Elon Musk Father Errol Visits Ayodhya Ram Temple : ઉત્તર પ્રદેશના અયોધ્યાનું દિવ્ય અને ભવ્ય ભગવામ શ્રી રામનું મંદિર વિશ્વભરમાં સુવાસ ફેલાવી રહી છે. દેશના ભાવિકભક્તો તો ભગવાન રામલલાના દર્શન કરી રહ્યા છે, આ સાથે વિશ્વભરથી અનેક ભક્તો પણ ભગવાનના દર્શન કરવા આવતા રહે છે. આ જ ક્રમમાં હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કના પિતા એરોલ મસ્ક અયોધ્યા દર્શન કરવા આવ્યા છે. તેમણે અહીં આવી ભગવાન શ્રી રામને શ્રદ્ધા અર્પિત કરી છે. એરોલની સાથે તેમની પુત્રી અને કેટલાક સાથીઓ પણ આવ્યા છે અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે મંદિરના દર્શન કર્યા છે. જ્યારે તેઓ મંદિમાં પહોંચ્યા, ત્યારે પુજારીએ તેમને રામનામી પહેરાવી હતી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઝગમગી ઉઠ્યું હતું.
એરોલ મસ્ક ભારતીય સંસ્કૃતિના પ્રશંસક
એરોલ મસ્કમાં ભારતીય સંસ્કૃતિનું સન્માન જોવા મળ્યું હતું. તેમણે પારંપરિક ભારતીય પોષાક કુરતો અને પાયજામો પહેર્યો હતો. રામલલાના દર્શન કર્યા તે પહેલા તેઓ હનુમાનગઢી પહોંચ્યા હતા અને અહીં હનુમંત લલાની પૂજા-અર્ચના કરવાની સાથે વિધિવિધાનથી આરતીમાં પણ ભાગ લીધો હતો. તેઓ અયોધ્યાની પવિત્રતા, દિવ્યતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા. તેમણે પોતાને ભારતીય સંસ્કૃતિના પ્રશંસક ગણાવ્યા છે.
અમારા દેશમાં ભારતીયોની બહોળી સંખ્યા
મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા એરોલ મસ્કે કહ્યું કે, ‘હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે ઓળખું અને સમજું છું, કારણ કે અમારા દેશમાં ભારતીયોની બહોળી સંખ્યા છે. જેઓ ખૂબ જ ઉદાર અને માનવતા ધરાવે છે. ભારતીયોને મળવાથી મને સુઃખદ અનુભવ થાય છે.’ એરોલ સાથે દેશના પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ડૉ.વિવેક બિંદ્રા પણ આવ્યા હતા.
ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે