![]()
વડોદરા,મોડીરાતે બે વાગ્યે વિશ્વામિત્રી બ્રિજ પર મોપેડ સવાર યુવકને ધમકાવીને બાઇક પર આવેલા બે આરોપીઓ ધમકાવી રોકડા ૮,૨૬૦ લૂંટીને ભાગી ગયા હતા.
અકોટા નવી ચાલીમાં રહેતો જીતેન ઘનશ્યામભાઇ બારિયા જેતલપુર ઇન્ડિયા બુલ મોલમાં ઇન્ટીગ્રીટી ઇન્ફાબીલ્ટ ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૫ મી તારીખે ૧૦ વાગ્યે હું જમીને ઘરેથી માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પરથી સફલ આઇકોન તરફ આવેલા ગ્રાઉન્ટ પર ક્રિકેટ રમવા માટે ગયો હતો. ક્રિકેટ રમીને રાતે બે વાગ્યે ઘરે જવા નીકળ્યો હતો.વિશ્વામિત્રી બ્રિજ પરથી જતા સમયે મારા મોપેડના પાછળા ટાયરમાં અવાજ આવતા મેં મોપેટ ઉભું રાખ્યું હતું. હું હવા ચેક કરતો હતો. તે દરમિયાન બે બાઇક સવાર આવ્યા હતા. અહીંયા તું શું કરે છે, ક્યાંથી આવ્યો અને ક્યાં જાય છે ? તેવું કહીને મને ધમકાવી મારા મોપેડની ડીકીમાંથી રોકડા ૮,૨૬૦ કાઢી લીધા હતા. હું ગભરાઇ ગયો હોઇ મોપેડ લઇને ચકલી સર્કલ જતો રહ્યો હતો. મેં આ અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરી હતી.










