gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2025
in Business
0 0
0
સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાનના પરમાણું મથકો પર અમેરિકાએ હુમલો કર્યા બાદ ઈરાનના વળતાં જવાબમાં અમેરિકાના કતાર અને ઈરાક ખાતેના સૈન્ય મથકો પર ઈરાનના મિસાઈલ હુમલાએ તંગદિલી વધવાની ધારણાથી વિપરીત ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્વનો અંત આવ્યાનું જાહેર કરી વિશ્વને અચંબામાં મૂકી દેતાં આજે વૈશ્વિક બજારોમાં ખુલતાંમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો હતો. શેરોમાં આરંભથી જ સિમેન્ટ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો. પરંતુ ઈરાને જ્યાં સુધી ઈઝરાયેલ હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી પોતે હુમલા ચાલુ રાખશે એવા કરેલા નિવેદન અને ઈઝરાયેલ દ્વારા ઈરાનમાં તેહરાન પર નવા હુમલા થવાના અહેવાલો વચ્ચે આજે શેરોમાં ઉછાળે સાવચેતીમાં તેજીનો વેપાર ફરી ખંખેરાતો જોવાયો હતો. સેન્સેક્સ ગેપ અપ ઓપનીંગમાં ૮૧૮૯૬.૭૯ સામે ૬૩૭.૮૨ પોઈન્ટ ગેપ અપ ૮૨૫૩૪.૬૧ મથાળે ખુલીને એક તબક્કે ૧૧૨૧.૩૭ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૩૦૧૮.૧૬ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને નીચામાં ૮૧૯૦૦.૧૨ સુધી આવી અંતે ૧૫૮.૩૨ પોઈન્ટ વધીને ૮૨૦૫૫.૧૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ગેપ અપ ઓપનીંગમાં ૨૫૧૭૯.૯૦ મથાળે ખુલીને ઉપરમાંજ ૨૫૩૧૭.૭૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૪૯૯૯.૭૦ સુધી આવી અંતે ૭૨.૪૫ પોઈન્ટ વધીને ૨૫૦૪૪.૩૫ બંધ રહ્યો હતો. આજે ખુલતાં બજારે સેન્સેક્સ, નિફટીમાં આરંભિક તોફાની તેજી બાદ ઉભરો ઓસર્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલી જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૬૨  અને ઘટનારની સંખ્યા ૧૩૩૯ રહી હતી.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પસંદગીનીમોટી ખરીદી થઈ હતી. બેંક ઓફ બરોડા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૩૭.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૧.૮૦ વધીને રૂ.૨૨૧૬.૭૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧ વધીને રૂ.૭૧.૯૯, ફેડરલ બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૨૦૯.૨૦, એચડીએફસી બેંક રૂ.૧૨.૭૦ વધીને રૂ.૧૯૬૦.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ વધીને રૂ.૭૯૫.૨૫, એક્સિસ બેંક રૂ.૬.૬૫ વધીને રૂ.૧૨૨૦.૯૦ રહ્યા હતા.આ સાથે જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૧૫૦.૨૦, એડલવેઈઝ રૂ.૬.૬૦ વધીને રૂ.૧૦૯, સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૨૭૬, ઉગ્રો કેપિટલ રૂ.૯.૨૦ વધીને રૂ.૧૮૨.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૫૭.૦૩ પોઈન્ટ વધીને ૬૩૬૩૧.૩૬ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીથી ગઈકાલે જ  ગબડી આવ્યા બાદ આજે વધુ તૂટી જતાં પોઝિટીવ પરિબળે ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોનું શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. હ્યુન્ડાઈ મોટર રૂ.૭૧.૮૦ વધીને રૂ.૨૦૭૨.૧૦, મધરસન રૂ.૩.૪૫ વધીને રૂ.૧૫૧.૫૦, ટીવીએસ મોટર રૂ.૫૯.૩૫ વધીને રૂ.૨૮૩૯.૯૦, અશોક લેલેન્ડ રૂ.૪.૧૫ વધીને રૂ.૨૪૦.૭૫, એક્સાઈડ રૂ.૬.૨૦ વધીને રૂ.૩૮૪.૪૦, આઈશર મોટર્સ રૂ.૭૪.૭૫ વધીને રૂ.૫૬૨૭.૭૦, બજાજ ઓટો રૂ.૯૮ વધીને રૂ.૮૩૮૩.૪૦, એમઆરએફ રૂ.૧૦૫૭.૩૦ વધીને રૂ.૧,૩૬,૬૧૦.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૬.૧૨ પોઈન્ટ ળધીને ૫૨૭૯૩.૫૯ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે પસંદગીની ખરીદી થઈ હતી. સેઈલ રૂ.૪.૩૫ વધીને રૂ.૧૩૦.૭૫, એનએમડીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૬૯.૪૬, ટાટા સ્ટીલ રૂ.૨.૩૫ વધીને રૂ.૧૫૪.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૯૨૪.૬૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૫.૫૫ વધીને રૂ.૨૫૦૬.૯૫, હિન્દાલ્કો રૂ.૭.૮૫ વધીને રૂ.૬૬૯.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૯૩.૯૫ પોઈન્ટ વધીને ૩૦૯૧૦.૩૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો આજે કેટલાક શેરોમાં લેવાલ રહ્યા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૬.૫૫ વધીને રૂ.૫૨૧.૮૫, બ્લુ સ્ટાર રૂ.૧૭.૪૫ વધીને રૂ.૧૬૨૯, વોલ્ટાસ રૂ.૧૧.૧૦ વધીને રૂ.૧૩૦૫, અંબર રૂ.૫૩ વધીને રૂ.૬૭૨૭.૩૦, ટાઈટન રૂ.૨૬.૯૦ વધીને રૂ.૩૫૩૪.૧૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૫૭૪ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૪૩.૮૬ પોઈન્ટ વધીને ૫૮૧૦૨.૨૬ બંધ રહ્યો હતો.

