gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,10
ઓકટોબર,2025

અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા એકા કલબ ખાતે આજ શનિવારે
સાંજે ૭૦મા ફિલ્મફેર એવોર્ડનુ આયોજન કરવામા આવ્યુ છે.જે માટે બોલીવુડના અનેક
અભિનેતા
, અભિનેત્રીઓ  શુક્રવારે જ શહેરમા આવી પહોંચ્યા હતા.ફિલ્મ ફેર
એવોર્ડ સમારોહ સાંજના સમયે શરુ થવાનો છે. આમ છતાં સવારથી જ કાંકરિયા આસપાસના
રસ્તાઓ તેમજ લેકફ્રન્ટ પરિસરમા ચાલતી વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવાની
મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે. પૂર્વ અમદાવાદના વિસ્તારોમાંથી પશ્ચિમ તરફ
અને પશ્ચિમના વિસ્તારોમાંથી પૂર્વના વિસ્તારોમાં રોજ હજારોની સંખ્યામાં લોકો
અવરજવર કરતા હોય છે.તેમને પણ શનિવારે એક દિવસ માટે તેમના ગંતવ્ય સ્થાન સુધી
પહોંચવામાં ફાંફા પડી જવાના છે.

 કાંકરિયા જેવા
વિસ્તારમાં ફિલ્મફેર એવોર્ડ જેવી ઈવેન્ટનુ આયોજન કરતા અગાઉ આસપાસમા રહેતા લોકો
ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા રસ્તાઓ પણ સવારથી બંધ કરવા તથા ડાઈવર્ઝન
વાળા રસ્તાઓને લઈ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.દિવાળી પર્વના દિવસોની શરૃઆત થઈ
ગઈ છે. આ પરિસ્થિતિમાં કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલા ઝૂ
, નોટકટરનલ ઝૂ, કિડઝ સિટી, બાલવાટીકા, નગીનાવાડી,બટરફલાય પાર્ક
સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવા મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય  કરતા મુલાકાતીઓ પણ લેકફ્રન્ટ પરિસરની મુલાકાત
લઈ શકશે નહીં.એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયમાં ઝૂ
,નોકટરનલ ઝૂ ઉપરાંત બટરફલાય પાર્કની મુલાકાતે ૬.૭૩ લાખ
મુલાકાતીઓ પહોંચ્યા હતા.પ્રવેશ ફીપેટે રુપિયા ૨.૫૮ કરોડની આવક થઈ હતી.દિવાળીના
પર્વ સમયે પણ લેકફ્રન્ટ પરિસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ માટે થઈને બંધ કરવા કે
સમારોહ સ્થળની આસપાસના રસ્તાઓ આખા દિવસ માટે બંધ કરવાના નિર્ણયને લઈ સ્થાનિકોમા પણ
રોષ જોવા મળી રહયો છે. મુખ્ય કાર્યક્રમ સાંજના સમયે શરૃ થવાનો છે ત્યારે બપોર સુધી
રસ્તાઓ કે લેકફ્રન્ટ પરિસર લોકો માટે ખુલ્લા રાખી શકાયા હોત. વડાપ્રધાન કે અન્ય
મહાનુભવોના આગમન સમયે પણ આખા દિવસ માટે રસ્તા બંધ રખાતા નથી.આટલુ ઓછુ હોય તેમ
અમદાવાદ ફાયર વિભાગને ચાર ફાયર ફાઈટર અને પાંચ અધિકારીઓ સાથે બપોરના બે કલાકથી
રાત્રિના બાર કલાક સુધી સમારોહ સ્થળે સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપવામા આવી છે.

ફિલ્મફેર એવોર્ડને AMTSની ૧૮૩ બસ ડાઈવર્ટ કરાશે

        કાંકરિયા ખાતે આજે શનિવારે સાંજે
ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાશે. સમારોહને ધ્યાનમા લઈ અમદાવાદ મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૨૮ રુટ ઉપર દોડાવાતી ૧૮૩ બસના રુટ ડાઈવર્ટ
કરાશે.રાયપુર ચાર રસ્તાથી જમણીબાજુ પારસી અગિયારીથી વ્યાયામ વિદ્યાલય સુધી ઉપરાંત
શાહઆલમ ટોલનાકાથી પુષ્પકુંજ સુધી
,ન્યુ
કલોથ ચાર રસ્તાથી વાણિજયભવન
,
અણુવ્રત સર્કલ સુધીના રુટ પ્રતિબંધિત કરવામા આવ્યા છે.

ફિલ્મફેર એવોર્ડ માટે હોર્ડિંગ્સ-બેનેર દુર કરાયા

              આજે શનિવારે કાંકરિયા ખાતે યોજાનારા
ફિલ્મફેર એવોર્ડ સમારોહને ધ્યાનમા લઈ કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તા ઉપર આવેલા ૨૯૨
હોર્ડિંગ્સ
,બોર્ડ,બેનર દુર કરવાની
સાથે ૮૨ જાહેરાત દુર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
Next Post
મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat…

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat...

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing ...

તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો | amc issues eviction…

તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો | amc issues eviction...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

10 months ago
આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

5 months ago
દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

6 months ago
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News