Jammu Kashmir Pahalgam video : જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 26 લોકો મૃત્યુ પામી ગયા હતા. ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે.
આતંકી હુમલાના સમયનો વીડિયો સામે આવ્યો
બીજી બાજુ આતંકી હુમલાના સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાયછે કે જ્યારે આતંકીઓએ પર્યટકો પર હુમલા કરવાનું શરૂ કર્યું તો ઘટનાસ્થળે કેવી દહેશત ફેલાઈ હતી. આ વીડિયોના માધ્યમથી એવો દાવો કરાયો છે કે આતંકીઓ હુમલો કરતા દેખાઈ રહ્યા છે. એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં કાશ્મીરની ખીણ દેખાય છે પણ વીડિયોમાં લોકો ચીસાચીસ કરતા દેખાય છે. આતંકીઓએ જ્યારે હુમલો કર્યો તો લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા માટે નાસતા દોડતા દેખાયા હતા.
વીડિયો બનાવનાર વ્યક્તિ પણ ડરી ગયો
વીડિયો રેકોર્ડ કરનારા શખ્શનો પણ અવાજ સાંભળી શકાય છે. જેમાં તે ડરી ગયેલો આભાસ થાય છે અને સામે જોવા માટે કહી રહ્યો છે. એ સમયે જોરદાર ધડાકાનો અવાજ સંભળાય છે અને ચારેકોરથી ચીસા ચીસ થવા માંડે છે. આ દરમિયાન અમુક લોકો નાસતા દેખાય છે. આ દૃશ્યનું વર્ણન ખરેખર મુશ્કેલ છે.