gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in Business
0 0
0
148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એર ઇન્ડિયા ખરીદવાનો દાવો કરનાર ઉદ્યોગપતિ પવન રૂઈયા 500 કરોડના સાયબર ફ્રોડમાં પકડાયા

– 11 વ્યક્તિઓ ભારતભરની 186 કંપનીઓમાં ડાયરેક્ટર, તેમાંથી 147 કલકત્તા રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હેઠળ નોંધાયેલી, જેમાંથી 73 કંપનીઓનું રજિસ્ટર્ડ સરનામું એક જ છે 

– ગણેશ દત્તા

જેમને એક સમયે  ‘ટર્નઅરાઉન્ડ ટાયકૂન’ તરીકે ઓળખવામાં આવતા હતા અને જેમણે એક સમયે એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હીસ્સો ખરીદવા દાવેદારી કરી હતી તે કોલકત્તાના ઉદ્યોગપતિ પવન રૂઈયાની  ગયા અઠવાડીયે પશ્ચિમ બંગાળ સાયબર ક્રાઈમ વિંગ દ્વારા કોલકાતા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.  અહેવાલો અનુસાર, આ ધરપકડ એક અલગ અને મોટા સાયબર ફ્રોડ (છેતરપિંડી) ના કેસમાં કરવામાં આવી છે.

૨૦૨૫ ના અંતમાં શરૂ થયેલી તપાસમાં પવન રૂઈયા, તેમના પરિવારના સભ્યો અને તેમની સાથે જોડાયેલી કંપનીઓના નેટવર્કને સાયબર ગુના અને મની લોન્ડરિંગની તપાસ સાથે સાંકળવામાં આવ્યા હતા.

પોલીસ આ નેટવર્કને ૧,૩૭૯ થી વધુ ફરિયાદો અને અંદાજે ૩૧૭ કરોડથી ૬૦૦ કરોડ રૂપિયા થી વધુની કથિત છેતરપિંડી સાથે જોડી રહી છે.

અહેવાલો અનુસાર  ડિજિટલ કૌભાંડોમાંથી મેળવેલા નાણાં રાખવા માટે ૧૪૮ થી વધુ શેલ કંપનીઓના નેટવર્કનો કથિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે રૂઈયા નેટવર્ક સાથે જોડાયેલ હોવાનું જણાયું હતું.

રૂઈયા ગુ્રપની માલિકીની અથવા તેમના દ્વારા સંચાલિત ભૂતકાળની કંપનીઓ, જેમાં ‘ડનલોપ ઈન્ડિયા’ (Dunlop India)) અને ‘જેસોપ એન્ડ કંપની’ (Jessop & Co.) નો સમાવેશ થાય છે, તેનો ઉલ્લેખ ભૂતકાળની પ્રવૃત્તિઓ અને ૨૦૧૬ માં આ કંપનીઓના સરકારી હસ્તક્ષેપ (takeover) ના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો.

ચાલુ તપાસ, નવેમ્બર ૨૦૨૫ માં પાડવામાં આવેલા વ્યાપક પોલીસ દરોડા અને ત્યારબાદ એપ્રિલ ૨૦૨૬ માં થયેલી ધરપકડને કારણે, આ ગુ્રપ માટે ૨૦૨૫ના નાણાકીય ટર્નઓવરના પ્રમાણિત આંકડા જાહેર જનતા માટે ઉપલબ્ધ નથી.

શહેરના ઉદ્યોગપતિ પવન રૂઈયાની મંગળવારે બંગાળ પોલીસની સાયબર ક્રાઈમ વિંગ દ્વારા આશરે રૃા. ૩૦૦ કરોડની કથિત ઓનલાઈન છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સોલ્ટ લેકના એક વરિષ્ઠ નાગરિક સાથે ઓનલાઈન છેતરપિંડી કરી મેળવેલા નાણાં કથિત રીતે રૂઈયા સાથે સીધી રીતે જોડાયેલા ખાતાઓમાં જમા થયા હતા, જે એક મોટા રેકેટ તરફ ઈશારો કરે છે.

સાયબર ક્રાઈમ વિંગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઈકો પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી વરિષ્ઠ નાગરિક સ્વપન કુમાર મંડલ સાથે છેતરપિંડી થઈ હતી. તેમના મોબાઈલ ફોન પર એક APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવ્યા બાદ, રોકાણ પર જંગી વળતરની ખોટી લાલચ આપી તેમની પાસેથી રૃા. ૯૩ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.’

અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘અમારી તપાસમાં બહાર આવ્યું છે કે આ નાણાં શેલ કંપનીઓના અનેક કોર્પોરેટ કરન્ટ એકાઉન્ટ્સ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતાઓ સૈયદ અમીર અલી એવન્યુ ખાતે આવેલા ‘રૂઈયા સેન્ટર’ પરથી પવન રૂઈયાના નિર્દેશ હેઠળ ચલાવવામાં આવતા હતા.’

રૂઈયા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ફોર્જરીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને બુધવારે બિધાનનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પોલીસે સાયબર ક્રાઈમ કેસમાં સુઓ મોટો  કેસ દાખલ કર્યો હતો, જેમાં અંદાજે ૩૧૫ કરોડ કથિત રીતે રૂઈયા પરિવારના સભ્યોની શેલ કંપનીઓના બેંક ખાતાઓમાં ટ્રેસ કરવામાં આવ્યા હતા.