ઉછાળા બાદ આંચકો છતાં રોકાણકારોની સંપતિ રૂ.૨.૨૬ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક ઉછાળા બાદ આંચકા છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૨૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૦.૦૮  લાખ કરોડ રહ્યું હતું.

FIIની રૂ.૫૨૬૬ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૫૨૬૬.૦૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૨૦૯.૬૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૯૩૧.૪૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૨૧.૮૫ કરોડની વેચવાલી કરી હતી.

વૈશ્વિક બજારોમાં તેજી : નિક્કી ૪૩૬ પોઈન્ટ, હેંગસેંગ ૪૮૮ પોઈન્ટ ઉછળ્યા : ડેક્ષ ૪૨૫ પોઈન્ટ ઉછળ્યો

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વનો વિરામ થતાં વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક તેજી જોવાઈ હતી. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૪૩૬ પોઈન્ટ ઉછળ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૪૮૮ પોઈન્ટ અને ચાઈનાના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪૬ પોઈન્ટ વધ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં લંડનનો ફુત્સી ૧૦૦ પોઈન્ટ ૩૫ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૪૨૭ પોઈન્ટ અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૯૨ પોઈન્ટ વધ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : રૂ.2000નો કડાકો બોલી ગયો | Gold’s record rally breaks: Rs 2000 falls …

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : રૂ.2000નો કડાકો બોલી ગયો | Gold's record rally breaks: Rs 2000 falls ...

રૂપિયા સામે ડોલર ગબડી 86ની અંદર ઉતરી ગયો | Dollar plunges below 86 against rupee

રૂપિયા સામે ડોલર ગબડી 86ની અંદર ઉતરી ગયો | Dollar plunges below 86 against rupee

એપ્રિલ-મેમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં ઝડપી વધારો | India’s exports of agr…

એપ્રિલ-મેમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં ઝડપી વધારો | India's exports of agr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop…

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop…

9 months ago
અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

5 months ago
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ | sasan g…

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ | sasan g…

7 months ago
માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News