gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Inside Delhi’s ₹550 Crore Luxury Flats for MPs: દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે નવું રહેણાક સંકુલ તૈયાર કરાયું છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંકુલમાં 25 માળના ચાર ટાવરમાં 184 લક્ઝુરિયસ ફ્લેટ ડિઝાઈન કરાયા છે, જે લુટિયન્સ ઝોનમાં સાંસદોની રહેઠાણની અછતને પૂરી કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકારે સાંસદો માટે વધારાના આવાસોની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે, જેના ભાગરૂપે આ સંકુલ તૈયાર કરાયું છે. હાલ લુટિયન્સ દિલ્હીમાં લગભગ 3,000 સરકારી મિલકતો અને 600 ખાનગી બંગલૉ છે. 

લુટિયન્સ દિલ્હી શું છે?

લુટિયન્સ દિલ્હી એ નવી દિલ્હીની અંદર આવેલો એક વિસ્તાર છે, જે બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા ભવ્ય સ્થાપત્ય માટે જાણીતો છે. અહીં આવેલા ‘લુટિયન્સ બંગલો ઝોન’ (LBZ)માં ટોચના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ રહે છે. 

ટૂંકા ગાળામાં ભવ્ય સંકુલનું નિર્માણ 

આ નવા સંકુલમાં 25 માળના ચાર ટાવર છે. અહીં બે માળમાં ભૂગર્ભ પાર્કિંગ સુવિધા પણ છે. આટલા મોટા પ્રોજેક્ટનું નિર્માણ માત્ર બે વર્ષના ગાળામાં પૂરું કરી દેવાયું છે, જે દિલ્હી જેવા ટ્રાફિકથી ભરચક મહાનગરમાં નોંધપાત્ર સિદ્ધિ છે.

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા 2 - image

5,000 ચોરસ ફીટનું ઓફિસ સહિતનું રહેઠાણ 

આ સંકુલમાં 184 ફ્લેટ છે અને પ્રત્યેકનો કાર્પેટ એરિયા આશરે 5,000 ચોરસ ફૂટ છે, જે દિલ્હીના ટાઇપ-સેવન શ્રેણીના ઉચ્ચસ્તરીય બંગલૉથી પણ વધારે છે. અહીં સાંસદોના રહેઠાણ સાથે તેમની ઓફિસ માટેની જગ્યા પણ ફાળવાઈ છે.

પાંચ બેડરૂમની સાથે PA માટે પણ અલગ રૂમ

અહીં દરેક ફ્લેટમાં પાંચ વિશાળ બેડરૂમ છે. એટલું જ નહીં, તેમાં સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ માટે અલગ ઓફિસ રૂમની વ્યવસ્થા છે. ઘરના કામદારો માટે પણ વધારાના બે રૂમ છે. કિચન, સ્ટોર રૂમ, ડાઈનિંગ એરિયા પણ સુંદર સજાવટ સાથે બનાવાયા છે. 

બધા રૂમમાં એટેચ્ડ બાથરૂમની સુવિધા 

આ ફ્લેટમાં વીવીઆઈપીની પ્રાઇવેસી જળવાઈ રહે એ માટે દરેક બેડરૂમમાં એટેચ બાથરૂમની સુવિધા છે. બાથરૂમની ડિઝાઇન આધુનિક અને આરામદાયક છે.

બાંધકામમાં અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ 

આ સંકુલનું નિર્માણ ‘સેમ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ દ્વારા કરાયું છે. બાંધકામમાં પરંપરાગત ઈંટોના બદલે RCC અને એલ્યુમિનિયમ શટરિંગનો ઉપયોગ કરાયો છે, જેના કારણે નિર્માણકાર્ય ઝડપથી પૂરું કરી શકાયું હતું. સામાન્ય રીતે એક છત નાખવામાં 30–35 દિવસ લાગતા હોય છે, જ્યારે આ પદ્ધતિથી આ કામ માત્ર 10–12 દિવસમાં કરી શકાય છે.

કુલ 550 કરોડનો ખર્ચ થયો 

આ સંકુલના નિર્માણમાં આશરે રૂ. 550 કરોડનો ખર્ચ થયો છે. આ 25 માળના બહુમાળી મકાનનું બાંધકામ એટલું મજબૂત છે કે તે 100 વર્ષથી વધુ સમય સુધી ટકી શકે.

દુકાનો સહિત બીજી પણ વિશેષ સુવિધાઓ 

આ સંકુલમાં બે માળના ભૂગર્ભ પાર્કિંગની સુવિધા છે, જેમાં કુલ 500 વાહનો પાર્ક થઈ શકે એમ છે. સાંસદો અને તેમના પરિજનો સામાજિક કાર્યક્રમો યોજી શકે એ માટે સમુદાયિક કેન્દ્ર પણ બનાવાયું છે. અહીં રહેતા લોકોની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચાર મોટી દુકાનો પણ બનાવાઈ છે, જ્યાં તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ...

કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn…

કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn...

ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ…

ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

5 months ago
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

3 months ago
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

1 year ago
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News