Parliament News : કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે (25 માર્ચ) કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકાર બજેટ સત્રમાં અવરોધ કરવાનો ઈરાદાથી કામ કરી રહી છે. સંસદમાં વિપક્ષોને મુદ્દા ઉઠાવવા દેવાતા નથી અને ચર્ચા કરવાની મંજૂરી પણ અપાતી નથી. સરકાર જ ગૃહ ચાલવા દેવા માંગતી નથી.
સરકારનો એજન્ડો અવરોધ ઉભો કરવાનો : પ્રિયંકા
‘એક દેશ, એક ચૂંટણી’ મુદ્દે સંસદીય સમિતિ બેઠકમાં ભાગ લીધા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘અમે જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, તે થતી નથી. મેં પહેલીવાર જોયું કે, સરકારનો એજન્ડો અવરોધ ઉભો કરવાનો છે. કદાચ આવું પ્રથમવાર બન્યું છે કે, સરકાર જ ગૃહની કામગીરી ચાલવા દેતી નથી.’
આ પણ વાંચો : રોકડ, પ્લોટ કે સરકારી નોકરી… કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર
ન્યાયાધીશના બંગલામાંથી રોકડ મળવા મુદ્દે ચર્ચા કરવા માંગ
પ્રિયંકા ગાંધીએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના સરકારી બંગલામાંથી રોકડ મળી આવવાનો મામલે લોકસભામાં ચર્ચા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વધુ ન્યાયિક જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરીને મજબૂત અને નક્કર ઉકેલો શોધવા માટે ચર્ચાઓ થવી જોઈએ. સોમવારે પણ વારંવાર લોકસભાની કામગીરી સ્થગિત રખાતા પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘સરકાર ઈચ્છે છે કે, ગૃહની કામગીરી આગળ ન વધે અને તેઓ કોઈને કોઈ બહાના હેઠળ હંગામો કરે છે.’
સોમવારે પણ સંસદમાં હંગામો
તેમણે કહ્યું કે, ભાજપે કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા બાદ સોમવારે સંસદમાં કર્ણાટક મુસ્લિમ અનામત મુદ્દે હંગામો થયો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને જે.પી.નડ્ડાએ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો : AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા