gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market and Nifty News : ભારતીય શેરબજારે આજે ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે પહેલીવાર સેન્સેક્સ પણ પહેલીવાર 86000ની સપાટીને કૂદાવી જતા ઈતિહાસ રચાઈ ગયો છે. સેન્સેક્સે આજે 86026.18 ની સપાટીને સ્પર્શ્યું હતું. 

નિફ્ટી અને સેન્સેક્સની શું છે સ્થિતિ? 

આજે સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. બીજી બાજુ સેન્સેક્સે પણ રેકોર્ડ સર્જી દેતાં પહેલીવાર 86000ની સપાટીને કૂદાવતા નવો ઈતિહાસ બનાવ્યો હતો. 

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર 2 - image

બજારમાં કયા સેક્ટર અને શેર ચમક્યા?

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:

ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.

ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.

તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.

આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બજારની એકંદરે સ્થિતિ

બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.

બજારમાં તેજીના કારણો શું?

1. વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો:

  • અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની આશા: અમેરિકાના તાજેતરના આર્થિક આંકડા (જેમ કે રિટેલ વેચાણ) થોડા નબળા આવ્યા છે. આનાથી એવી અપેક્ષા વધી છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે અમેરિકામાં વ્યાજદર ઘટે છે, ત્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) ત્યાંથી પૈસા કાઢીને ભારત જેવા વિકસતા બજારોમાં રોકાણ કરે છે, જેનાથી બજારમાં તેજી આવે છે.

  • એશિયન અને યુરોપિયન બજારોમાં તેજી: અમેરિકાના સકારાત્મક સંકેતોને કારણે વિશ્વના અન્ય બજારોમાં પણ તેજીનો માહોલ છે, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.

2. મજબૂત ઘરેલુ આર્થિક કારણો:

  • ભારતનો મજબૂત GDP ગ્રોથ: વિશ્વની સરખામણીમાં ભારતનો આર્થિક વિકાસ દર ખૂબ જ સારો છે. મજબૂત GDP વૃદ્ધિને કારણે કંપનીઓની કમાણી વધવાની અપેક્ષા છે, જે બજારને ટેકો આપી રહી છે.

  • કંપનીઓના સારા પરિણામો: તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં મોટાભાગની ભારતીય કંપનીઓએ સારા પરિણામો રજૂ કર્યા છે, જે રોકાણકારોનો વિશ્વાસ વધારી રહ્યું છે.

3. વિદેશી અને સ્થાનિક રોકાણકારો દ્વારા ભારે ખરીદી:

  • FIIsની વાપસી: વ્યાજદર ઘટવાની આશાએ વિદેશી રોકાણકારો (FIIs/FPIs) ભારતીય બજારમાં ફરીથી મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.

  • DIIs અને રિટેલ રોકાણકારોનો સાથ: સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs), જેમ કે મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ, સતત ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, SIP દ્વારા રિટેલ રોકાણકારોનો બજારમાં પ્રવાહ પણ ચાલુ છે, જે બજારને મજબૂત ટેકો આપી રહ્યો છે.

4. રાજકીય સ્થિરતાની અપેક્ષા:

  • દેશમાં રાજકીય સ્થિરતા અને સરકારની નીતિઓ ચાલુ રહેવાની અપેક્ષાને કારણે પણ રોકાણકારો બજારમાં વિશ્વાસ મૂકી રહ્યા છે.

ટૂંકમાં, અમેરિકામાં વ્યાજદર ઘટવાની આશા, ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, અને વિદેશી તથા સ્થાનિક રોકાણકારો દ્વારા સતત ખરીદી જેવા પરિબળોએ સાથે મળીને બજારને આ ઐતિહાસિક સપાટી પર પહોંચાડ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ ‘લાવારિસ’ હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન | Air Ind…

આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ 'લાવારિસ' હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન | Air Ind...

રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay…

રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay...

‘મહા’ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા – ‘અમે રામભક્ત છીએ, લંકા તો..!’ | shinde l…

'મહા'ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા - 'અમે રામભક્ત છીએ, લંકા તો..!' | shinde l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wor…

ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wor…

2 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

10 months ago
શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

11 months ago
અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News