
ક્ષત્રિય સમાજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા
વરસતા વરસાદે યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી મોટી સંખ્યામા લોકો જોડાયા
સુરેન્દ્રનગર – વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગરમાં શ્રી રાજપૂત કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત શસ્ત્ર પૂજનની વિધિ બાદ આ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ દશેરાના પાવન અવસરને શોભાવી રહેલી આ યાત્રામાં જોડાવવા માટે ક્ષત્રિય સમાજના લોકોએ ગૌરવપૂર્ણ ક્ષત્રિય પોશાક ધારણ કર્યો હતો. આ પોશાક અને પરંપરાગત માહોલને કારણે યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોર્ય યાત્રાનું પ્રસ્થાન સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરથી કરવામાં આવ્યું હતું. મંદિરથી શરૃ કરીને આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી, જ્યાં માર્ગો પર લોકોએ ઉમળકાભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણા અને શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના વિવિધ આગેવાનો અને યુવાનો જોડાયા હતા.










