
– એમબીએ ભણેલા ગુનેગારના પિતા ઉદ્યોગપતિ હતા
– આરોપી અગાઉ ચંદ્રાસ્વામીના બેનામી વ્યવહારો સંભાળતો હતો અને આર્મ્સ ડીલર અદનાન ખાશોગી સાથે કામ કરી ચૂક્યો
– કૌભાંડીનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો અને હવાલા વ્યવહારોનું હતું
ગાઝિયાબાદ : દિલ્હી સાથેના ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદમાં હર્ષવર્ધન જૈન નામની વ્યક્તિએ નકલી દૂતાવાસ ખોલીને રાખ્યો હતો. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, સેબોરગા, પૌલ્વિયા, લાડેનિયા જેવા નાના દેશોનો રાજદૂત બતાવતો હતો.










