gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in Business
0 0
0
સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઊંચા ભાવ વચ્ચે પણ માર્ચ ત્રિમાસિકમાં સોનાની એકંદર માગ ૧૦ ટકા વધી 

મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં દેશમાં ગોલ્ડની ઈન્વેસ્ટમેન્ટ માગ જ્વેલરીની માગ કરતા પહેલી જ વખત ઊંચી રહી છે. ઊંચા ભાવ વચ્ચે પણ સોનાની સેફ હેવન માગ નીકળી હતી. આ ઉપરાંત અમેરિકાની ટેરિફ નીતિ તથા માર્ચમાં યુદ્ધને પરિણામે ઈક્વિટી પરના વળતર નબળા રહેતા ઈન્વેસ્ટરો સોનામાં રોકાણ તરફ વળ્યા હતા એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. વૈશ્વિક કેન્દ્રીય બેન્કોના ટેકા સાથે ૨૦૨૬ના માર્ચ ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માગ બે ટકા જેટલી  વધી ૧૨૩૧ ટન રહી છે. માર્ચ ત્રિમાસિકમાં આરબીઆઈએ ૩૦૦ કી. ગ્રા. સોનાની ખરીદી કરી હતી. 

સોનાની વૈશ્વિક માગ વધારવામાં ભારતની ભૂમિકા મુખ્ય રહી છે.  માર્ચ ત્રિમાસિકમાં સોનાની ઊંચી માગને પરિણામે જ્વેલરીની માગમાં થયેલો ઘટાડો ભરપાઈ થઈ ગયો હતો.  સોનાની ઈન્વેેસ્ટમેન્ટ માગ વાર્ષિક ધોરણે ૫૪ ટકા વધી ૮૨ ટન રહી હતી જ્યારે જ્વેલરી માગ ૧૯.૫૦ ટકા ઘટી ૬૬ ટન રહી હોવાનું કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. ગોલ્ડની ઈન્વેસ્ટમેન્ટ માગ મૂલ્યની દ્રષ્ટિએ ૧૭૯ ટકા ઊંચી રહી છે. 

દેશમાં સોનાનો એકંદર વપરાશ માર્ચ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૧૦  ટકા વધી ૧૫૧ ટન રહ્યો હતો. કુલ વપરાશમાં ઈન્વેસ્ટમેન્ટ માગનો હિસ્સો વધીને ૫૫ ટકા રહ્યો હતો. જ્વેલરી માગનો હિસ્સો ઘટી ૪૪ ટકા સાથે વર્ષ ૨૦૦૦ની નીચી સપાટીએ જોવા મળ્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ ગોલ્ડની એકંદર માગ ૯૯ ટકા વધી રૂપિયા ૨૨૭૫ અબજ રહી હતી. 

નાણાંકીય તથા રિટેલ રોકાણકારોનું સોનામાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષણ વધી રહ્યું છે. ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલો વાર્ષિક ધોરણે ૧૮૬ ટકા વધી ૨૦ ટન રહેવા પામ્યો છે. અમેરિકાની ટેરિફ નીતિ તથા માર્ચમાં ફાટી નીકળેલા ઈરાન યુદ્ધને પરિણામે ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. 

૨૦૨૫ના પ્રારંભથી અત્યારસુધીમાં દેશમાં સોનાના ભાવ બમણા થઈ ગયા છે.  સોનાની કુલ માગમાં કેન્દ્રીય બેન્કોની માગ ૨૪૪ ટન રહી હતી. કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકના ગોલ્ડ ડીમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટમાં જણાવાયું હતું કે, ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૨૦૫ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ગોલ્ડની એકંદર વૈશ્વિક માગ બે ટકા વધી ૧૨૩૧ ટન રહી છે. 

મૂલ્યની દ્રષ્ટિએ માગ ૭૪ ટકા વધી વિક્રમી ૧૯૩ અબજ ડોલર રહી છે. માર્ચ ત્રિમાસિકમાં સોનાના સરેરાશ વૈશ્વિક ભાવ વાર્ષિક ધોરણે ૮૧ ટકા વધી પ્રતિ ઔંસ ૪૮૭૩ ડોલર રહ્યો હતો જે ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકમાં ૨૮૬૦ ડોલર રહ્યો હતો.

ભૌગોલિકરાજકીય તાણને પરિણામે રોકાણકારો સેફ હેવન તરીકે ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે. સેફ હેવન માગથી કોઈન તથા લગડીની વૈશ્વિક માગ ૪૨ ટકા  ઊંચી રહી છે. 

ચીનમાં લગડી તથા કોઈનની માગ ૬૭ ટકા વધી ૨૦૭ ટન્સ રહી છે. ચીન ઉપરાંત ભારત, દક્ષિણ કોરિઆ તથા જાપાનમાં પણ કોઈન તથા લગડીની માગમાં વધારો જોવા મળ્યો હોવાનું કાઉન્સિલના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે જ્વેલરી માગ ૨૩ ટકા ઘટી ૩૦૦ ટન રહી હતી.   

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496
Business

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

April 30, 2026
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…
Business

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

April 30, 2026
ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…
Business

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

April 30, 2026
Next Post
તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |...

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go...

વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

7 months ago
પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

5 months ago
ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

9 months ago
સોના-ચાંદીમાં ‘મહારેકોર્ડ’: ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રે…

સોના-ચાંદીમાં ‘મહારેકોર્ડ’: ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News