gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in Business
0 0
0
રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી

– ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધણધણ્યું

– સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 75,365 અને નિફ્ટી 345 પોઇન્ટ ગબડીને 22,904ની સપાટીએ

– ટૂંક સમયમાં ફાર્મા ક્ષેત્રે ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાતની પણ બજાર પર અસર

અમદાવાદ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા અનેક દેશો ઉપર ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીન દ્વારા વળતા પ્રહારમાં ૩૪ ટકા જેટલા ટેરિફ લાદવાનો નિર્ણય લેવા સહિતના અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી હાથ ધરાયેલ ભારે વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૯૩૧ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૩૪૫ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

ટ્રમ્પ દ્વારા ટેરિફના અમલ બાદ ગઈ રાત્રે અમેરિકી શેરબજારમાં ગાબડા પડયા બાદ આજે ચીન દ્વારા અમેરિકાથી થતી આયાત ઉપર ૩૪ ટકા ટેરિફ તા. ૧૦ એપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય લેતા બજારનું મોરલ ખરડાયું હતું. આ ઉપરાંત ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવાના નિવેદનની પણ બજાર પર અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની સાથે ઓપરેટરો, ખેલાડીઓ તેમજ ફંડો દ્વારા મોટા પાયે વેચવાલી હાથ ધરાતા મેટલ, ફાર્મા., આઇ.ટી. સહિતના અન્ય શેરોમાં ધબડકો બોલી ગયો હતો જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૩૩૦.૬૭ પોઇન્ટ તૂટીને ૭૫,૩૬૪.૬૯ અને નિફ્ટી ૨૩૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૩૪૫.૬૫ પોઇન્ટ તૂટીને ૨૨,૯૦૪.૪૫ની સપાટીએ નરમ રહ્યો હતો.

વેચવાલીના દબાણે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૯.૯૯ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૦૩.૩૪ લાખ કરોડ રહ્યું હતું. આજે સ્મોલ મિડકેપ શેરોમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા ઝડપી ગાબડા નોધાયા હતા.

નાસ્ડાક 827 પોઇન્ટ ઘટીને 15726.76 થયો

ટ્રમ્પના લીધે અમેરિકન બજારમાં સુનામી : ડાઉ 1855 પોઇન્ટ ડાઉન

– ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફથી વર્ષે 600 અબજ ડોલર કમાવવાના હતા તેનાથી વધુ રકમ બે દિવસમાં સાફ

વોશિંગ્ટન : ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના પગલાંએ અને તેને આપવામાં આવેલા વળતા જવાબે વૈશ્વિક બજારની સાથે અમેરિકન શેરબજારમાં પણ સુનામી આણી છે. ગઇકાલના ૧,૪૦૦ પોઇન્ટ ડાઉન થયા પછી આજે એટલે કે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ડાઉ સળંગ બીજા દિવસે ખાબક્યો હતો અને ૧,૮૫૫ પોઇન્ટ એટલે કે સાડા ચાર પોઇન્ટથી પણ વધારે ડાઉન થયો હતો. 

આ સિવાય નાસ્ડેક ૮૨૭ પોઇન્ટ એટલે કે પાંચ ટકા જેટલો ઘટીને ૧૫,૭૨૬.૭૬ જેટલો ડાઉન હતો. સોનું પણ ૨.૬૫ ટકા એટલે કે ૮૩ ડોલર ઘટીને ૩૦૨૯ ડોલર થઈ ગયું હતું. જ્યારે ક્રૂડ ઓઇલ ૮ ટકા જેટલું ઘટીને ૬૧.૬૫ ડોલર થઈ ગયું હતું. આ સિવાય એસજીએસ નિફ્ટી પણ ૪૦૦ પોઇન્ટ ડાઉન હતો.  

અમેરિકાએ લાદેલા ૩૪ ટકા રેસિપ્રોકલ ટેરિફના જવાબમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે પણ અમેરિકાની બધી પ્રોડક્ટ્સ પર ૩૪ ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીન અમારા પગલાંથી ગભરાઈ ગયું છે અને તેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. આમ કેનેડાએ ૨૫ ટકા એને ચીને ૩૪ ટકા રેસિપ્રોકલ ટેક્સ અમેરિકા પર લાદતા ટ્રેડ વોર શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે.

શુક્રવારે ટેકનોલોજી શેરોનો જાણે બધો કસ નીકળી ગયો હોય તેવી સ્થિતિ હતી. આઇફોન ઉત્પાદક એપલનો શેર પાંચ ટકાથી વધુ ઘટયો હતો. તેણે સપ્તાહમાં દસ ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોરચે અગ્રણી કંપની એનવિડિયાના શેર સાત ટકા ઘટયા હતા. ટેસ્લા દસ ટકા ઘટયો હતો. આ ત્રણેય કંપનીઓ ચીનમાં જબરદસ્ત હિસ્સેદારી ધરાવે છે. તેથી બૈજિંગે લાદેલી વળતી ડયુટીના લીધે આ ત્રણેય કંપનીઓ પર જબરદસ્ત અસર પડશે. ટેકનોલોજી કંપનીઓ ઉપરાંત ચીનમાં સૌથી મોટા નિકાસકાર બોઇંગ અને કેટરપિલરને પણ ફટકો પડવાની સંભાવનાએ ડાઉ વધુ નીચે ગયો હતો. 

આમ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ નાખીને અમેરિકન ઇકોનોમીને વર્ષે જે ૬૦૦ અબજ ડોલર કમાઈ આપવાના હતા તેનાથી પણ વધારે મૂલ્યનું ધોવાણ ફક્ત બે દિવસમાં જ અમેરિકન શેરબજારમાં થઈ ગયું છે. બે દિવસમાં ડાઉ જોન્સ ત્રણ હજારથી પણ વધુ પોઇન્ટ નીચે આવ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે
Business

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

May 22, 2026
યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war p…
Business

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war p…

May 22, 2026
ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels
Business

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

May 22, 2026
Next Post
ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider ...

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં 'પેરેલિસીસ' | US imposes 26% tariff on lo...

મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi…

મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

4 months ago
સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel…

સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel…

3 months ago
મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ | Manipur Viole…

મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ | Manipur Viole…

1 month ago
દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News