gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in Business
0 0
0
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meta Layoff: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની ‘મેટા પ્લેટફોર્મ્સ’એ આખી દુનિયાને ચોંકાવી દેનારો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના કુલ કર્મચારીઓમાંથી આશરે 10% એટલે કે 8,000 જેટલા કર્મચારીઓની સામૂહિક છટણી (Layoffs) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વભરના કર્મચારીઓને આંચકો આપનારી આ છટણીની શરૂઆત સિંગાપોર હબથી થઈ છે, જ્યાં કર્મચારીઓને સવારે 4 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 1:30 વાગ્યે) ઈમેઇલ મોકલીને નોકરીમાંથી મુક્ત કરી દેવાયા હતા.

પહેલાં આપ્યો વર્ક ફ્રોમ હોમનો આદેશ, પછી શરૂ કરી છટણી

મેટા કંપનીએ આ આખી છટણી ખૂબ જ ગુપ્ત અને શાંતિપૂર્વક આટોપી લેવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. કંપનીએ યુએસ અને બ્રિટન સહિતના તમામ કર્મચારીઓને અગાઉથી જ કહી દીધું હતું કે તેઓ આજે ઑફિસે ન આવે અને ‘વર્ક ફ્રોમ હોમ કરે. ઑફિસમાં કોઈ હોબાળો ન થાય, કર્મચારીઓ વચ્ચે કોઈ ચર્ચા ન થાય અને કોઈ વિરોધ પ્રદર્શન ન જોવા મળે, તે માટે આ વ્યૂહનીતિ અપનાવાઈ હતી. કર્મચારીઓ ઘરે બેઠા હતા ત્યારે જ જુદા-જુદા ટાઇમ ઝોન પ્રમાણે તેમના ઈમેઇલ પર નોકરીમાંથી કાઢી મૂકવાના મેસેજ આવવા લાગ્યા હતા.

AI પાછળ $145 બિલિયન ડૉલરનો જંગી ખર્ચ

આ છટણી પાછળ કંપનીનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ વળવાનો છે. મેટા પાસે આ પ્રક્રિયા પહેલાં 78,000 કર્મચારીઓ હતા. હવે કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલના જણાવ્યા અનુસાર, 7,000 કર્મચારીઓને નવી AI ટીમોમાં શિફ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીમાં મેનેજરોના લેયર ઓછા કરવામાં આવી રહ્યા છે અને નાની ટીમો બનાવવામાં આવી રહી છે જે ઝડપથી કામ કરી શકે. આ સિવાય બીજા 6000 નવી જગ્યા ભરવાનું પણ કંપનીએ આયોજન કર્યું હતું, તે પણ રદ કરાયું છે. આ છટણીની સૌથી મોટી અસર એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમો પર પડી છે. માર્ક ઝુકરબર્ગે હવે AIને પોતાની મુખ્ય પ્રાથમિકતા બનાવી દીધી છે અને કંપની આ વર્ષે AI પાછળ $125થી $145 બિલિયન ડૉલરનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો: 8 વર્ષમાં લિથિયમની આયાત દસ ગણી વધી

AI સિસ્ટમને ટ્રેન કરવા માઉસ અને કીબોર્ડનું ટ્રેકિંગ

કંપનીમાં છટણીના સત્તાવાર સમાચાર લીક થતાં જ કર્મચારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાઈ ગયો હતો. આ આઘાતજનક સમાચાર મળતાં જ કેટલાક કર્મચારીઓ તો સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ ઑફિસમાંથી ફ્રી સ્નેક્સ અને લેપટોપના ચાર્જર જેવી વસ્તુઓ ભેગી કરવા લાગ્યા હતા.

બીજી તરફ, આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવ્યો હતો કે કંપની પોતાના એક નવા ઇન્ટરનલ ટૂલ દ્વારા કર્મચારીઓની દરેક ગતિવિધિ પર ગુપ્ત નજર રાખી રહી છે. આ ટૂલની મદદથી કર્મચારીઓના માઉસના હલનચલન અને કીબોર્ડના કી-સ્ટ્રોક્ (ટાઇપિંગની સ્પીડ અને પેટર્ન)નું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભવિષ્યમાં AI સિસ્ટમને ટ્રેન કરી શકાય.

કંપની દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની જાસૂસીનો કર્મચારીઓએ અંદરખાને ભારે વિરોધ કર્યો હતો. પોતાની પ્રાઇવસી જોખમાતી જોઈને કંપનીના 1000થી વધુ કર્મચારીઓએ એકઠા થઈને આ સિસ્ટમ સામે એક વિરોધ પિટિશન સાઇન કરી હતી.

માત્ર મેટા જ નહીં, આખી ટેક દુનિયામાં ચાલી રહી છે છટણી

નોકરીઓ કાપવાનો આ ટ્રેન્ડ માત્ર મેટા પૂરતો સીમિત નથી, પરંતુ આખી આઈટી ઇન્ડસ્ટ્રીમાં આ પેટર્ન જોવા મળી રહી છે:

Cisco Systems: ગયા અઠવાડિયે જ 4,000 કર્મચારીની છટણી કરવામાં આવી હતી.

Oracle: એપ્રિલ મહિનામાં વહેલી સવારે ઈમેઇલ મોકલીને આશરે 20,000થી 30,000 કર્મચારીઓની છટણી કરી.

અન્ય કંપનીઓ: માઇક્રોસોફ્ટ, એમેઝોન, ડિઝની અને ASMLએ પણ મોટા પાયે છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ(Voluntary Exits)ની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઈલ 110$ ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે

આ કામચલાઉ મંદી નથી, કાયમી બદલાવ છે: એક્સપર્ટ્સનો દાવો

RedoQ કંપનીના સીઇઓ દિપલ દત્તાએ આ સ્થિતિ અંગે વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે, ‘આ કોઈ અસ્થાયી આર્થિક મંદી કે સુધારો નથી, પરંતુ આઇટી સેક્ટરમાં આવેલો કાયમી અને માળખાકીય બદલાવ છે. જનરેટિવ AI અને ઓટોમેશનના કારણે સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડેટા મેનેજમેન્ટ જેવા રોજિંદા કામો હવે મશીનો કરવા લાગ્યા છે. તેથી, માત્ર કર્મચારીઓની સંખ્યા વધારીને કંપનીનો ગ્રોથ કરવાની જૂની ફોર્મ્યુલા હવે ખતમ થઈ ગઈ છે.’

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ‘હવે ભવિષ્યમાં માત્ર સામાન્ય કોડિંગ લખનારા લોકોની જરૂર નથી, પરંતુ એવા પ્રોફેશનલ્સની જરૂર પડશે જેઓ જટિલ AI સિસ્ટમ્સની ડિઝાઇન અને આર્કિટેક્ચર સમજી શકતા હોય. ભવિષ્યમાં ટકી રહેવા માટે કર્મચારીઓએ માત્ર ઓપરેટર બનવાને બદલે AI યુગના સિસ્ટમ કંડક્ટર (સંચાલક) બનવું પડશે.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen...

જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ…

જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ...

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest…

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

10 months ago
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

4 months ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

11 months ago
યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News