gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243 | Dismal weekend: Sensex falls 117 points to…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in Business
0 0
0
સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243 | Dismal weekend: Sensex falls 117 points to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેપો રેટ જાળવીને ફોરેક્સની કટોકટી ટાળવા એફઆઈઆઈ માટે લાલજાજમ બિછાવતું આરબીઆઈ

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી) દ્વારા આજે ધિરાણ નીતિ સમીક્ષાના અંતે રેપો રેટને હાલ તુરત જાળવી રાખવાનો નિર્ણય લેવાયા સામે દેશમાં ફોરેક્સ કટોકટી ન સર્જાય અને ક્રુડ ઓઈલના આયાત બિલની જોગવાઈ થતી રહે એ માટે ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો (એફઆઈઆઈઝ) માટે લાલજાજમ બિછાવીને સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર કેપિટલ ગેઈન ટેક્ષમાં રાહત આપવામાં આવ્યા છતાં આજે સપ્તાહના અંતે શેરોમાં સાવચેતી જોવાઈ હતી. ફંડોએ ઈરાન-અમેરિકા યુદ્વ ફરી શરૂ થવાના જોખમે અને ચોમાસાનું આગમન થઈ જવા છતાં નબળા ચોમાસાના અંદાજોએ સાવચેતીમાં મોટી ખરીદીના કમિટમેન્ટથી દૂર રહી હળવા થવાનું પસંદ કર્યું હતું. આરંભિક તેજી બાદ ઉછાળે મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં સેલિંગે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ રહી હતી. સેન્સેક્સ  ઉપરમાં ૭૪૭૧૭.૫૭ થઈ પાછો ફરી અંતે ૧૧૬.૬૭ પોઈન્ટ ઘટીને ૭૪૨૪૩.૩૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ  ઉપરમાં ૨૩૫૧૬.૩૫ સુધી જઈ અંતે ૪૯.૮૫ પોઈન્ટ ઘટીને ૨૩૩૬૬.૭૦ બંધ રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સ ૭૦૯ પોઈન્ટ ગબડયો : હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૭, નાલ્કો રૂ.૧૮, હિન્દાલ્કો રૂ.૩૩ તૂટયા

વૈશ્વિક નોન-ફેરસ મેટલના ભાવો સાથે સોના અને ચાંદીના ભાવોમાં તેજીના સતત વળતા પાણીએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ વધ્યું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૬.૭૫ તૂટીને રૂ.૫૬૭, નાલ્કો રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૩૯૫.૬૦, સેઈલ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૯૦.૪૫, હિન્દાલ્કો રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૧૦૯૨.૪૫, એનએમડીસી રૂ.૧.૭૧ ઘટીને રૂ.૯૨.૯૯, ટાટા સ્ટીલ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૨૦૬.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૧૧૮૧.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૧૨૮૪.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૦૯.૩૭ પોઈન્ટ ઘટીને ૪૩૨૧૨.૫૨ બંધ રહ્યો હતો. 

આઈટી શેરોમાં ફંડો સતત વેચવાલ : જીએનજી ઈલેક્ટ્રોનિક્સ, નેટબેબ, વિપ્રો, ટીસીએસ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોનું  પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું. જીએનજી ઈલેકટ્રોનિક્સ રૂ.૨૬.૨૫ તૂટીને રૂ.૪૨૦.૫૦, નેટવેબ રૂ.૨૭૦ ઘટીને રૂ.૪૬૬૫.૩૦, વિપ્રો રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૯૮.૩૫, એક્સેલ સોફ્ટ રૂ.૨.૦૭ ઘટીને રૂ.૮૫.૭૩, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૪૭૦.૫૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૨૭૫.૨૦, ટીસીએસ રૂ.૪૧.૩૫ ઘટીને રૂ.૨૧૯૮.૨૫, પ્રોટિઅન રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૬૧૬.૯૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૧.૪૦ ઘટીને રૂ.૫૦૪૧.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૭.૬૨ પોઈન્ટ ઘટીને ૨૮૨૨૧.૧૮ બંધ રહ્યો હતો.

રેપો રેટ જળવાઈ રહેતાં બેંકિંગ શેરોમાં રિલિફ રેલી : યશ બેંક, કેનેરા, એક્સિસ, ફેડરલ, પીએનબી મજબૂત

