અમદાવાદ, બુધવાર
સોશિયલ મિડિયાના સદ ઉપયોગના બદલે દૂર ઉપયોગ વધી સાયબર ગઠિયા લોકોને છેતરીને રૃપિયા પડાવવા નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે.ખોખરામાં રહેતી અને સરકારી કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી યુવતીને અજાણી વ્યક્તિએ બેન્કમાંથી બોલું છું કહીને ફોન કરીને કેવાયસી વેરીફિકેશન કરવાનું કહીને લિંક મોકલી હતી અને યુવતીના ખાતામાંથી ટુકડે ટુકડે રૃા. ૧.૨૬ લાખ કાઢી લીધા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેન્કમાંથી બોલું છું કહીને સાયબર ગઠિયાએ ક્રેડીટ કાર્ડની સેફટી માટે કાર્ડ અપગ્રેડ કરવાના બહાને વિગતો મેળવી ટુકડે ટુકડે રૃપિયા કાઢી ખાતું ખાલી કર્યું
ખોખરામાં ઝોનલ ઓફઇસ સામે શ્રીરામ કૃપા ખાતે રહેતી અને સરકારી ઓફિસમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતી યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નાંેધાવી છે કે વર્ષ પહેલા તેમને અજાણી વ્યકિતેએ ફોન કરીને બેન્કમાંથી બોલું છું કહીને કેવાયસી વેરીફિકેશન માટે ફોેન કર્યો છે જેમાં તમારા ક્રેડિટ કાર્ડની સેફટી માટે કાર્ડ અપગ્રેડ કરવું પડશે કહીને લિંક મોકલી હતી.
એટલું જ નહી બેન્કની તથા ક્રેડિટ કાર્ડને લગતી વિગતોની ખરાઇ કરી હતી ત્યારબાદ યુવતીના ખાતામાંથી ટુકડે ટુકડે રૃા. ૧.૨૬ લાખ કાઢી લીધા હતા મેસેજ આવતા છેતરપીંડીની જાણ થઇ હતી. આ ઘટના અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










