gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, બુધવાર

આયકર વિભાગની AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈને હવે બેંક ખાતાઓ પર નજર રાખી રહી છે. બેન્કના બચત ખાતામાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના છે. જો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો હોવા છતાં વધારે સિલક-બેલેન્સ દેખાય તો પણ આવકવેરા વિભાગ તમારા નાણાંના સ્ત્રોત અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગથી વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢયા છે જેમાં વ્યક્તિઓએ અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલા નાણાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.

જો પગારના ખાતાંમાંથી તમારા ખર્ચા ઓછા થતા હોય અને તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ઊંચો બેલેન્સ છે, તો આવકવેરા વિભાગ તમારા નાણાં ક્યાંથી આવ્યા તેની પૂછપરછ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અનેક કિસ્સાઓ પકડી આવકવેરા વિભાગને પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાઓમાં વ્યક્તિઓએ મોટી રકમ બેન્કમાં જમા કરી હતી, પણ ખર્ચ માટે ખૂબ જ ઓછા નાણાંનો ઉપાડ કર્યો હતો.

આવકવેરા વિભાગે તપાસ અને ડેટા એનાલિસિસ- એકત્રિત થયેલી માહિતીનું વિશ્લેષણ કર્યું તેના પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખાતાધારકો વર્ષોથી પગારના ખાતામાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે નોટિસ મોકલવામાં આવી, ત્યારે ઘણા લોકોએ રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૃરિયાતો માટે પૈસા ક્યાંથી આવતાં તે સમજાવી શક્યા ન હતા. બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ ઓછો હતો. પરિણામે આવકવેરા અધિકારીઓએ માની લીધું હતું કે આ પ્રકારના કરદાતાઓ ગુપ્ત કે અઘોષિત આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચ કરવા માટે કરી રહ્યા હતા. આ નાણાં તેમની આવકમાં બતાવતા જ નહોતા. આમ તેઓ જાહેર ન કરેલી આવકના નાણાંનો એટલે કે બ્લેક મનીનો ઉપયોગ કરી રહ્યા હતા. આવકવેરા વિભાગે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસો મોકલવા માંડી છે.

આવકવેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલેથી આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી. તેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે આ રીતરસમો પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક કરદાતા મહિનાનો પગાર મેળવે છે. તેની સાથે ભાડે આપેલા ઘરના ભાડાંની આવક પણ ધરાવે છે. આ કરદાતા ભાડું રોકડેથી લઈને તેના આવકવેરાના રિટર્નમાં ભાડાંની આવક બતાવતો જ નથી. આવકવેરાના કાયદા હેઠળ ભાડાંની આવક જાહેર કરવી ફરજિયાત છે.

આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે  આવકવેરા વિભાગ હવે આવા સેવિંગ્સ એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિસ્ટમ પાન કાર્ડ સાથે જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરે જ છે. આ વિશ્લેષણ કરીને  એવા ખાતાઓ શોધે છે, જેમાં જમા રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાની આવકના ૩૦-૪૦ ટકા જેટલો ભાગ જીવન જરૃરિયાતો માટે ખર્ચે છે. જો કરદાતા બેન્કના ખાતામાંથી ઉપાડ ઓછો કરતા હોય તો તે ખાતાને તપાસ માટે પસંદ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત દેખરેખથી આવકવેરા વિભાગ હવે જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…

ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi...

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો'

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

8 months ago
3 વર્ષમાં 1500 બાળકોના જીવ બચાવ્યાં… કોણ છે એ મહિલા જેને ભારત સરકારે આપ્યું રેલવેનું સૌથી મોટું સન…

3 વર્ષમાં 1500 બાળકોના જીવ બચાવ્યાં… કોણ છે એ મહિલા જેને ભારત સરકારે આપ્યું રેલવેનું સૌથી મોટું સન…

7 months ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

8 months ago
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News