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. રિઝર્વ બેંકે રેપો રેટ જાળવી રાખતાં બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ રિલિફ રેલી જોવાઈ હતી. યશ બેંક ૫૪ પૈસા વધીને રૂ.૨૩.૩૧, કેનેરા બેંક રૂ.૨.૮૦ વધીને રૂ.૧૩૫.૮૦, એક્સિસ બેંક રૂ.૨૦.૭૫ વધીને રૂ.૧૨૭૩.૧૫, પીએનબી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૦૬.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૯૦ વધીને રૂ.૧૨૬૨.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૪૦.૫૬ પોઈન્ટ ઘટીને ૬૧૪૭૮.૬૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં પસંદગીની ખરીદી : અંબર રૂ.૨૦૪ વધ્યો : એશીયન પેઈન્ટ, કલ્યાણ જવેલર્સ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૦૩.૬૫ વધીને રૂ.૭૮૨૯.૭૦, કલ્યાણ જવેલર્સ રૂ.૯.૬૦ વધીને રૂ.૩૭૧.૮૦, એશીયન પેઈન્ટ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૨૬૮૫.૧૫, વોલ્ટાસ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૨૯૭.૪૦, ટાઈટન રૂ.૩૩.૦૫ વધીને રૂ.૪૨૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૪.૭૭ પોઈન્ટ વધીને ૫૮૬૫૪.૪૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં નવી  ખરીદીમાં સાવચેતી : કોચીન શિપ, કેઈન્સ, એલજી ઈક્વિપમેન્ટ ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે નવી ખરીદીમાં ફંડો સાવચેત રહી હળવા થતાં જોવાયા  હતા. કોચીન શિપ રૂ.૩૫ ઘટીને રૂ.૧૪૩૭.૩૫, કેઈન્સ રૂ.૬૮.૭૦ ઘટીને રૂ.૩૧૨૨.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૨.૫૫ ઘટીને રૂ.૬૦૯.૯૦, એસ્ટ્રલ રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૧૫૧૮.૪૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૧૯૧૧.૩૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૭.૭૫ ઘટીને રૂ.૩૬૦૨.૧૫, મઝગાંવ ડોક રૂ.૨૨.૮૦ ઘટીને રૂ.૨૪૨૨.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૪.૬૨ પોઈન્ટ ઘટીને ૮૦૦૧૦.૯૪ બંધ રહ્યો હતો.

પ્રોપરાઈટરી ટ્રેડિંગ માટે બેંક ધિરાણ નિયમો લાગુ થવાની શકયતાએ બ્રોકિંગ કંપનીઓના શેરો ઘટયા

પ્રોપરાઈટરી ટ્રેડિંગ માટે બેંક ધિરાણ માટેના નિયમો જુલાઈથી લાગુ કરવાના આરબીઆઈ ગવર્નરના સંકેતે બ્રોકરોની મૂડી આવશ્યકતાની સાથે એમટીએફ ટ્રેડરો માટે ખર્ચ વધી જવાની શકયતાએ બ્રોકિંગ કંપનીઓના બિઝનેસને અસર થવાના અંદાજોએ શેરોમાં વેચવાલી જોવાઈ હતી. એન્જલ વન રૂ.૪.૪૦ ઘટીને રૂ.૩૩૨.૯૦, મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૮૫૪.૯૫, આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૫૨૫.૬૦ રહ્યા હતા.

કેમલિન ફાઈન, નેટવર્ક ૧૮, ક્વેસ, પારસ ડિફેન્સ, અદાણી ગ્રીન, જયોતી સીએનસી, ટીવીએસ વધ્યા

ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. કેમલિન ફાઈન રૂ.૧૫.૨૫ વધીને રૂ.૧૩૫, નેટવર્ક ૧૮ રૂ.૩.૪૭ વધીને રૂ.૩૩.૫૦, ક્વેસ રૂ.૨૦.૮૦ વધીને રૂ.૨૩૫.૮૦, પારસ ડિફેન્સ રૂ.૭૧ વધીને રૂ.૯૬૦.૬૫, અદાણી ગ્રીન રૂ.૧૦૨.૧૦ વધીને રૂ.૧૫૨૫.૧૦, જયોતી સીએનસી રૂ.૩૫.૫૫ વધીને રૂ.૬૩૩.૨૦, શેન્ડલર રૂ.૬૫.૨૦ વધીને રૂ.૧૧૭૩.૬૦, ટીવીએસ શ્રીચક્ર રૂ.૬.૯૦ વધીને રૂ.૧૨૯.૬૫ રહ્યા હતા. 

સપ્તાહના અંતે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોની ફરી વેચવાલી : ૨૨૧૨ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક મજબૂતી બાદ અંતે નરમાઈ સાથે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોની ફરી વેચવાલીના પરિણામે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૩ અને ઘટનારની સંખ્યા ૨૨૧૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૮૭૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૧૩૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૭૭૬.૨૫ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૦૪૪.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૮૨૦.૮૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૯૧૩૩.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૨,૭૭૯.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૪૫.૭૫ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…
Business

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…

June 6, 2026
વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …
Business

વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

June 6, 2026
NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…
Business

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

June 6, 2026
Next Post
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al...

પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ…

પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ...

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

2 months ago
ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

10 months ago
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad…

સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad…

3 months ago
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News