gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad LCB: વલસાડ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન જુગારના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વલસાડ એલસીબી સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરતા બલીઠા, કોળીવાડ, ડુંગર ફળિયા, નવી નગરી સામે આવેલી એક બિલ્ડિંગના ત્રીજા માળેથી ઓનલાઈન જુગાર રમતા 21 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ રૂ. 6,42,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ એલસીબીના પીએસઆઇ જે.જી. પરમાર અને એલસીબી સ્ટાફના પોલીસકર્મીઓ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એલસીબી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ મહેન્દ્રસિંહ સિસોદીયા અને હિતેષ હમલભાઈ ચાવડાને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે વાપીના નવી નગરી સામે, અશોકભાઈ નમુભાઈની ચાલીના ત્રીજા માળે આવેલા એક રૂમમાં દરોડો પાડવામાં આવ્યા હતા. 

અહીં આરોપીઓ ઓનલાઈન વેબસાઈટ-એપ્લિકેશનો પર અલગ અલગ ઓનલાઈન રમતો દ્વારા ગ્રાહકોને ઓનલાઇન જુગાર રમાડી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર માટે ઉપયોગમાં લેવાયેલ કોમ્પ્યુટરો, લેપટોપ, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ, પાસબુક, ખુરશી, ડી.વી.આર., સી.સી.ટી.વી. કેમેરા, સ્માર્ટ ટી.વી. અને વાઈફાઈ રાઉટર સહિતનો  રૂ. 6,42,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછમાં થયા મોટા ખુલાસા

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વોન્ટેડ આરોપીઓ ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ (બંને રહે. બલીઠા, કોળીવાડ, તા. વાપી જી.વલસાડ) ના નામ સામે આવ્યા છે. આ બંને આરોપીઓ અન્ય પકડાયેલા આરોપીઓને માસિક પગારે નોકરી પર રાખી, રહેવા-જમવાની અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી પોતાની માલિકીની ત્રણ માળની બિલ્ડીંગના ત્રીજા માળે આ જુગારધામ ચલાવી રહ્યા હતા.

વોટ્સએપ નંબરો પર કસ્ટમરોનો સંપર્ક કરવામાં આવતો હતો

આરોપી અભિષેક યાદવ મેનેજર તરીકે કામ કરતો અને બધાની દેખરેખ રાખતો હતો. અભિષેક યાદવ અને ધીરલ પટેલ મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને આ ઓનલાઈન જુગાર ચલાવતા હતા. મોબાઈલ ફોનમાં કાર્યરત વોટ્સએપ નંબરો પર કસ્ટમરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને તેમની માંગણી મુજબ અલગ અલગ એપ્લિકેશનોના આઈ.ડી. પાસવર્ડ બનાવી ઓનલાઈન માધ્યમથી પૈસા લઈ કસ્ટમરોની આઈ.ડી.માં કોઈન જમા કરવામાં આવતા હતા.

ગ્રાહકો ક્રિકેટ, ફૂટબોલ, કસિનો જેવી અલગ અલગ રમતો જેમ કે તીનપતી, ડ્રેગન ટાઈગર, એવીયેટર, ગોલ્ડ, 11 એક્સપ્લે, લેસર 247, મારિયો, લક્ષબેટ, વજીર, કે.ડી. એક્સચેન્જ જેવી રમતો પર પૈસાથી હારજીતના સોદાઓ લગાવી જુગાર રમતા હતા. હારજીતના પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ/વિડ્રોલ કરવામાં આવતા હતા. જો કોઈ ગ્રાહક પૈસા જીતે તો વિડ્રોલ કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આપતા હતા. ત્યારબાદ ગ્રાહકના એકાઉન્ટ નંબર વગેરેની માહિતી મેળવી માંગણી મુજબ પૈસા વિડ્રોલ કરવામાં આવતા હતા.પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી 21 આરોપીઓની ધરપકડ કરી છે.

કબજે કરેલો મુદામાલ

કોમ્પ્યુટરો તથા લેપટોપ નંગ-24 કિં.રૂ.2,47,000/-

મોબાઇલ ફોન નંગ-78 કિં.રૂ.3,21,500/-

એ.ટી.એમ. કાર્ડ નંગ-67

બેન્કની પાસબુક નંગ-49 

ખુરશી નંગ-19 કિં.રૂ.9,500/-

ડી.વી.આર. નંગ-1 કિં.રૂ.5,000/-

સી.સી.ટી.વી. કેમેરા નંગ-04 કિં.રૂ.2,000/-

સ્માર્ટ ટી.વી. નંગ-02 કિં.રૂ.50,000/-

વાઇફાઇ રાઉટર નંગ-07 કિં.રૂ.7,000/-

કુલ કિંમત રૂ.6,42,000/-

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am...

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: ‘હજુ તપાસ પૂર્ણ નથી થઈ’, પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: 'હજુ તપાસ પૂર્ણ નથી થઈ', પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A...

VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla…

VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci…

VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci…

10 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…

3 months ago
વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

10 months ago
વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News