gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara GPCB : વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર દુર્ગંધની ફરિયાદો ઉઠતા પર્યાવરણને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે. અનેક નાગરિકોએ આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની રજૂઆતો કરી છે.

હાલ જીપીસીબી દ્વારા દિવસ-રાત પર્યાવરણ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રદૂષણના સંભવિત સ્ત્રોતો શોધવા માટે ખાસ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. સાથે જ પીસીસી એરિયા હેઠળ આવતી ઉદ્યોગ એકમોને એડવાઈઝરી જાહેર કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ મુદ્દે ગઈકાલે જીપીસીબીની હેડ ઓફિસ ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીસીસી એરિયાની ઉદ્યોગ એકમોના અધિકારીઓ તેમજ Nandesari Industries Association ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉદ્યોગોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.

જીપીસીબીના સૂત્રો અનુસાર આ સમસ્યા કોઈ એક કંપનીના કારણે નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ વસાહતમાં થતી વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને કેમિકલ પ્રક્રિયાઓના સંયુક્ત પ્રભાવને કારણે સર્જાતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી સમગ્ર વિસ્તારની ઉદ્યોગ એકમોને સાથે લઈને પ્રદૂષણ નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ખાસ કરીને નંદેશરી વિસ્તારમાં બેચ ઓપરેશન ચલાવતી કેટલીક ઉદ્યોગ એકમોને બપોર પછી કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આવા એકમોને સવારથી બપોર સુધી જ કામગીરી કરવાની રહેશે. અધિકારીઓના મતે બપોર પછી થતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે સાંજના સમયે કેમિકલ ગેસ અથવા દુર્ગંધવાળા તત્વો વાતાવરણમાં ફેલાઈને આસપાસના રહેણાંક વિસ્તારોમાં અસર પહોંચાડતા હોઈ શકે છે. તેથી આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સમયબદ્ધ નિયંત્રણ લાદવામાં આવ્યું છે.

જીપીસીબીએ કુલ સાત ઉદ્યોગ એકમો અને નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને સત્તાવાર એડવાઈઝરી જારી કરી છે. સાથે જ એસોસિએશન મારફતે નાની ઉદ્યોગ એકમોને પણ કેટલીક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ રાખવા જણાવાયું છે. જો સૂચનાઓનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવાની અંતિમ ચેતવણી પણ આપવામાં આવી છે.

હાલમાં જીપીસીબીની ખાસ ટીમ રાત્રિના સમયમાં ઉદ્યોગ વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે. જો રાત્રે દુર્ગંધની ફરિયાદ આવે તો કોઈ ઉદ્યોગમાં ગેરરીતે કામગીરી ચાલી રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલીના સ્ટાર રેસીડેન્સી વિસ્તારમાં પણ દુર્ગંધની ફરિયાદ મળી છે. જેને ધ્યાનમાં રાખીને ત્યાં એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઈલ વાન 24 કલાક માટે મુકવામાં આવી છે જેથી હવાની ગુણવત્તા અને પર્યાવરણની સ્થિતિનું સતત નિરીક્ષણ થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…

ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |...

LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી…

LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી...

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો ‘સ્માર્ટ’ પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે | …

રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો ‘સ્માર્ટ’ પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે | …

8 months ago
ઇસનપુર ડિમોલિશનઃ 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા | ahmedabad polic…

ઇસનપુર ડિમોલિશનઃ 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા | ahmedabad polic…

10 months ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

4 months ago
ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News