gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સ્વદેશી’ના નારા વચ્ચે ભારત-ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2026માં ચીન ભારતનું નં. 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in INDIA
0 0
0
‘સ્વદેશી’ના નારા વચ્ચે ભારત-ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2026માં ચીન ભારતનું નં. 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-ChinaTrade: એક તરફ જ્યાં મોદી સરકાર સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત બનાવવાના દાવા કરી રહી છે ત્યારે નાણાકીય વર્ષ 2025-26 (FY26)માં ભારતના વેપાર નકશામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષથી ભારતના ટોચના વેપાર ભાગીદાર રહેલા અમેરિકાને પાછળ છોડીને ચીન ફરીથી ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયું છે. સરકારી આંકડા પ્રમાણે, બંને દેશો વચ્ચે કુલ વેપાર 151.1 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. વધતો વેપાર સારી બાબત છે, પણ ભારતની વેપાર ખાધ વધી છે, એ ચિંતાજનક છે. 

ભારતની વેપાર ખાધમાં ઉછાળો

ચીન સાથે વેપાર તો વધ્યો છે, પરંતુ ભારત માટે સૌથી મોટી ચિંતા ઊભી થઈ છે વેપાર ખાધ(Trade Deficit)ની. FY26 દરમિયાન ભારતની ચીન સામેની વેપાર ખાધ વધીને 112.16 અબજ ડોલર થઈ ગઈ છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારત ચીન પાસેથી જેટલો માલ ખરીદે છે, તેની સરખામણીમાં ચીનને વેચાતો માલ ઘણો ઓછો છે.

આ પણ વાંચો: રશિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તૈનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો

ચીન સાથેના વેપારમાં આયાત અને નિકાસનો તફાવત

ચીન સાથેના વેપારમાં ભારતની આયાત અને નિકાસ બંને વધી છે, પરંતુ ગતિ ઘણી અલગ છે.

•નિકાસ (Exports): ભારતે ચીનને 19.47 અબજ ડોલરનો માલ વેચ્યો, જે ગયા વર્ષ કરતાં 36.66%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

•આયાત (Imports): તેનાથી ઊલટું, ભારતે ચીન પાસેથી 131.63 અબજ ડોલરનો માલ મંગાવ્યો છે, જે 16%નો વધારો દર્શાવે છે.

•ભારત ચીન પાસેથી મશીનરી, કાચો માલ અને ટેક્નિકલ પ્રોડક્ટ્સની આયાત ખૂબ વધારે માત્રામાં કરે છે, જેના કારણે ખાધ વધે છે.

અમેરિકા સાથેના વેપારમાં ભારત ફાયદામાં, પણ સરપ્લસ ઘટ્યું

એક તરફ ચીન સાથે ખાધ વધી છે, તો બીજી બાજુ અમેરિકા સાથેનો વેપાર પણ રસપ્રદ વળાંક ધરાવે છે.

•નિકાસ: અમેરિકા તરફની નિકાસ માંડ 0.92% વધીને 87.3 અબજ ડોલર થઈ છે.

•આયાત: અમેરિકા પાસેથી આયાતમાં 15.95% નો ભારે વધારો થયો છે, જે 52.9 અબજ ડોલર સુધી પહોંચી છે.

આનું પરિણામ એ આવ્યું કે અમેરિકા સાથે ભારતનું વેપાર સરપ્લસ (એટલે કે નિકાસ અને આયાત વચ્ચેનો ફાયદો) FY25ના 40.89 અબજ ડોલરથી ઘટીને FY26માં 34.4 અબજ ડોલર થઈ ગયું છે.

વૈશ્વિક ભાગીદારોમાં કોના સાથે નિકાસ ઘટી, કોની સાથે વધી?

ફક્ત ચીન અને અમેરિકા જ નહીં, પરંતુ વિશ્વભરના અન્ય દેશો સાથે પણ ભારતના વેપારમાં ફેરફાર જોવા મળ્યો છે.

•નિકાસ ઘટી (નેગેટિવ ગ્રોથ): નેધરલેન્ડ, યુકે, સિંગાપોર, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા અને મલેશિયા.

•નિકાસ વધી (પોઝિટિવ ગ્રોથ): યુએઈ, જર્મની, હોંગકોંગ, ઇટાલી, નેપાળ, બ્રાઝિલ, સ્પેન, બેલ્જિયમ અને વિયેતનામ.

વૈશ્વિક આયાત: ક્યાંથી લાવવામાં આવ્યો ઓછો માલ?

FY26માં ભારતે અમુક દેશો પાસેથી માલસામાનની આયાતમાં ઘટાડો નોંધાવ્યો છે. આ દેશોમાં રશિયા, ઇરાક, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, કતાર અને તાઇવાનનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત, યુએઈ, સાઉદી અરેબિયા, જાપાન, કોરિયા, જર્મની અને થાઇલેન્ડ જેવા દેશો પાસેથી ભારતે વધુ આયાત કરી છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: ક્યારે બન્યો હતો ચીન ટોચનો ભાગીદાર?

આ પહેલીવાર નથી જ્યારે ચીન ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો હોય. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 2013-14 થી 2017-18 દરમિયાન અને 2020-21 માં પણ ચીન આ યાદીમાં ટોચ પર હતું. તે પહેલાં, યુએઈ ભારતનો સૌથી મોટો ભાગીદાર હતો. 2021-22 બાદ અમેરિકા આ સ્થાને રહ્યું હતું, જે હવે ફરી ચીનને મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…
INDIA

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…

June 4, 2026
દિલ્હીમાં પાંચ માળની ગેરકાયદે હોટેલમાં આગનું તાંડવ, 21નાં મોત | Fire breaks out in five storey illeg…
INDIA

દિલ્હીમાં પાંચ માળની ગેરકાયદે હોટેલમાં આગનું તાંડવ, 21નાં મોત | Fire breaks out in five storey illeg…

June 4, 2026
ઋતબ્રતે મમતા પાસેથી ટીએમસી ઝૂંટવી લીધી | Ritabrat snatched TMC from Mamata
INDIA

ઋતબ્રતે મમતા પાસેથી ટીએમસી ઝૂંટવી લીધી | Ritabrat snatched TMC from Mamata

June 4, 2026
Next Post
Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…

Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit...

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ...

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

8 months ago
વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

4 months ago
બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

8 months ago
વિવિધ યુનિવર્સિટી, કેટરર્સને ત્યાં ખાદ્ય પદાર્થ અંગે ચેકિંગ: નવરચના યુનિ., કેળવણી ટ્રસ્ટ, એસ.એન.ડી.ટ…

વિવિધ યુનિવર્સિટી, કેટરર્સને ત્યાં ખાદ્ય પદાર્થ અંગે ચેકિંગ: નવરચના યુનિ., કેળવણી ટ્રસ્ટ, એસ.એન.ડી.ટ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News