![]()
Anant Ambani padyatra | રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર સુધીની 170 કિ.મી. લાંબી પદયાત્રાનું રામ નવમીના અવસરે સમાપન થયું. નીતા અંબાણી, અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા પણ તેમની સાથે આજે દ્વારકાધીશ મંદિરે પહોંચી હતી.
નીતા અંબાણીએ આપ્યું મોટું નિવેદન
અનંત અંબાણીના માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક-અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું કે ‘એક માતા તરીકે મારા માટે સૌથી નાના દીકરા અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાનની પદયાત્રા પૂર્ણ કરતાં જોવું ખૂબ જ ગર્વની વાત છે. છેલ્લા 10 દિવસથી અનંતની પદયાત્રામાં સામેલ તમામ યુવાનો આપણી સંસ્કૃતિ, વારસાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે તે અનંતને શક્તિ પ્રદાન કરે.’