રૂઈયા, જેમના પર એક સમયે સીપીએમની આગેવાની હેઠળની સરકારે ડનલોપ અને જેસોપ જેવી માંદી કંપનીઓને બેઠી કરવા માટે ભરોસો મૂક્યો હતો, તેમણે અગાઉ કલકત્તા હાઈકોર્ટમાં ધા નાખીને પોતાના અને પરિવાર માટે કાયદાકીય રક્ષણ મેળવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કોર્ટે આ રક્ષણ પાછું ખેંચી લીધું તેના ગણતરીના કલાકોમાં જ રૂઈયાની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ ૨૦૧૬માં પણ જેસોપ પરિસરમાંથી રેલવેના સાધનોની ચોરીના આરોપમાં રૂઈયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તાઓએ જણાવ્યું કે આ તપાસમાં દેશભરના લોકો સાથે આંતરરાજ્ય સાયબર ક્રાઈમ રેકેટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ની ચકાસણીમાં જાણવા મળ્યું છે કે ભારતભરમાં ૧,૩૭૯ સાયબર છેતરપિંડીના કેસો રૂઈયા અને તેમના સાથીદારો સાથે જોડાયેલા હતા.

આ કૌભાંડમાં  ગેરકાયદેસર વ્યવહારો છુપાવવા અને વિદેશમાં નાણાં મોકલવા માટે ક્રિપ્ટોકરન્સીનો  ઉપયોગ કરવામાં આવતો હોવાનું મનાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક કિસ્સામાં છેતરપિંડીના નાણાં ‘હુગલી મશીનરીઝ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે જોડાયેલા ખાતામાં ટ્રેસ થયા હતા. બાદમાં તે નાણાં એ જ કંપનીના અન્ય બે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જ્યારે તપાસકર્તાઓએ કંપનીની પાન (PAN) વિગતો તપાસી, ત્યારે જાણવા મળ્યું કે NCRP પર આ ખાતાઓ સામે ઓછામાં ઓછી ૫૪૪ સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હતી. વધુ તપાસમાં ૧૧ સમાન ડાયરેક્ટરો ધરાવતી ૧૬ લાભાર્થી કંપનીઓનું નેટવર્ક મળી આવ્યું હતું. આ કંપનીઓમાં ‘ગેઇન ઇ-કોમર્સ’, ‘મેલરોઝ ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ’, ‘દહિસર ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘ઝેટલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’નો સમાવેશ થાય છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ ૧૧ વ્યક્તિઓ ભારતભરની ૧૮૬ કંપનીઓમાં ડાયરેક્ટર છે. 

ડનલોપ ખરીદ્યા પછી તેનો સામાન વેચીને તેને ખંડેર બનાવી દીધી હતી…

જ્યારે ઉદ્યોગપતિ પવન રૂઈયાએ રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદવા માટે રસ દાખવ્યો હતો  ત્યારે બીજી તરફ ડનલોપ ઇન્ડિયા લિમિટેડ અને જેસોપ (જે ફેક્ટરીઓ તેમના ગુ્રપે૨૦૦૬માં હસ્તગત કરી હતી) ના હજારો કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ બંને કંપનીઓ હાલ ફડચામાં (Liquidation) જવાની તૈયારીમાં છે, જેના કારણે કર્મચારીઓ લાચાર બની ગયા છે.

ડનલોપના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, રૂઈયા ગુ્રપ એક એરલાઇન હસ્તગત કરવા માટે બોલી લગાવી રહ્યું છે, જ્યારે બીજી બાજુ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા ૧૫૬૦ કર્મચારીઓમાંથી લગભગ ૩૫૦ કર્મચારીઓના લેણાં હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. આ કર્મચારીઓ હજુ પણ આશાવાદી છે કે કોઈક દિવસ તો તેમના નાણાં ચૂકવાશે, કારણ કે તેઓએ તેમનું આખું જીવન આ કંપનીને સમર્પિત કર્યું હતું.

 કર્મચારીઓ કહે છે કે  જ્યારે રૂઈયાએ આ કંપની સંભાળી ત્યારે અમને સારા દિવસોની આશા હતી. પરંતુ, તેમણે થોડા વર્ષો ફેક્ટરી ચલાવ્યા પછી તેની કિંમતી ચીજવસ્તુઓ વેચી દીધી અને ફેક્ટરીને ખંડેર બનાવી દીધી. આ કમનસીબી છે કે જે વ્યક્તિ પર સરકારે ભરોસો મૂક્યો, તેણે જ અમારું જીવન મુશ્કેલ બનાવી દીધું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેસોપ ફેક્ટરીમાંથી રૃા. ૫૦ કરોડની સામાનની ચોરીના રેલ્વેના આરોપ બાદ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે એ રૂઈયાની તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…
Business

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

May 22, 2026
સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …
Business

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …

May 22, 2026
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે
Business

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

May 22, 2026
Next Post
ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv...

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ: 17 કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં! | ₹17 Crore Flower Sh…

અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ: 17 કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં! | ₹17 Crore Flower Sh…

4 months ago
દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

9 months ago
ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

3 months ago
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News