– 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ, વોર્ડની પેટા ચૂંટણીનો પણ સમાવેશ
– રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો, મતદાર યાદી સંદર્ભેની કામગીરી શરૂ ટૂંક સમયમાં જ જાહેરનામુ બહાર પડવાની શક્યતા : દાવેદારો ગોડફાધરને શરણે
આણંદ : આણંદ જિલ્લાની ૧૫૯ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વધુના સમયથી વહીવટદારનું શાસન છે. જેના પરિણામે ગ્રામ પંચાયતોના વિકાસના કામો ખોરંભે પડયા છે. ચૂંટણીપંચ દ્વારા તમામ પંચાયતોની મે મહિનાના અંત સુધીમાં ચૂંટણી યોજાય તે માટે જાહેરનામું બહાર પડે તેવી સંભાવનાઓ છે. ત્યારે આણંદ જિલ્લામાં સુપરસીડ થયેલી બોરસદ અને સોજીત્રા સહિત પાંચ નગરપાલિકાઓની ડિસેમ્બરમાં ચૂંટણીની શક્યતાઓ છે.
આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણી વિભાગના અધિકારી રોબિનભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં જ્યાં વહીવટદારનું શાસન હોય તેવી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. જેમાં આણંદ જિલ્લામાં હાલ ૧૫૯ ગ્રામ પંચાયતોમાં તેમજ ૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણીઓ અંદાજિત મે મહિનાના અંતમાં યોજવા સંદર્ભે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં બુથ મથકો, મતદાર યાદી સહિતની તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી મે મહિનામાં જાહેરનામું બહાર પાડીને આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવાથી વહીવટદારના શાસનનો અંત આવશે.
જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતો અને અન્ય છ ગામા મળીને ૧૬૫ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરીને હાલમાં વહીવટદારનું શાસન ચાલે છે.
ઉપરાંત આણંદ જિલ્લામાં સુપરસીડ થયેલી બોરસદ અને સોજીત્રા નગરપાલિકા સહિત ઉમરેઠ, પેટલાદ, ખંભાત, નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ ડિસેમ્બરમાં યોજવાની શક્યતાઓ છે.
કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટાયેલી બોડીની કયા વર્ષમાં મુદત પૂર્ણ થઈ
તાલુકો |
ગ્રામ |
મુદત |
|
પંચાયતો |
પૂર્ણ |
આણંદ |
૧૭ |
એપ્રિલ-૨૦૨૨ |
ઉમરેઠ |
૧૨ |
મે-૨૦૨૨ |
બોરસદ |
૨૩ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |
આંકલાવ |
૧૯ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |
પેટલાદ |
૩૩ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |
સોજીત્રા |
૧૬ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |
ખંભાત |
૨૦ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |
તારાપુર |
૧૯ |
ફેબુ્રઆરી-૨૦૨૩ |