Salman Khurshid : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સલામ ખુર્શીદે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પોતાની પીડા શેર કરી છે. થરૂર બાદ ખુર્શીદ બીજા કોંગ્રેસી નેતા છે, જેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે. વાસ્તવમાં બંને નેતાઓ તે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળના સભ્ય છે, જે આતંકવાદ સામે ભારતે લીધેલા પગલાં વિશે અન્ય દેશોને માહિતગાર કરવાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવાયેલા પગલાઓના વખાણ કરી રહ્યા છે.
‘કેટલાક લોકો મારી રાજકીય નિષ્ઠા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે’
ખુર્શીદે આજે (2 જૂન) સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, હું દુઃખી છું કે, દેશમાં લોકો મારી રાજકીય નિષ્ઠાની ગણતરી કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે, જ્યારે આતંકવાદ વિરુદ્ધ અભ્યાન ચાલી રહ્યું હોય, તો શું દેશભક્ત હોવું આટલું કઠિન છે? સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય ખુર્શીદ હાલ અન્ય દેશોમાં ભારતનો અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમણે આતંકવાદનો સામનો કરવાના ભારતના પ્રયાસો વચ્ચે રાજકીય વિભાજન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાનું આતંકવાદ પ્રત્યેનું વલણ વૈશ્વિક સ્તરે દેખાડી રહ્યું છે, જ્યારે દેશમાં કેટલાક લોકો એક થવાના બદલે મારી રાજકીય નિષ્ઠા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
ખુર્શીદે શું લખ્યું ?
ખુર્શીદે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે તેઓ આતંકવાદ વિરુદ્ધના મિશન પર છે અને ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે એ દુઃખની વાત છે કે, ઘરના લોકો રાજકીય નિષ્ઠાની ગણતરી કરી રહ્યા છે. શું દેશભક્ત હોવું આટલું મુશ્કેલ છે?’
આ પણ વાંચો : દેશમાં કોરોનાની કુલ પાંચ વેક્સીન, સૌથી કારગત નેઝલ વેક્સિન, જાણો તેની કિંમત
ખુર્શીના નિશાના પર કોણ?
જોકે ખુર્શીદે કયા નેતાને કે પછી કાય પક્ષને ધ્યાને રાખીને આ નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પાકિસ્તાનની આતંકવાદ વિરુદ્ધની કરતૂત વિશ્વભર સુધી પહોંચાડવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ બનાવ્યું છે અને હાલ આ મંડળ વિશ્વભરમાં જઈને આતંકવાદ વિરુદ્ધનું ભારતના વલણ, પાકિસ્તાનની કરતૂત અને ભારતના ઓપરેશન સિંદૂરનો સંદેશો પહોંચાડી રહ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે આ પ્રતિનિધિમંડળ માટે વિવિધ પક્ષોના સાંસદો સહિતના નેતાઓની પસંદગી કરી છે, જેને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, પ્રતિનિધિ મંડળ માટે પાર્ટીએ આપેલા નામોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.
ખુર્શીદે વધુમાં શું કહ્યું?
સલમાન ખુર્શીદે પોતાની સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ અંગે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે, હું સતત અનેક સવાલોનો સામનો કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે, જ્યારે તમે દેશ માટે કંઈક કરવા ઈચ્છો છો, તો આ લોકો ખૂબ ઉત્સાહી હોતા નથી. લોકો કહેતા રહે છે કે, તમે આવા પ્રતિનિધિમંડળમાં શું કરી રહ્યા છો, જેમાં ભાજપના લોકો છે. તમે ત્યાં શુ કરી રહ્યા છો? અમે અહીં તે જ કરી રહ્યા છે, જે દેશ માટે જરૂરી છે. ભલે તમે કોઈપણ પાર્ટીનો હોવ, આજે દેશના પક્ષમાં બોલવા માટે એક અવાજની જરૂર છે અને હું તે જ કરી રહ્યો છું. જ્યારે હું આવું કહું છું, તો મને લાગે છે કે, શું દેશભક્ત બનવું આટલું મુશ્કેલ છે? તો પછી આ સવાલ તે લોકોને પૂછવો જોઈએ, જેઓ ટ્વિટ કરી રહ્યા છે અને આવી વાતો કરી રહ્યા છે.
આ પણ વાંચો : 8-8 લાખના ઈનામી રીતા અને રાહુલ સહિત 16 નક્સલીનું આત્મસમર્પણ