gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharat Taxi: ઓલા-ઉબર જેવી પ્રાઇવેટ ટેક્સી સર્વિસની ગંદકી, વધારે ભાડું અને રાઇડ કેન્સલ જેવી અનેક ફરિયાદોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ભારત ટેક્સી (Bharat Taxi) નામની સરકારી કેબ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ ઓલા-ઉબર માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે તેમાં કંપનીએ ડ્રાઈવરને કોઈ કમિશન આપવું પડશે નહીં અને તેની પૂરી કમાણી તેને જ મળશે. જેના કારણે ડ્રાઈવર્સ ભારત ટેક્સીને વધુ પસંદ કરશે.

સહકારી ટેક્સી સેવામાં શરૂઆતમાં 650 ડ્રાઈવર્સ/વાહનો

ભારત ટેક્સી દેશની પહેલી સહકારી (કો-ઓપરેટિવ) ટેક્સી સર્વિસ હશે. આ સેવા મોટા પાયે ડિસેમ્બરથી શરૂ થશે, પણ તેનો પાયલટ પ્રોજેક્ટ નવેમ્બરમાં રાજધાની દિલ્હીથી શરૂ થઈ જશે, જેમાં 650 ડ્રાઈવર/કાર માલિકો જોડાશે અને 650 વાહનો ઉપલબ્ધ થશે. ડિસેમ્બરથી આ સર્વિસનો દેશના બાકીના શહેરોમાં વિસ્તાર થશે, જેમાં લગભગ 5,000 ડ્રાઈવરો આ સેવા સાથે જોડાશે.

કેવી રીતે કામ કરશે આ ભારત ટેક્સી?

ભારત ટેક્સીને કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે MoU કરીને તૈયાર કરવામાં આવી છે. જેની સ્થાપના જૂનમાં ₹300 કરોડની રકમ સાથે થઈ હતી. આ એક કો-ઓપરેટિવ મોડેલ છે, જેમાં ડ્રાઇવર સહ-માલિક હશે. આ સેવા સહકાર ટેક્સી દ્વારા ઓપરેટ થશે, જેના સંચાલન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવી છે. આ કાઉન્સિલના ચેરમેન અમૂલના એમડી જયેન મહેતા અને વાઇસ ચેરમેન એનસીડીસી (NCDC)ના ઉપ મહાપ્રબંધક રોહિત ગુપ્તા છે. આ પરિષદમાં દેશની વિવિધ સહકારી સમિતિઓમાંથી 8 અન્ય સભ્યો પણ સામેલ છે. આ બોર્ડની પ્રથમ બેઠક 16 ઓક્ટોબરના રોજ યોજાઈ ગઈ છે.

કેવી રીતે કરી શકશો આ સર્વિસનો ઉપયોગ?

આ સેવાનો ઉપયોગ ઓલા-ઉબર એપ જેટલો જ સરળ છે. યુઝર્સે એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર તેમજ આઇફોન માટે એપલ સ્ટોર પરથી ‘ભારત-ટેક્સી’ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે, જે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ હશે. આ મેમ્બરશિપ પ્લાન આધારિત સેવા છે, જેમાં ડ્રાઇવરને દર રાઇડની 100% કમાણી મળશે; તેના બદલે તેણે દૈનિક, સાપ્તાહિક કે માસિક મેમ્બરશિપ ચાર્જ (જે સામાન્ય હશે) ચૂકવવો પડશે. આ સેવાનો વિસ્તાર દિલ્હી સહિત મુંબઈ, પૂણે, ભોપાલ, લખનઉ, જયપુર જેવાં 20 શહેરોમાં થશે.

આ પણ વાંચો: ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

2030 સુધીનો ભારત ટેક્સીનો વિકાસ પ્લાન

– ડિસેમ્બર 2025 – માર્ચ 2026: રાજકોટ, મુંબઈ, પૂણેમાં 5 હજાર ડ્રાઇવર સાથે મલ્ટી-સ્ટેટ ઓપરેશન શરૂ થશે.

– એપ્રિલ – ડિસેમ્બર 2026: લખનઉ, ભોપાલ, જયપુરમાં શરૂઆત, ડ્રાઇવરની સંખ્યા 15 હજાર અને વાહનો 10 હજાર થશે.

– વર્ષ 2027-28: 20 શહેરોમાં 50 હજાર ડ્રાઈવર્સ સાથે સમગ્ર ભારતમાં (પૅન ઇન્ડિયા) સેવા ઉપલબ્ધ થશે અને Fastag સાથે જોડાશે.

– 2028-2030: જિલ્લા મુખ્યાલયો અને ગામડાઓમાં 1 લાખ ડ્રાઈવર્સ સાથે સેવા શરૂ થશે.

ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના: હંગામી ધોરણે બનાવાયેલો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી | dwa…

દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના: હંગામી ધોરણે બનાવાયેલો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી | dwa...

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la…

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la...

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

1 year ago
જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

10 months ago
ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ

10 months ago
ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News