Bangalore Stampede: આઈપીએલ 2025 ગત દિવસોમાં પૂર્ણ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સીઝનમાં શાનદાર જીત હાંસલ કરી. આજે આ જીતની ઉજવણી બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ફેન્સ ટીમના સ્વાગત માટે પહોંચ્યા હતા. જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં પહોંચી ગયા લોકો
આરસીબીના ખેલાડીઓની ઝલક માટે લોકો વૃક્ષો અને વાહનો પર ચડ્યા
આ પણ વાંચો: બેંગલુરૂ નાસભાગ: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
લોકો સ્ટેડિયમમાં ન પ્રવેશે તે માટે દરવાજા બંધ કરી દેવાયા હતા
લોકો કાર, બસ સહિતના વાહનો પર ચડ્યા, કારોને થયું નુકસાન
આ અંગે નાયબ મુખ્યમંત્રી શિવકુમારે કહ્યું કે, ભીડ બેકાબૂ હતી. આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો: ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી
ઘટના સ્થળના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ફેન્સની ભીડ એકઠી થઈ હતી, જેના બેકાબૂ થવાથી વાહનોને પણ નુકસાન થયું છે. નાસભાગ બાદ કારોને મોટું નુકસાન થયું છે.
કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે કર્યું હતું સન્માન સમારોહનું આયોજન
આરસીબીના ફેન્સ પોતાની ચેમ્પિયન ટીમની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આજે અહીં તમામ આરસીબી ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. અહીં કર્ણાટક સરકારના અનેક મંત્રી પણ હાજર હતા. નાયબ મુખ્યમંત્રી શિવકુમાર પણ અહીં હાજર હતા.
દીવાલ-વૃક્ષો પર ચડ્યા ફેન્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો અને વૃક્ષો પર ચડ્યા હતા, જ્યારબાદ પોલીસે તેને ઉતારીને ભગાડ્યા હતા.
કર્ણાટકના બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં આરસીબીના ચાહકો તેમની ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.
એક બાળક બેભાન થયું હતું
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL 2025ની જીતની ઉજવણી માટે મોટી ભીડ એકઠી થઈ રહી હતી. ત્યારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બાળક બેભાન થઈ ગયું હતું.