![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષના બાકી રહેલા વેરામાં વ્યાજ માફી યોજનામાં કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડકાઇથી કામગીરી કરવામાં આવતી હોવા છતાં મિલ્કતો બંધ રહેતી હોવાના કારણે, કોર્ટ કેસ, લીકવીડેશન, રેવન્યુ દાવા જેવા વિવિધ કારણોસર વેરા વસુલ કરવાના બાકી રહે છે. જેથી આવી મિલકતોના બાકી વેરાની વસૂલાત થાય અને ખાતા સેટલ થતા જાય તે માટે પાછલા બાકી વેરામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે.
વડોદરા મ્યુ. કોર્પોરેશને મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે વ્યાજ વળતર યોજના તા. 7 નવેમ્બરથી 31 માર્ચ સુધી અમલમાં મૂકી છે. આ યોજના મુજબ, ભાડા આકારણી પદ્ધતિ માટે મ્યુ. કોર્પોરેશનનો તારીખ 1 એપ્રિલ 2003 સુધીનો મિલકત કર એક સાથે ભરે તો આ યોજનાનો લાભ મળશે. બાકી મિલકત વેરા પેટે ની વ્યાજની રકમમાં ૧૦૦ ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે તથા વેરા બિલમાં ફક્ત વ્યાજની રકમ બાકી હોય તો આ વ્યાજની રકમમાં પણ 100 ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે આપવામાં આવશે. રિટર્ન થયેલા ચેક ની ડિમાન્ડ ચઢાવેલી હશે તો તેને પણ વ્યાજની રકમમાં આ યોજનાનો લાભ મળી રહેશે. પરંતુ રિટર્ન ચેક અંગે નિયમથી વસૂલ કરવા પાત્ર ચાર્જ અલગથી વસૂલ કરાશે. એ જ પ્રમાણે ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ યોજના મુજબ, રહેણાંક મિલકતોની પાછલી બાકી રકમ પર ચઢેલ વ્યાજની રકમમાં 80 ટકા અને બિન રહેણાંકમાં 60 ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે આપવામાં આવશે. વર્ષ 2024-25 સુધીના મિલકત વેરાના બિલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો તેવા કરદાતાઓને પણ આ યોજનાનો લાભ મળી રહેશે. વર્ષ 2003-04 થી વર્ષ 2025-26 સુધીના મિલકત વેરાની રકમ પૂરેપૂરી કરે તો તેઓને આ રિબેટ યોજનાનો લાભ મળશે.










