રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણય પૂર્વે ફંડોની તોફાની તેજી
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની ધિરાણ નીતિ સમીક્ષા પર ચાલી રહેલી ત્રણ દિવસીય મીટિંગના આવતીકાલે-શુક્રવારે નિષ્કર્ષ પૂર્વે આજે ફંડોએ આરંભિક સ્થિરતા બાદ આક્રમક તેજી કરી હતી. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ )માં આજે-ગુરૂવારે વિક્લી એક્સપાયરીને લઈ ઈન્ડેક્સ બેઝડ અપેક્ષિત વોલેટીલિટી જોવાયા બાદ બજારે તેજીની દિશા પકડી હતી. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં આ વખતે ૦.૨૫ ટકાનો ઘટાડો અપેક્ષિત હોવા સાથે ચોમાસાની સારી શરૂઆત અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ ફોક્સ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ ફંડો શેરોમાં ખરીદદાર રહ્યા હતા. બેંકિંગ શેરોમાં એકંદર સિલેક્ટિવ ખરીદી સામે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, કેપિટલ ગુડઝ, રિયાલ્ટી, આઈટી શેરોમાં ખરીદી રહી હતી. આરંભિક સાંકડી વધઘટ બાદ તેજીએ સેન્સેક્સઅંતે ૪૪૩.૭૯ પોઈન્ટ ઉછળીને ૮૧૪૪૨.૦૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૦.૭૦ પોઈન્ટ વધીને ૨૪૭૫૦.૯૦ બંધ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૩૭૭ પોઈન્ટ ઉછળ્યો : બ્લિસ જીવીએસ, ગ્લેનમાર્ક, એસ્ટ્રાઝેનેકા, હેસ્ટરમાં આકર્ષણ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. બ્લિસ જીવીએસ રૂ.૬.૩૦ વધીને રૂ.૧૩૯.૫૫, ગ્લેનમાર્ક રૂ.૬૯.૯૫ વધીને રૂ.૧૫૮૫.૧૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૪૦૩.૬૦ વધીને રૂ.૯૮૯૧.૧૦, હેસ્ટરબાયો રૂ.૬૭.૩૦ વધીને રૂ.૧૮૭૧.૧૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૫ વધીને રૂ.૧૬૨.૦૫, એરિસ રૂ.૫૦.૫૫ વધીને રૂ.૧૬૫૪.૩૫, લુપીન રૂ.૫૨.૩૦ વધીને રૂ.૧૯૯૫.૩૦, વોખાર્ટ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૧૫૨૮.૬૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૦.૮૦ વધીને રૂ.૧૧૫૯.૫૦, ઝાયડસ લાઈફ રૂ.૨૪.૨૫ વધીને રૂ.૯૫૫.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૭૭.૨૩ પોઈન્ટ ઉછળીને ૪૩૦૫૦.૨૭ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૫ વધી રૂ.૪૯૨ : જિન્દાલ સ્ટેનલેસ, સેઈલ વધ્યા
ચાઈના પર અમેરિકાની સ્ટીલ આયાત પર ૫૦ ટકા ટેરિફના કારણે ભારતની નિકાસને પ્રોત્સાહનની શકયતા અને અમેરિકા સાથે ડિલમાં એડવાન્ટેજ ભારત બની રહેવાના મૂકાતા અંદાજોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૪.૫૦ વધીને રૂ.૪૯૨.૧૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૬૭૩.૪૫, સેઈલ રૂ.૧.૩૦ વધીને રૂ.૧૩૩.૧૦, એપીએલ અપોલો રૂ.૧૬.૭૦ વધીને રૂ.૧૯૧૪.૧૦, એનએમડીસી રૂ.૭૦.૮૫, વેદાન્તા રૂ.૨.૯૫ વધીને રૂ.૪૩૯.૭૫, હિન્દાલ્કો રૂ.૧.૩૦ વધીને રૂ.૬૩૭.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૯.૧૧ પોઈન્ટ વધીને ૩૦૭૮૮.૧૩ બંધ રહ્યો હતો.
વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રિયાલ્ટી શેરોમાં શોભા રૂ.૮૯, બ્રિગેડ રૂ.૪૯, પ્રેસ્ટિજ રૂ.૪૫ ઉછળ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડાની શકયતાએ હોમ લોન દરો ઘટવાની ધારણા અને તેના કારણે રિયાલ્ટી ક્ષેત્રે માંગ વૃદ્વિની અપેક્ષાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં લેવાલી રહી હતી. શોભા ડેવલપર્સ રૂ.૮૯.૧૫ વધીને રૂ.૧૬૦૪.૭૫, બ્રિગેડ રૂ.૪૮.૯૦ વધીને રૂ.૧૨૬૨.૬૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૪.૫૦ વધીને રૂ.૧૬૨૬.૧૫, ડીએલએફ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૮૨૫.૪૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૭.૮૫ વધીને રૂ.૨૩૧૧.૮૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૩.૫૦ વધીને રૂ.૧૮૦૦.૬૫, લોઢા ડેવલપર્સ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૪૬૧.૯૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૫.૫૧ પોઈન્ટ વધીને ૭૭૦૪.૪૨ બંધ રહ્યો હતો.
ટેકનોલોજી-આઈટી શેરોમાં ફંડો લેવાલ : યુનિઈકોમર્સ, ૬૩ મૂન્સ, ક્વિક હિલ, કોફોર્જ, પર્સિસ્ટન્ટમાં તેજી
ટેકનોલોજી-આઈટી, સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની અમુક શેરોમાં ખરીદી જળવાતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૭.૮૧ પોઈન્ટ વધીને ૩૬૬૮૬.૫૬ બંધ રહ્યો હતો. યુનિઈકોમર્સ રૂ.૮.૨૫ વધીને રૂ.૧૪૧.૯૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪૩.૧૫ વધીને રૂ.૮૮૫.૧૫, ક્વિક હિલ રૂ.૧૩ વધીને રૂ.૩૬૫.૬૦, કોફોર્જમાં મોર્ગન સ્ટેનલીના પોઝિટીવ રિપોર્ટે રૂ.૩૯.૯૫ વધીને રૂ.૧૭૬૫.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૪.૭૫ વધીને રૂ.૫૬૧૯.૭૦, માસ્ટેક રૂ.૪૪.૩૫ વધીને રૂ.૨૩૪૪.૮૦, નેટવેબ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૧૯૯૬.૧૦, બિરલા સોફ્ટ રૂ.૭.૩૦ વધીને રૂ.૪૧૦.૪૫, જેનેસિસ રૂ.૧૦ વધીને રૂ.૭૦૯.૨૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૨.૨૦ વધીને રૂ.૮૭૩૩.૫૫, નેલ્કો રૂ.૭.૨૫ વધીને રૂ.૮૯૬.૮૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૨ ઉછળી રૂ.૫૦૭૧
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોનું પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ ચાલુ રહ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૧.૬૦ ઉછળી રૂ.૫૦૭૧.૩૫, શેફલર રૂ.૯૪.૫૦ વધીને રૂ.૪૩૧૫.૯૫, ગ્રાઈન્ડવેલ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૧૮૪૨.૫૫, એનબીસીસી રૂ.૨.૧૫ વધીને રૂ.૧૨૭, ભારત ડાયનામિક્સ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૧૯૬૮.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૯૪.૯૭ પોઈન્ટ વધીને ૭૧૦૦૮.૪૨ બંધ રહ્યો હતો.
આરબીઆઈ નિર્ણય પૂર્વે બેંક શેરોમાં સાવચેતી : આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૪ વધ્યો : ફેડરલ ઘટયો
આરબીઆઈની ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણય પૂર્વે આજે બેંકિંગ શેરોમાં એકંદર સાવચેતી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૬૫ વધીને રૂ.૧૪૫૪.૭૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૧૯૫૦.૯૦ રહ્યા હતા. જ્યારે ફેડરલ બેંક રૂ.૪ ઘટીને રૂ.૨૦૭, બેંક ઓફ બરોડા રૂ.૪ ઘટીને રૂ.૨૫૦.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૮૦૩.૧૦, એક્સિસ બેંક રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૧૧૫૮.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની લેવાલી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૦૬ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૦૬ અને ઘટનારની સંખ્યા ૧૭૮૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૩૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૭.૫૦ લાખ કરોડ રહ્યું
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક ખરીદીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૩૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૭.૫૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની રૂ.૨૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૨૩૮૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૨૦૮.૪૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૩૮૨.૪૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.