gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં ટ્રમ્પ સરકારના વિશ્વ પર ટેરિફ આતંક સામે  અમેરિકાની સુપ્રિમ કોર્ટે ટેરિફની કાયદેસરતા સામે શંકા વ્યક્ત કરતાં રેસિપ્રોકલ ટેરિફ રિવર્સ થવાની શકયતા જોઈ વૈશ્વિક બજારોમાં ફરી અમેરિકી બજારોમાં ગઈકાલે-બુધવારે ડાઉ જોન્સ અને નાસ્દાકમાં ઝડપી રિકવરી જોવાતાં આજે એશીયા-પેસેફિક દેશો અને યુરોપના દેશોના બજારોમાં તેજી  આવી હતી. જો ટ્રમ્પ સરકારને ટેરિફ પાછા ખેંચવાની ફરજ પડશે તો  અમેરિકાને મોટી પછડાટ મળવાની સાથે વૈશ્વિક વેપારનું સેન્ટીમેન્ટ સુધરવાની પૂરી શકયતાએ ફંડો, મહારથીઓએ આજે વૈશ્વિક બજારો પાછળ આરંભિક કલાકમાં શેરોમાં ઓલ રાઉન્ડ મોટી તેજી કરી હતી. આરંભિક કામકાજમાં સેન્સેક્સ ૩૮૭.૨૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૩૮૪૬.૩૫ સુધી પહોંચ્યો હતો. જે ઉછાળે કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર, મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ થતાં ઉછાળો ધોવાઈને સેન્સેક્સ અંતે ૧૪૮.૧૪ પોઈન્ટ ઘટીને ૮૩૩૧૧.૦૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં  ઉપરમાં ઉપરમાં ૨૫૬૭૯.૧૫ સુધી જઈ પાછો ફરી અંતે ૮૭.૯૫ પોઈન્ટ ઘટીને ૨૫૫૦૯.૭૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૭૭ પોઈન્ટ તૂટયો : જયોતી સીએનસી રૂ.૪૫ તૂટયો : કેઈન્સ, કોચીન શિપ ગબડયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે ઉછાળે મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૭૭.૪૭ પોઈન્ટ તૂટીને ૬૯૫૦૮.૦૭ બંધ રહ્યો હતો. જયોતી સીએનસી રૂ.૪૫ તૂટીને રૂ.૮૯૪.૯૦, કેઈન્સ રૂ.૨૯૦.૦૫ તૂટીને રૂ.૬૩૫૬.૦૫, કોચીન શિપ રૂ.૬૫.૮૫ ઘટીને રૂ.૧૭૦૩.૩૫, ગ્રાઈન્ડવેલ રૂ.૬૧.૩૫ ઘટીને રૂ.૧૫૯૦.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૫૦.૦૫, ભારત ડાયનામિક્સ રૂ.૪૩.૬૦ ઘટીને રૂ.૧૪૩૮.૫૫, ભેલ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૨૫૯.૯૫, ટીટાગ્રહ રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૮૫૫.૩૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૬.૯૦ ઘટીને રૂ.૯૮૮, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૭૬૯.૩૦, સીજી પાવર રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૭૩૧.૫૫, મઝગાંવ ડોક રૂ.૫૩.૩૫ ઘટીને રૂ.૨૬૨૯.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૧.૮૫ ઘટીને રૂ.૪૫૯૨.૦૫ રહ્યા હતા.

અદાણી ગુ્રપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : અદાણી પાવર, અદાણી ગ્રીન ઘટયા : પાવર ગ્રીડ, ટોરન્ટ પાવર ઘટયા

