gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Warner Brothers Discovery And Netflix Deal : મનોરંજન ઉદ્યોગમાં હાલમાં એક ઐતિહાસિક સોદો થઈ રહ્યો છે. વિશ્વની અગ્રણી સ્ટ્રીમિંગ સેવા ‘નેટફ્લિક્સ’ દ્વારા પારંપરિક મીડિયા જગતની દિગ્ગજ કંપની ‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ને 72 અબજ ડોલર (લગભગ 6490 અબજ રૂપિયા)માં ખરીદવા માટેનો કરાર કરાયો છે. આ સોદો ફિલ્મ અને સ્ટ્રીમિંગ ઉદ્યોગનો ઇતિહાસ બદલી શકે એવો છે, પરંતુ તેની સાથે જ વિવાદ અને નિયમનકારી ચિંતાઓ પણ સામે આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ‘આ સોદો સમસ્યા બની શકે છે’ એવી ચેતવણી આપી છે. ચાલો, એનું કારણ સમજીએ.

સોદાનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય

આ સોદા અંતર્ગત વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ‘ફિલ્મ સ્ટુડિયો’, તેના મૂલ્યવાન ‘આઈપી’ (બૌદ્ધિક સંપદા) અને તેના પ્રખ્યાત સ્ટ્રીમિંગ નેટવર્ક ‘HBO’ અને ‘Max’ નેટફ્લિક્સની માલિકીના થઈ જશે. આનો અર્થ એ થશે કે ‘હેરી પોટર’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘લૂની ટ્યુન્સ’, ‘ધ મેટ્રિક્સ’, ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી વિશ્વ-વિખ્યાત ફ્રેન્ચાઇઝી અને એના ચરિત્રો હવે નેટફ્લિક્સના પ્લેટફોર્મ પર પહોંચી શકશે. આ કરારનો મુખ્ય હેતુ સ્ટ્રીમિંગ યુગમાં ગ્રાહકોને એક જ સ્થાને વિવિધતાભર્યું મનોરંજન આપવાનો છે. 

ટ્રમ્પે શા માટે ચિંતા વ્યક્ત કરી? 

રવિવારે વોશિંગ્ટન ડી.સી. ખાતે એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સોદા પ્રત્યે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મનોરંજન જગતમાં નેટફ્લિક્સ પહેલેથી જ ‘મોટો બજાર હિસ્સો’ ધરાવે છે અને વોર્નર બ્રધર્સ સાથે થવા જઈ રહેલા મર્જરને લીધે તે વધુ મોટી ‘જાયન્ટ’ બની જશે, જે ‘સમસ્યા બની શકે એમ છે’. આવા મોટા સોદાને લીધે કોઈપણ ઉદ્યોગમાં મોનોપોલી સર્જાતી હોય છે, જે સારી વાત નથી. આ સોદાને મંજૂરી આપવી કે નકારવો એના નિર્ણયમાં હું વ્યક્તિગત રીતે સામેલ થઈશ.

શું ડોનાલ્ડ ટ્રમ્પને આ સોદો અટકાવવાની સત્તા છે?

  • ટ્રમ્પ ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, પણ તેઓ સ્વેચ્છાએ આ સોદાને સીધી રીતે અટકાવી શકે એવો કાયદેસર અધિકાર તેમને નથી. અલબત્ત, તેઓ આ સોદા માટેની કાનૂની પ્રક્રિયાને અસર કરી શકવા સક્ષમ છે. કઈ રીતે?
  • આ સોદાને મંજૂરી આપવી કે નહિ તે અમેરિકાના ન્યાય વિભાગ (DOJ – ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) અને ક્યારેક FTC (ફેડરલ ટ્રેડ કમિશન) દ્વારા થતી ‘એન્ટીટ્રસ્ટ સમીક્ષા’થી નક્કી થાય છે. એન્ટીટ્રસ્ટ સમીક્ષા એટલે બજારમાં મોનોપોલી (એકહથ્થું વર્ચસ્વ) અટકાવવા અને કંપનીઓ વચ્ચે ન્યાયસંગત સ્પર્ધા જાળવવાનો કાયદો.
  • રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ એન્ટીટ્રસ્ટના અમલીકરણને કડક બનાવવા, અધિકારીઓની નિયુક્તિમાં ફેરફાર કરવા અને સમીક્ષા પર રાજકીય દબાણ વધારવા માટે સક્ષમ છે. એટલે તેઓ સોદા માટે સીધી નહીં, પણ આડકતરી રીતે મોટી અડચણો ઊભી કરી શકે છે. જેમ કે, લાંબી તપાસ, કાનૂની પડકાર.
  • જો એમ સાબિત થાય કે આ મર્જરથી ગ્રાહકોને નુકસાન થઈ શકે એમ છે તો આ સોદો અટકાવી શકાય છે અથવા એમાં મોટા ફેરફારો (જેમ કે, શરતો સાથેની મંજૂરી) કરવાની માંગ કરવામાં આવી શકે છે. 

