મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર* ખાતે *મહુવાના જ પ્રાગજી ભક્ત (ભગતજી મહારાજ) કે જેઓ સ્વામિનારાયણ ભગવાનની ગુરુ પરંપરા ના દ્વિતીય અધ્યાત્મિક ગુરુ છે*
*તેઓએ પોતાનું સમગ્ર જીવન ગુરુ વચન માં સમર્પિત કરી અને આદર્શ ગુરુ સાધના ના પર્યાય તરીકે તેમની આ અત્યંત કઠિન સાધના એ દરેક માટે આદર્શ બની ગયેલ છે
મહુવાના ગર્વ સમાન તથા સમગ્ર વિશ્વના 1200 કરતા પણ વધારે સ્વામિનારાયણ મંદિરોમાં ગુણાતીત ગુરુ પરંપરામાં તેઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે,
તેમનો 197માં જન્મ ઉત્સવ, ફાગણ સુદ પૂર્ણિમા ના દિવસે અત્યંત ભવ્યતાથી અને ભક્તિ સભર રીતે ઉજવવામાં આવેલ. જેમાં એકાદશી ના દિવસે ભગતજી મહારાજના જન્મસ્થાન પર ભજન સંધ્યા અને ત્યારબાદ રવિ સભામાં ભગતજી મહારાજના મહિમાગાન સાથે મહાપ્રસાદ અને આજરોજ તેમના જન્મ દિવસે વહેલી સવારે જન્મ સ્થાન પર આવેલ અલૌકીક મંદિર માં વૈદિક મહાપૂજા વિધિ તથા અન્નકૂટ દર્શન નું વિશિષ્ટ આયોજન અત્યંત ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવેલું અને બપોરના ચાર કલાકે મહુવાના વિશાળ રાજમાર્ગો ઉપરથી ભવ્ય શોભા યાત્રા નું આયોજન મહુવા બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને માલણ નદીના કિનારે આવેલ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર ઉપર પૂર્ણ થયેલ જેમાં વિવિધ આકર્ષક પ્લોટ રજૂ કરવામાં આવેલ અને અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ભગતજી મહારાજ અને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરનાર મહુવાના બા લ બાલિકાઓ (અક્ષર પુરુષોત્તમયોદ્ધાઓ) આ વિવિધ ફલોટ માં વિરાજમાન થયા હતા અને મહુવાના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય હરિભક્તો હાજર રહીને પોતાનો ભક્તિ ભાવ અર્પણ કરેલ હતો.
ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર પર આ શોભાયાત્રા નું એક ભવ્ય સભામાં રૂપાંતર થયેલ જેમાં દેશ-વિદેશના સંતો મહંતો ની વિશિષ્ટ ઉપસ્થિતિ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના અંતે વાસી સેવક તરીકે જેમણે સેવા કરેલી હતી તેવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી ની સમગ્ર જન્મોત્સવ ની ઉજવણી દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહેલ અને તેમણે પોતાના વક્તવ્યમાં ભગતજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તેના ગુણગાન રજૂ કર્યા હતા અને તેમનો મહિમા પ્રવર્તન ની વાતો કરવામાં આવેલ અંતે બીએપીએસ મંદિર ના કોઠારી સ્વામી દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવેલ તથા અંતમાં વિશિષ્ટ હોલિકા દહન નો કાર્યક્રમ તથા મહાપ્રસાદ નું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતું.










