
Assam Land Transaction SOP : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમાએ હિન્દુ, મુસ્લિમ સહિતની જમીન વેંચવા મામલે મોટો નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા મુજબ, આસામ મંત્રીમંડળે વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન વહેંચણી માટમે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરી છે.
વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન સોદાને ગંભીરતાથી ચકાસાશે
નવા નિયમ મુજબ જો કોઈ હિન્દી કોઈ મુસ્લિમને, કોઈ મુસ્લિમ કોઈ હિન્દુને અથવા કોઈ અન્ય ધર્મ જેમ કે ખ્રિસ્તી, બૌદ્ધ અથવા જૈન ધર્મના વ્યક્તિને જમીન વેચશે તો તેને ‘આંતર-ધાર્મિક વ્યવહાર’ માનવામાં આવશે અને તેઓ વચ્ચે થયેલા જમીન સોદાને ગંભીરતાથી ચકાસવામાં આવશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય આંતર-ધાર્મિક જમીન ખરીદ-વેચાણ પર નિયંત્રણ રાખીને રાજ્યની સુરક્ષા અને સામાજિક સંતુલન જાળવવાનો છે.