પાવર શેરોમાં આજે વ્યાપક નફારૂપી વેચવાલી થઈ હતી. અદાણી ગુ્રપ શેરોમાં અદાણી પાવર રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૫૩.૨૦, અદાણી ગ્રીન રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૧૦૬૦.૨૫ રહ્યા હતા. પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૮.૮૦ ઘટીને રૂ.૨૭૦.૨૦, ટોરન્ટ પાવર રૂ.૩૧.૯૫ ઘટીને રૂ.૧૨૭૨.૧૫, ટાટા પાવર રૂ.૯.૧૦ ઘટીને રૂ.૩૯૧.૬૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૫૧૭.૨૦, એનએચપીસી રૂ.૧.૨૪ ઘટીને રૂ.૮૨.૮૬ રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સ ૭૦૬ ગબડયો : હિન્દાલ્કો રૂ.૪૩ તૂટી રૂ.૭૮૮ : અદાણી એન્ટર.,  જિન્દાલ સ્ટીલ ગબડયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે હેમરિંગ કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૦૫.૮૧ પોઈન્ટ તૂટીને ૩૪૦૫૮.૩૧ બંધ રહ્યો હતો. હિન્દાલ્કો રૂ.૪૨.૯૦ ઘટીને રૂ.૭૮૮.૦૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૫.૧૦ તૂટીને રૂ.૨૩૧૩.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૧૦૪૬.૭૫, એનએમડીસી રૂ.૧.૧૮ ઘટીને રૂ.૭૩.૧૧, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૪૬૭.૨૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૮૦ ઘટીને રૂ.૭૨૯.૮૦, ટાટા સ્ટીલ રૂ.૨ ઘટીને રૂ.૧૭૭.૨૫, નાલ્કો રૂ.૨.૬૦ ઘટીને રૂ.૨૩૦.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૧૧૬૮.૪૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી : ડીકાલ રૂ.૩૦, સોલારા રૂ.૫૩, વિમતા રૂ.૩૯, એફડીસી રૂ.૨૬ તૂટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે સતત વેચવાલી કરી હતી. ડીકાલ રૂ.૨૯.૭૦ તૂટીને રૂ.૨૬૭.૪૫, સોલારા રૂ.૫૨.૬૫ ઘટીને રૂ.૫૬૪.૭૫, બ્લુજેટ રૂ.૪૬.૧૫ ઘટીને રૂ.૫૬૧.૧૫, વિમતા લેબ્સ રૂ.૩૯.૪૦ તૂટીને રૂ.૬૨૧.૯૫, એફડીસી રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૪૨૧.૮૦, પેનેશીયા બાયો રૂ.૨૨.૪૫ ઘટીને રૂ.૪૦૯.૮૫, એપીએલ લિમિટેડ રૂ.૪૪.૫૫ તૂટીને રૂ.૯૧૫.૫૫, વેનબરી રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૨૫૪.૬૫, શેલબી રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૨૩૨.૧૫, એસ્ટ્રાઝેનેકા રૂ.૪૧૦.૧૦ ઘટીને રૂ.૯૧૭૭.૬૦, બજાજ હેલ્થકેર રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૪૪૬.૦૫, સિન્જેન રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૬૨૦.૯૦, ઝાયડસ લાઈફ રૂ.૩૬.૬૦ ઘટીને રૂ.૯૩૬.૨૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૦.૦૪ પોઈન્ટ ઘટીને ૪૪૫૦૭.૫૧ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : યશ બેંક, આઈસીઆઈસીઆઈ, સીએસબી બેંક, મોનાર્ક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. યશ બેંક ૩૯ પૈસા ઘટીને રૂ.૨૨.૬૩, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૨૦ ઘટીને રૂ.૧૩૨૦.૪૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૮૦.૨૯, ફેડરલ બેંક રૂ.૨.૧૫ ઘટીને રૂ.૨૩૫.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૧૨.૫૫ ઘટીને રૂ.૨૦૮૩.૨૫ રહ્યા હતા. સીએસબી બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો નજીવો ૧૬ ટકા વધીને રૂ.૧૬૦ કરોડ થતાં શેર  રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૪૦૫.૯૦, મોનાર્ક રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૨૩.૧૦,  મુથુટ માઈક્રોફિનનો ત્રિમાસિક નફો ૫૦ ટકા ઘટીને રૂ.૩૦.૫ કરોડ થતાં શેર  રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૬૮.૫૦, પિરામલ એન્ટપ્રાઈસીઝ રૂ.૩૯.૯૦ ઘટીને રૂ.૧૧૨૪, બજાજ ફાઈનાન્સ રૂ.૨૫.૨૦ ઘટીને રૂ.૮૫૨.૯૦, મુથુટ ફિન રૂ.૬૭.૧૫ ઘટીને રૂ.૨૫૧૮.૪૦, ચૌલા ફિન રૂ.૩૮.૦૫ ઘટીને રૂ.૧૪૪૮, આરબીએલ બેંક રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૫૧.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૭.૯૨ પોઈન્ટ ઘટીને ૬૪૮૧૩.૪૪ બંધ રહ્યો હતો.

