેઠળ બનેલી દવાઓનો જ ઉપયોગ કરવો જોઈએ. ડોક્ટરો અને ફાર્માસિસ્ટને નિયમોનું પાલન કરાવવા માટે સંવેદનશીલ અને જાગૃત કરવા જરૂરી છે.

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો…’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la...

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years ...

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 | RRP Semiconductor Company’s Rs 10 share pr…

આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 | RRP Semiconductor Company’s Rs 10 share pr…

5 months ago
વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…

વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…

6 months ago
ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

8 months ago
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News