અમદાવાદ, બુધવાર
ગોમતીપુરમાં મહિલાએ પરિવારની જાણ બહાર પડોશીને અડધુ મકાન વેચી દીધું હતું જેને લઇને મકાન માલિકના દિકરા અને વેચાણ વચ્ચે મારા મારી થઇ હતી જેથી મકાન માલિક ડરના માર્યા તાળું મારીને જતા રહ્યા હતા. તેવામાં મકાન વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારજનોના નામની ચિઠ્ઠી લખી હતી. તેવામાં મકાન વેચાણ લેનારે યુવકના રૃમનું તાળું તોડીને સામાન ઘર બહાર ફેંકી દીધો હતો ફરિયાદી યુવકની માતા મકાનમાં સામાન લેવા જતાં ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પડોશી મહિલા સહીત સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મકાનને તાળુ મારીને ગયા પછી વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારના નામની ચિઠ્ઠી લખી, સામાન લેવા જતાં ધમકી આપી
ગોમતીપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા યુવક તથા ગોમતીપુરમાં પડોશમાં રહેતી મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવકના પિતાનું બે માળનું મકાન હતું. દોઢ વર્ષ પહેલા યુવકની માતાએ મકાન વેચવાની વાત કરતાં ફરિયાદીએ ના પાડી હતી. જેથી માતા અને દિકરા વચ્ચે તકરાર થતાં સામ સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવકની માતાએ તેની જાણ બહાર પડોશી મહિલાને મકાનનો ગ્રાઉન્ડ ફ્લોરનો હિસ્સો વેચી દીધો હતો.
ત્યારબાદ મકાનના ઉપરના માળે ફરિયાદી રહેતો હતો તેને મકાન ખાલી કરાવવા માટે મકાન વેચાણ લેનાર અને ફરિયાદી માતા પણ તકરાર કરતી હતી એટલું જ નહી મકાન વેચાણ લેનાર સાથે મારા મારી થઇ હતી જેની ફરિયાદ થતાં ડરના માર્યા ફરિયાદી મકાનને તાળુ મારીને જતા રહ્યા હતા. બીજીતરફ મકાન ખાલી કરીને ગયા પછી મકાન વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારજનોના નામની ચિઠ્ઠી લખી હતી તેવામાં મકાન વેચાણ લેનારે યુવકના રૃમનું તાળું તોડીને સામાન ઘર બહાર ફેંકી દીધો હતો ફરિયાદી યુવકની માતા મકાનમાં સામાન લેવા જતાં ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પડોશી મહિલા સહીત સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










