gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in Business
0 0
0
ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharat Connect For Business: UPI થકી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI) લિમિટેડની પેટા કંપની ભારત બિલપે લિમિટેડ હવે ટ્રેડર અને લઘુ અને માધ્યમ કદના એકમો માટે ખરીદી અને વેચાણનું એકાઉન્ટ અને તેના થકી તેની દેખરેખ સરળ બનાવવા માટે ‘ભારત કનેક્ટ ફોર બિઝનેસ’ નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લઈ આવ્યું છે. અત્યારે દેશભરમાં 10,000 જેટલાં એકમો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને તેમની સાથે 90 મોટા કોર્પોરેટ પણ જોડાયેલા છે. સૌથી મહત્ત્વનું છે કે, આ પ્લેટફોર્મ ઉપર જોડવા માટે કોઇપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ ભારત સરકારની માલિકીની, નફા માટે નહીં સ્થાપવામાં આવેલી કંપનીએ ઉભું કરેલું પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. 

MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ

ઉદ્યોગકાર ટેલી કે અન્ય કોઈપણ ERP સોફ્ટવેરનો ઉપયોગ કરતો હોય તેની સાથે API થકી આ વ્યવસ્થા જોડાઈ શકે છે. ઉત્પાદક પોતના કાચા માલનો પરચેઝ ઓર્ડર આપે, અને સપ્લાયર માલ મોકલે ત્યાંથી તેની ઈન્વોઈસ અને વેચાણ સામેની ઈન્વોઈસ જનરેટ થાય, પરસ્પર મોકલવામાં આવે, તે સ્વીકારી લેવામાં આવે અને પછી પેમેન્ટ અને બેન્કિંગ વ્યવહાર સુધીની પળેપળની માહિતી આ વ્યવસ્થામાં જોડાયેલી રહે છે. 

બિલપે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરે શું કહ્યું?

સૌથી સરળ બાબત છે કે, કોડિંગ લેંગવેજમાં હોવાથી ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. બિલપે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નૂપુર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, અત્યારે 10,000 જેટલાં એકમો આ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે અને મહિને 10 લાખ જેટલાં ઈન્વોઈસના વ્યવહારો આ પ્લેટફોર્મ થાકી પાર પાડવામાં આવી રહ્યા છે. 

જોકે, હાલના તબક્કે આ પ્લેટફોર્મમાં ખરીદી કરનાર અને વેચાનર બંને જોડાયેલા હોય તો જ તેનો પૂર્ણ લાભ ઉઠાવવો શક્ય છે. આ ઉપરાંત, પેમેન્ટ રિલીઝ થાય અને બેંકમાં જમા થાય તેના માટે પણ દરેક બેંકો હજી જોડાયેલી નથી.

ચતુર્વેદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “અત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક, એચડીએફસી બેંક અને યસ બેંક જોડાયેલા છે. આ સ્થિતિમાં પેમેન્ટ રિેલીઝ થાય તેનું એલર્ટ મળે છે પણ બેંક જોડાયેલી નહીં હોવાથી તે જમા થયાનો મેસેજ મળતો નથી. એ બધી બેંકો જોડાશે પછી જ શક્ય બનશે.” 

આ પણ વાંચો: ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મૂંઝવ્યા

ભારત કનેક્ટ ફોર બિઝનેસ પ્લેટફોર્મથી કેવા લાભ મળશે? 

જોડાણનું એક જ સ્થાન: વર્તમાન ERPને બદલવાની જરૂર વિના સિસ્ટમમાં રિયલ ટાઇમ ડેટા એક્સચેન્જને સક્ષમ બનાવે છે, એકીકરણનો ખર્ચ ઘટાડે છે અને એકીકૃત ડેટા વ્યૂ પ્રદાન કરે છે.

ઈનવોઈસ ડિલિવરી અને સ્વીકૃતિ: ઈનવોઈસ અને ક્રેડિટ/ડેબિટ નોટ્સમાં ટાઇમ સ્ટેમ્પ્ડ સ્વીકૃતિ અને રીઅલ ટાઇમ દ્રશ્યતા પ્રદાન કરતા ઈન્વોઈસના ફ્લોને સ્વચાલિત બનાવે છે, મેન્યુઅલ પ્રયાસો અને ભૂલોને ઘટાડે છે.

ફાઇનાન્સિંગની સક્ષમતા: ઝડપી ઈનવોઈસ સ્વીકૃતિના માધ્યમથી ઝડપી રોકડ પ્રવાહમાં મદદરૂપ થાય છે, ચકાસવામાં આવેલા ઈનવોઈસ ડેટા ધિરાણ પૂરું પાડતા ભાગીદારો સુધી MSMEની પહોંચમાં વધારો કરે છે.

ઉઘરાણી અને ચૂકવણી: ડિજિટલ પેમેન્ટના પ્રવાહને સુવ્યવસ્થિત કરે છે, કામગીરીના ભારણને ઘટાડે છે અને ઉઘરાણીની કાર્યક્ષમતામાં સુધારો કરે છે, જેથી ટીમો ઉચ્ચ મૂલ્યના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

પતાવટ અને સમાધાન: ઈનવોઈસ, રિટર્ન અને વ્યવસ્થામાં સમાધાનને સ્વચાલિત કરે છે, સંરેખિત રેકોર્ડસ અને GSTR 2B સાથે ચેક્સ/GSTની ચોકસાઈને સુધારે છે, અને ઓછા વિવાદો સાથે સરળ રિટર્ન મેનેજમેન્ટને સુનિશ્ચિત કરે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl…
Business

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl…

May 28, 2026
બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…
Business

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

May 28, 2026
ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…
Business

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

May 28, 2026
Next Post
‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો...’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત...

‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi...

કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન…

કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘…

જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘…

3 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

12 months ago
Explainer: ‘ફળોના રાજા’ને ઝટકો, 20 વર્ષ બાદ ભારતીય કેરી પર જાપાનનો ફરી પ્રતિબંધ, નિકાસકારો સંકટમાં |…

Explainer: ‘ફળોના રાજા’ને ઝટકો, 20 વર્ષ બાદ ભારતીય કેરી પર જાપાનનો ફરી પ્રતિબંધ, નિકાસકારો સંકટમાં |…

5 hours ago
ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News