![]()
વડોદરાઃ હાઇટેન્શન રોડ સામે એક યુવક પર તેના સાસરીયા પર હુમલો કરતાં તેણે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
અટલાદરાના અક્ષરગ્રીન ખાતે રહેતા મૂળ બિહારના મનિષ ઝાએ પોલીસને કહ્યું છે કે,મારી પત્ની પુત્ર તેમજ સામાન લઇને પિયર ચાલી ગઇ છે.ગઇ તા.૧૨મીએ હું સ્કૂટર પર જઇ રહ્યો હતો ત્યારે બીઆરજી ગરબા ગ્રાઉન્ડ પાસે મારા સસરા હરિશચંદ્ર ચૌધરી(દરભંગા, બિહાર),સાળા પવનકિશોર(નોઇડા,યુપી) અને સાઢુ સંજયકુમાર ઝા(મયૂર વિહાર,ન્યુ દિલ્હી)એ મને અટકાવ્યો હતો.
સાળાએ મને માર મારી કહ્યું હતું કે,સારી જમીન ઓર બેન્ક બેલેન્સ મેરી બહેન કે નામ કરદો.સાઢુએ પકડી રાખ્યો હતો અને સસરાએ તેરે ફેમિલી કો ભી પતા નહિ ચલેગા તુમ કબ ઉઠ જાઓગે તેમ કહી ધમકી આપી હતી.ત્યાર પછી ફોન પર ધમકી આપવા માંડતા પોલીસ ફરિયાદ કરી હતી.










