gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj 154 Students Dropout : ગુજરાતના શિક્ષણ જગત પર એક શરમજનક ઘટનાએ કલંક લગાવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભારતનગર ખાતે આવેલી એક પેટા શાળાને છ વર્ષથી સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા 154 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે શાળા છોડી (ડ્રોપઆઉટ) દીધી છે. આ ઘટના ગુજરાતના શિક્ષણતંત્રની ઉદાસીનતા અને બાળકોના ભવિષ્ય પ્રત્યેની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

શાળાને સ્વતંત્ર દરજ્જાની માગ:

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતનગર ખાતે વર્ષ 2019માં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી જ સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓ સતત આ શાળાને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે માગણી કરી રહ્યા છે. હાલમાં આ પેટા શાળા ભારતનગરના કોમ્યુનિટી હોલમાં કાર્યરત છે. અહીં 154 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે નજીકમાં આવેલી જીકડી જૂથ ગ્રામ પંચાયતની આંબેડકર પ્રાથમિક શાળામાં માત્ર 70 વિદ્યાર્થીઓ છે. આ આંકડા દર્શાવે છે કે ભારતનગરના વિદ્યાર્થીઓની સંખ્યા તેના કરતાં બમણાં કરતાં પણ વધુ છે, જે સ્વતંત્ર શાળાની તાતી જરૂરિયાત સૂચવે છે.

રાજ્ય સરકારની ઉદાસીનતા અને વાલીઓનો રોષ:

વાલીઓની સતત રજૂઆતો અને દબાણ બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ આ શાળાને સ્વતંત્ર દરજ્જો આપવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જોકે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને હાલ કોમ્યુનિટી હોલમાં જ શરૂ રાખવાનો સ્પષ્ટ જવાબ આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

શિક્ષણ કથળવાની ભીતિ:

વાલીઓએ શિક્ષણની કથળતી સ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે તેમના બાળકો જર્જરિત પેટાવર્ગમાં અભ્યાસ કરતા હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વધુમાં, મુખ્ય શાળાથી પેટા વર્ગની શાળા 2 કિલોમીટર દૂર આવેલી છે, જે નાના બાળકો માટે મુશ્કેલી ઊભી કરે છે. વાલીઓએ ધારાસભ્ય, સાંસદસભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હોવા છતાં ભારતનગર પ્રાથમિક શાળાને સ્વતંત્ર દરજ્જો આપવા અંગે મંજૂરી આપવામાં આવી નથી.

તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે તેમણે અગાઉ પ્રવેશોત્સવ વખતે પણ શાળાનો બહિષ્કાર કર્યો હતો. પોતાની માગણી ન સંતોષાતા અને પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત વાલીઓએ આજે સવારથી જ શાળાએથી કુલ 154 જેટલા વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ) કઢાવી લીધા હતા. એટલું જ નહીં, આ વર્ષે 25 જેટલા વિદ્યાર્થીઓએ તો એડમિશન જ લીધા ન હતા, જે દર્શાવે છે કે વાલીઓ લાંબા સમયથી આ મુદ્દે અસંતુષ્ટ હતા.

શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ:

ઉલ્લેખનીય છે કે આ સામૂહિક ડ્રોપઆઉટની ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. બાળકોના શિક્ષણના અધિકાર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકારની નીતિઓ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માગણી પ્રબળ બની છે, જેથી વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | ...

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત | Mumbai pune exp…

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત | Mumbai pune exp...

કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા…

કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

12 months ago
પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

11 months ago
મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ | 1700 crore …

મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ | 1700 crore …

7 months ago
સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું…

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News