લેખકો સોદાના વિરોધમાં છે 

અમેરિકન લેખકોના સંગઠન ‘યુનિયન રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા’ જેવા અમુક સંગઠનો પહેલેથી જ આ સોદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે એવો ડર વ્યક્ત કર્યો છે કે, આ મર્જરથી નોકરીઓ ખતમ થશે, કર્મચારીઓના વેતન પર દબાણ ઊભું થશે, ગ્રાહકો માટે સબ્સ્ક્રિપ્શન ફી વધશે અને સામગ્રીની વિવિધતા ઘટશે.

આ પણ વાંચો : ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી, સસ્તા ચોખાની ‘ડમ્પિંગ’નો આરોપ

મનોરંજન ઉદ્યોગ પર આવા સંભવિત પ્રભાવો પડી શકે છે

જો આ સોદો પાર પડશે તો તેના નીચે મુજબના દૂરગામી પરિણામો જોવા મળી શકે છે:

1.  મર્જરની લહેર ઉઠશે : આ મર્જરથી નેટફ્લિક્સનું કદ બેહિસાબ બધી જશે. એનું જોઈને Disney+, Amazon Prime Video, Paramount+ અને Apple TV+ જેવા એના સ્પર્ધકો પણ વધુ મજબૂત બનવા માટે નવા નવા મર્જર કરવા પ્રેરાય એવું બની શકે છે.

2.  સામગ્રીનું વિકેન્દ્રીકરણ : આ સોદો અન્ય સ્ટુડિયો અને સ્વતંત્ર નિર્માતાઓને તેમની સામગ્રી માટે વધુ સ્પર્ધાત્મક બોલી મૂકવા અથવા નવા પ્લેટફોર્મ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેથી મનોરંજન સામગ્રીનું વિકેન્દ્રીકરણ પણ થઈ શકે એમ છે.

3.  ગ્રાહકો અને કર્મચારીઓ પર અસર : ટૂંકા ગાળામાં, ગ્રાહકોને એક જ સ્થાને વધુ સામગ્રી મળવાનો ફાયદો થઈ શકે છે. પરંતુ લાંબા ગાળામાં, સ્પર્ધા ઘટવાથી ફી વધારો અને નવીનતા ઘટવાના જોખમો સર્જાઈ શકે એમ છે. કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને સરેરાશ વેતન પર દબાણ પડી શકે છે.

મનોરંજન ઉદ્યોગમાં નિર્ણાયક વળાંક આવશે? 

નવીન ટેકનોલોજી અને પારંપરિક મીડિયાના સંગમનું પ્રતીક એવો નેટફ્લિક્સ-વોર્નર બ્રધર્સ વચ્ચેનો આ સોદો સમગ્ર મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર નિર્ણાયક અસર પાડશે. નિયમનકારીઓ, રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના હિતધારકોએ સ્વસ્થ સ્પર્ધા, મનોરંજન સામગ્રીમાં વિવિધતાની ઉપલબ્ધતા અને ગ્રાહકોના હિતો જેવા મુદ્દાઓને આધારે આગળ વધવું પડશે. 

આ પણ વાંચો : ચીનમાં કંપનીએ છ હાથવાળો અને 360 ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…

‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા...

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar...

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

1 year ago
બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the…

બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the…

8 months ago
જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

7 months ago
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News