Sharmishtha Panoli Granted Interim Bail: સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને સાંપ્રદાયિક વીડિયો પોસ્ટ કરવાના મામલે કોલકાતા હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે તેના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પોતાનો ચુકાદો આપતાં કોર્ટે તેના દેશની બહાર જવા પર રોક લગાવી છે.
સાંપ્રદાયિક ટિપ્પણીઓ વાળો વીડિયો અપલોડ કરવા મામલે ધરપકડ
કોલકાતા પોલીસે શર્મિષ્ઠા પનોલીની સાંપ્રદાયિક ટિપ્પણીઓ વાળો એક વીડિયો અપલોડ કરવા મામલે ગુરુગ્રામથી ધરપકડ કરી હતી. મંગળવારે થયેલી સુનાવણીમાં શર્મિષ્ઠા પનોલીને કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
કોલકાતા હાઈકોર્ટનો આદેશ
કોલકાતા હાઈકોર્ટે બે દિવસ પહેલા ગાર્ડનરીચ પોલીસ સ્ટેશનને શર્મિષ્ઠાની ધરપકડના મામલાની કેસ ડાયરી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આગળ એ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર શર્મિષ્ઠાની કાર્યવાહીને લઈને હવે કોઈ નવો કેસ ન નોંધે.
શર્મિષ્ઠા પર શું લાગ્યા હતા આરોપ
કોલકાતાની એક કોર્ટે પનોલીને 13 જૂન સુધી જેલમાં મોકલી દીધી હતી. સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરે ઓપરેશન સિંદૂરને લઈને બોલિવૂડના એક્ટર પર ટિપ્પણી કરી હતી. તેના પર પયગંબર મુહમ્મદ અંગે વાંધાજનક વિડિઓ પોસ્ટ કરવાનો પણ આરોપ હતો.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત
કોલકાતા હાઈકોર્ટે સુનાવણી કરતા વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હવે હાઈકોર્ટે સુનાવણી કરીને શર્મિષ્ઠાને વચગાળાના જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું હતું કે, શર્મિષ્ઠાના નિવેદને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે.