gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચાઈના વધતા ભાવ વિવાદે બીએચપીના નવા આયર્ન ઓર કાર્ગો પર પ્રતિબંધ મૂકતાં વિશ્વ બજારમાં આયર્ન ઓર ફયુચર્સમાં તેજી સાથે વૈશ્વિક કિંમતી ધાતુઓ સોના, ચાંદીમાં રેકોર્ડ તેજીના પગલે આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. આ સાથે ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં પણ ફંડોની સિલેક્ટિવ ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. પરંતુ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થતાં અને વૈશ્વિક આઈટી પરપોટાના ફફડાટ અને અનેક આઈટી કંપનીઓ માટે અમેરિકામાં એચ-૧બી વીઝા ફી અને લોટરી સિસ્ટમ બંધ થવાની નેગેટીવ અસરે હાલત કફોડી બનવાના ભયે આજે આઈટી શેરોમાં સતત વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ બજાર નરમાઈ તરફી રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ માસિક એક્સપાયરીને લઈ પણ આજે વોલેટીલિટી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત ઈન્ડિયા એક્ઝિટ ચાલુ રહી વેચવાલી ઐતિહાસિક લેવલની નજીક આવી જતાં ઘણા શેરોમાં રોકાણકારોમાં વિશ્વાસની કટોકટી જોવા મળી રહી હતી. જેના પરિણામે ઘણા શેરોમાં ગાબડાં પડતાં જોવાયા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં લેવાલી રહી હતી. સેન્સેક્સ ૯૭.૩૨ પોઈન્ટ ઘટીને ૮૦૨૬૭.૬૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૩.૮૦ પોઈન્ટ ઘટીને ૨૪૬૧૧.૧૦ બંધ રહ્યા હતા.

ચાઈના પાછળ આયર્ન ઓરના ભાવ ઉછળતા મેટલ શેરોમાં તેજી : નાલ્કો, હિન્દ ઝિંક, વેદાન્તા ઉછળ્યા

પ્રાઈસીંગ વિવાદે ચાઈનાએ બીએચપીના નવા કાર્ગો પર પ્રતિબંધ મૂકતાં વૈશ્વિક આયર્ન ઓરના ફયુચર્સમાં ભાવ વધતાં મેટલ-માઈનીંગ શેરોમાં ચમકારો આવ્યો હતો. નાલ્કો રૂ.૯.૯૦ વધીને રૂ.૨૧૩.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૫.૯૦ વધીને રૂ.૪૮૨.૪૫, વેદાન્તા રૂ.૧૩.૬૫ વધીને રૂ.૪૬૫.૮૦, સેઈલ રૂ.૩ વધીને રૂ.૧૩૪.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૦.૯૦ વધીને રૂ.૧૦૬૩.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧ વધીને રૂ.૧૧૪૨.૯૦, એનએમડીસી રૂ.૧.૩૬ વધીને રૂ.૭૬.૩૯ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૫.૨૩ પોઈન્ટ વધીને  ૩૩૨૫૨.૮૭ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ : હીરો મોટોકોર્પ રૂ.૧૬૪ ઉછળ્યો : અપોલો ટાયર, ટાટા મોટર્સ વધ્યા

તહેવારોની સીઝન અને ખાસ દશેરા પૂર્વે વાહનોની ખરીદીની અપેક્ષાએ આજે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. હીરો મોટોકોર્પ રૂ.૧૬૪.૦૫ વધીને રૂ.૫૪૭૪.૩૫, સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૭.૦૫ વધીને રૂ.૪૧૨.૦૫, અપોલો ટાયર રૂ.૭.૧૫ વધીને રૂ.૪૭૩, ટાટા મોટર્સ રૂ.૭.૯૫ વધીને રૂ.૬૮૦.૪૫, ઉનો મિન્ડા રૂ.૧૪.૬૫ વધીને રૂ.૧૩૦૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯.૭૫ વધીને રૂ.૩૪૨૬.૬૫, મારૂતી સુઝુકી રૂ.૩૦.૫૦ વધીને રૂ.૧૬,૦૨૮.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ  ૧૭૪.૭૧ પોઈન્ટ વધીને ૫૯૨૫૫.૩૪ બંધ રહ્યો હતો.

ટાટા કેપિટલના ઈસ્યુ આકર્ષણે ટાટા ઈન્વે. રૂ.૧૫૬૫ ઉછળ્યો :  રિઝર્વ બેંકની ધિરાણ નીતિ બેંક શેરો વધ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. ટાટા કેપિટલનો આકર્ષક પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ.૩૧૦થી રૂ.૩૧૬ ભાવે મેગા આઈપીઓ આવી રહ્યો હોઈ ટાટા ગુ્રપ કંપની ટાટા ઈન્વેસ્ટમેન્ટમાં મોટી ખરીદીએ શેર રૂ.૧૫૬૫.૧૦ વધીને રૂ.૧૦,૪૦૩.૫૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૪.૬૫ વધીને રૂ.૨૫૮.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧.૨૦ વધીને રૂ.૭૩૫.૫૦, ફેડરલ બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૧૯૩, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૦૫ વધીને રૂ.૮૭૨.૫૫ રહ્યા  હતા. ફાઈનાન્સ અન્ય શેરોમાં ઓસ્વાલ ગ્રીન રૂ.૩.૭૦ વધીને રૂ.૪૧.૨૦, માસ્ટક ટ્રસ્ટ રૂ.૭.૨૫ વધીને રૂ.૧૪૪.૪૦, જે એન્ડ કે બેંક રૂ.૪.૫૧ વધીને રૂ.૧૦૪.૯૮, ઈન્ડિયન બેંક રૂ.૨૬.૬૫ વધીને રૂ.૭૫૧.૧૦, નાલ્વા સન્સ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૫૦.૬૫ વધીને રૂ.૭૬૦૫.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૭.૭૩ પોઈન્ટ વધીને ૬૧૫૧૩.૩૦ બંધ રહ્યો હતો.

એલજી ઈલેક્ટ્રોનિક્સના ઈસ્યુ પૂર્વે કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૫૫ પોઈન્ટ તૂટયો : ડિક્સન રૂ.૩૫૫ તૂટયો

કન્ઝયુમર ડયુરેબલ્સ માટેની તહેવારોની માંગ અપેક્ષિત નહીં રહ્યાનું અને કંપનીઓ માટે ચાઈના તરફથી હરિફાઈ તીવ્ર બની રહ્યાના સંકેત સાથે એલજી ઈલેક્ટ્રોનિક્સનો શેરોનો આઈપીઓ આવી રહ્યો હોઈ ફંડો આજે અન્ય કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો હળવા થયા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૫૪.૭૪ પોઈન્ટ ઘટીને ૫૭૬૯૪.૨૫ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૫૪.૮૦ વધીને રૂ.૧૬,૩૧૯.૮૫, વોલ્ટાસ રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૧૩૫૧.૯૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૩૨.૨૫ ઘટીને રૂ.૮૦૯૬.૩૦, ટાઈટન રૂ.૩૬.૪૫ ઘટીને રૂ.૩૩૬૭.૪૦ રહ્યા હતા. 

ભારતી એરટેલ, આઈટીસી, ટ્રેન્ટ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઘટયા

સેન્સેક્સને નરમાઈ તરફી લઈ જનારા પ્રમુખ શેરોમાં આજે ભારતી એરટેલ રૂ.૨૩.૩૦ ઘટીને રૂ.૧૮૭૮, આઈટીસી લિમિટેડ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૪૦૧.૬૦, ટ્રેન્ટ રૂ.૫૩.૫૦ ઘટીને રૂ.૪૬૭૮.૬૦, ટાઈટન કંપની રૂ.૩૬.૪૫ ઘટીને રૂ.૩૬૫૮.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૧૩૯૯.૭૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૮.૮૦ ઘટીને રૂ.૩૬૫૮.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૧૩૬૩.૮૦ રહ્યા હતા.

કેઈસી, જીએચસીએલ, આરકે ફોર્જિંગ, એજીસ લોજિસ્ટિક, જેકે પેપર, સેન્ચુરી પ્લાય વધ્યા

એ ગુ્રપના આજે પસંદગીના વધનાર શેરોમાં કેઈસી રૂ.૩૭.૨૦ વધીને રૂ.૮૭૨.૯૦, જીએચસીએલ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૬૦૫.૬૦, આરક ફોર્જિંગ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૫૩૯.૭૦, એજીસ લોજિસ્ટિક રૂ.૨૬.૫૦ વધીને રૂ.૭૬૬.૨૫, જેકે પેપર રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૮૫.૮૦, સેન્ચુરી પ્લાય રૂ.૨૫.૮૫ વધીને રૂ.૮૧૩.૯૦, ટીબીઓટેક રૂ.૪૮.૧૦ વધીને રૂ.૧૫૨૩.૩૦, એલટીટીએસ રૂ.૧૨૫.૨૦ વધીને રૂ.૪૧૧૪.૩૦, સમ્માન કેપ રૂ.૬.૪૦ વધીને રૂ.૧૬૦.૮૫ રહ્યા હતા.

કેપીઆઈટી ટેકનો રૂ.૧૧૯, પાવર ઈન્ડિયા રૂ.૧૨૬૧, ઝાયડસ વેલનેસ રૂ.૨૮, નઝારા ટેકનો. રૂ.૧૨ તૂટયા

એ ગુ્રપના આજે ઘટનાર અન્ય પ્રમુખ શેરોમાં કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૧૯.૫૫ તૂટીને રૂ.૧૦૮૯.૮૫, પાવર ઈન્ડિયા રૂ.૧૨૬૧.૩૦ તૂટીને રૂ.૧૭,૯૭૬.૨૫, ઝાયડસ વેલનેસ રૂ.૨૮.૮૦ તૂટીને રૂ.૪૫૬.૮૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૮૫૭.૨૫ તૂટીને રૂ.૧૬,૨૮૮.૫૦, નઝારા ટેકનોલોજી રૂ.૧૧.૬૫ તૂટીને રૂ.૨૫૪.૮૦, શીન્ડલર રૂ.૩૪.૧૫ તૂટીને રૂ.૮૧૪.૪૫, ગોડફ્રે ફિલિપ રૂ.૧૨૭.૩૫ તૂટીને રૂ.૩૩૮૨.૬૦, આઈનોક્સ ગ્રીન રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૦૦.૬૫, પતંજલિ રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૫૭૭.૩૦, બાન્કો ઈન્ડિયા રૂ.૨૯.૨૦ ઘટીને રૂ.૮૩૧.૧૦, કેપીઆર મિલ રૂ.૩૭.૩૫ ઘટીને રૂ.૧૦૬૪.૧૦ રહ્યા હતા.

માર્કેટબ્રેડથ સતત નબળી : સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત વેચવાલી : ૨૧૭૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં અફડાતફડીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ફંડો, ખેલંદાઓ વેચવાલ રહેતાં માર્કેટબ્રેડથ અવિરત નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૩૯  અને ઘટનારની સંખ્યા ૨૧૭૩ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol…

મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol...

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati...

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

3 months ago
સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

1 year ago
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

5 months ago
વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ : તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો | Vadodara residen…

વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ : તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો | Vadodara residen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News