રેડિંગ્ટન રૂ.૩૯, વેબેલ રૂ.૧૨૯, સીસીએલ રૂ.૮૫, બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૫૬, એસ્ટ્રલ રૂ.૯૯ ઉછળ્યા

એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં રેડિંગ્ટન રૂ.૩૯.૩૫ ઉછળીને રૂ.૨૮૯.૬૫, વેબેલ સોલાર રૂ.૧૨૮.૮૫ ઉછળીને રૂ.૧૩૩૯.૦૫, સીસીએલ રૂ.૮૪.૮૦ વધીને રૂ.૯૭૨.૧૫, બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૫૫.૯૫ વધીને રૂ.૧૩,૧૩૦.૯૦, એસ્ટ્રલ લિમિટેડ રૂ.૯૮.૯૫ વધીને રૂ.૧૫૬૬.૫૦, જીપીપીએલ રૂ.૯.૦૫ વધીને રૂ.૧૭૧.૮૫, શારદા મોટર્સ રૂ.૫૯.૧૦ વધીને રૂ.૧૧૪૧.૯૫, ઓર્કિડ ફાર્મા રૂ.૪૧.૨૦ વધીને રૂ.૮૩૦.૫૦, એશીયન પેઈન્ટ રૂ.૧૧૮.૪૦ વધીને રૂ.૨૬૦૫, પેટીએમ રૂ.૫૨.૩૦ વધીને રૂ.૧૩૨૦.૫૫, અવન્તી ફીડ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૭૧૫.૧૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં આરંભિક લાવલાવ બાદ મોટાપાયે ઓફલોડિંગ : ૩૦૮૬ શેરો નેગેટીવ બંધ

મોટી ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા હોય એમ સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ઉછાળે આંચકા આવ્યા  સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ આરંભિક કામકાજમાં અનેક શેરોમાં લાવલાવ થતી જોવાયા બાદ ઉછાળે વ્યાપક પ્રોફિટ બુકિંગ અને ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ  નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૪૨  અને ઘટનારની સંખ્યા ૩૦૮૬ રહી હતી.

FPIs/FIIની રૂ.૩૨૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૨૮૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૩૨૬૩.૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૬,૭૯૧.૧૬  કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૦૫૪.૩૭  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૨૮૩.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૪૧૮.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૩૪.૫૯કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૯૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૮૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક ઉછાળો અંતે ધોવાયા  સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૯૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૮૩ લાખ કરોડ રહ્યું હતું.

એશીયામાં જાપાનનો નિક્કી ૬૭૧ પોઈન્ટ, હેંગસેંગ ૫૫૦ પોઈન્ટ, સીએસઆઈ ૬૬ પોઈન્ટ ઉછળ્યા

વૈશ્વિક બજારોમાં આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૭૧ પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ૫૫૦ પોઈન્ટ, ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઈ ૩૦૦ ઈન્ડેક્સ ૬૬ પોઈન્ટ વધ્યા હતા. યુરોપના બજારોમાં આજે સાધારણ નરમાઈ જોવાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય…

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય...

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit…

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit...

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company …

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

8 months ago
પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G…

પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G…

1 year ago
2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

3 months ago
સિહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચડી સૂત્રોચ્ચાર | Sehore Municipality meeting turns chaotic …

સિહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચડી સૂત્રોચ્ચાર | Sehore Municipality meeting turns chaotic …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News