![]()
વડોદરાઃ શહેરમાં નજીવી બાબતે હુમલો કરવાના જુદાજુદા ત્રણ બનાવો બનતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ કરી છે.
કારેલીબાગ આનંદનગર ખાતે રહેતા હોમગાર્ડ જવાન ભાર્ગવ રાણાએ પોલીસને કહ્યું છે કે,નોરતા દરમિયાન મુકેલા ડીજે પાસે કચરો સળગાવતા મારી મારી માતા અને ભાઇએ વિરોધ કર્યો હતો.જેથી સામે રહેતા હેમંત જગદીશ ભાઇ સોદાગર અને તેની પત્નીએ ઝઘડો કર્યો હતો.આ વખતે સંદિપ કહાર વચ્ચે પડતાં મેં તેને તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે તેમ પૂછ્યું હતું.જેથી હેમંતે ચાકુ લઇ મારા પેટમાં ઘા માર્યો હતો.
છાણી જકાતનાકા પાસે સમસારા ગેટ પાસે ગઇરાતે બે વાગે હાર્દિક સોલંકી (હરિ દર્શન રેસિડેન્સી,રણોલી) તેના મિત્ર આયુષ સાથે ગરબામાંથી પરત ફરતો હતો ત્યારે બે બાઇક પર આવેલા ત્રણથી ચાર અજાણ્યા હુમલાખોરોએ ઓવર ટેક કરી બંને પર હુમલો કર્યો હતો.હાર્દિકને રસ્તા પર ઢસડયો હતો અને બાઇકની તોડફોડ કરી હતી.
વાસણા ભાયલી રોડપર અક્ષર પેવેલિયન ફ્લેટમાં બનેલા બનાવ અંગે જિઓ ડિસ્ટ્રિબ્યુટર સંજય કાનાબારની ઓફિસમાં કેશ કલેક્શનનું કામ કરતા રોહિત મુલ્હેકરે પોલીસને કહ્યું છે કે,કેશ કલેક્શન બાબતે હું સંજયભાઇને તેમણે આપેલા લોકેશન પર મળવા ગયો ત્યારે તેઓ કારમાં બેઠા હતા અને મારી પાછળ આવ તેમ કહ્યું હતું.ત્યારબાદ મને અક્ષર પેવેલિયન ફ્લેટમાં લઇ ગયા હતા અને મેં રૃ.૧.૬૫ લાખ કલેક્શનની રકમ આપતાં તેમણે મને રૃ.૨.૬૦ લાખ લેવાના થાય છે તેમ કહી માર માર્યો હતો.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.










