gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિઝર્વ બેંકે રેપો રેટ, સીઆરઆરમાં મોટો ઘટાડો કરી બજારનું સેન્ટીમેન્ટ ફુલગુલાબી કર્યું

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મીટિંગના અંતે આજે રેપો રેટમાં અડધા ટકાનો અને સીઆરઆરમાં અનપેક્ષિત એક ટકાનો તબક્કાવાર ઘટાડો કરવાનું જાહેર કરી આશ્ચર્ય સર્જાતાં ભારતીય શેર બજારોમાં સેન્ટીમેન્ટ ફરી ફુલગુલાબી તેજીનું બન્યું હતું. ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઓલ રાઉન્ડ ખરીદી કરતાં નિફટીએ ૨૫૦૦૦નો પડાવ ફરી પાર કર્યો હતો. જ્યારે સેન્સેક્સ પણ ૮૨૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. બેંકિંગ શેરોમાં તેજી સાથે આજે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્મા શેરોમાં પણ સિલેક્ટ્વિ ખરીદી રહી હતી. સેન્સેક્સ અંતે ૭૪૬.૯૫ પોઈન્ટ ઉછળીને ૮૨૧૮૮.૯૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૨.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૦૦૩.૦૫ બંધ રહ્યા હતા.

લિક્વિડિટી વધવાના આકર્ષણે બેંકેક્સ ૭૮૩ પોઈન્ટ ઉછળ્યો : એક્સિસ બેંક, એચડીએફસી બેંકમાં તેજી

આરબીઆઈ દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવાના નિર્ણયે બેંકિંગ સિસ્ટમમાં રૂ.૨.૫ લાખ કરોડની લિક્વિડી વધવાના અંદાજોએ ધિરાણને વેગ મળવાની અપેક્ષાએ આજે બેંકિંગ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. એક્સિસ બેંક રૂ.૪૦.૯૦ વધીને રૂ.૧૧૯૯.૫૫, એચડીએફસી બેંક રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૯૭૯.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૯.૩૫ વધીને રૂ.૨૦૬૯, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૫ વધીને રૂ.૨૪૫.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૮૨.૮૦ પોઈન્ટ ઉછળીને ૬૩૫૫૬.૩૬ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ : મુથુટ ફિનકોર્પ, આઈઆઈએફએલ, હોમ ફર્સ્ટ, બજાજ હોલ્ડિંગ ઉછળ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં પણ ફંડોની આજે આક્રમક ખરીદી થઈ હતી. દૌલત અલ્ગો રૂ.૯.૦૨ ઉછળી રૂ.૧૦૧.૩૧, મુથુટ ફિન રૂ.૧૫૮.૫૫ વધીને રૂ.૨૨૨૪.૪૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૯.૭૦ વધીને રૂ.૩૦૩, હોમ ફર્સ્ટ રૂ.૭૩.૨૦ વધીને રૂ.૧૨૬૯.૫૫, બજાજ હોલ્ડિંગ રૂ.૬૪૪.૪૫ વધીને રૂ.૧૩,૯૭૫, કેર રેટિંગ રૂ.૬૨.૯૦ વધીને રૂ.૧૭૬૮, મન્નપુરમ રૂ.૭.૮૫ વધીને રૂ.૨૩૯.૬૫, ઈકરા રૂ.૨૨૦.૨૦ વધીને રૂ.૬૭૫૪.૮૦, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૮૧.૩૫ વધીને રૂ.૨૮૫૫.૧૦, ટાટા ઈન્વેસ્ટ રૂ.૧૭૩.૦૫ વધીને રૂ.૬૭૧૩, એન્જલ વન રૂ.૬૯.૫૦ વધીને રૂ.૩૦૭૧.૬૦, આઈઆઈએફએલ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૪૩૯.૫૦, આધાર હાઉસીંગ રૂ.૯.૧૦ વધીને રૂ.૪૩૯.૭૫ રહ્યા હતા. 

લોન સસ્તી થવાથી માંગ વૃદ્વિની અપેક્ષઆએ ઓટો શેરોમાં તેજી : અશોક લેલેન્ડ, મારૂતી, હીરો વધ્યા

આરબીઆઈના પગલાંથી ઓટોમોબાઈલ લોન પણ સસ્તી થવાની શકયતાએ વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૮૬.૨૦ પોઈન્ટ ઉછળીને ૫૩૦૯૪.૧૫ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૮.૨૫ વધીને રૂ.૨૪૨.૧૫, મારૂતી સુઝુકી રૂ.૩૨૦.૫૦ વધીને રૂ.૧૨,૪૪૩.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૯૦.૬૫ વધીને રૂ.૪૨૬૮.૯૦, ભારત ફોર્જ રૂ.૨૬.૫૫ વધીને રૂ.૧૨૯૬.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૧.૪૫ વધીને રૂ.૩૧૦૫.૦૫, અપોલો ટાયર રૂ.૮.૫૦ વધીને રૂ.૪૭૧, આઈશર મોટર્સ રૂ.૯૫.૭૦ વધીને રૂ.૫૪૦૨.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૩.૩૫ વધીને રૂ.૨૫૦૦ રહ્યા હતા.

કન્ઝયુમર લોન સસ્તી થવાના આકર્ષણે શેરોમાં તેજી : હવેલ્સ, વોલ્ટાસ, કલ્યાણ જવેલર્સ, વ્હર્લપુલ વધ્યા

કન્ઝયુમર લોન પરના વ્યાજ દર પણ ઘટવાની અપેક્ષાએ આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૪.૨૫ વધીને રૂ.૧૫૨૨.૫૫, વોલ્ટાસ રૂ.૨૩.૭૦ વધીને રૂ.૧૨૭૧.૧૫, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૬૫ વધીને રૂ.૫૬૩.૨૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૨૦ વધીને રૂ.૧૨૯૦, ટાઈટન કંપની રૂ.૫૨.૩૫ વધીને રૂ.૩૫૫૬ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૪૮.૯૨ પોઈન્ટ વધીને ૫૮૩૯૯.૬૮ બંધ રહ્યો હતો.

પ્રોપર્ટીની માંગ વધવાની અપેક્ષાએ રિયાલ્ટી શેરોમાં તેજી : ગોદરેજ રૂ.૧૫૬, ડીએલએફ રૂ.૫૫ ઉછળ્યા

હાઉસીંગ લોન સસ્તી થવાની અપેક્ષાએ પ્રોપર્ટીની માંગમાં આગામી દિવસોમાં વૃદ્વિના અંદાજોએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૫૬.૧૦ ઉછળીને રૂ.૨૪૬૭.૯૫, ડીએલએફ રૂ.૫૪.૫૫ વધીને રૂ.૮૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૧૫.૩૫ વધીને રૂ.૧૯૧૬, પ્રેસ્ટિજ રૂ.૮૧.૮૫ વધીને રૂ.૧૭૦૮, શોભા ડેવલપર્સ રૂ.૭૫.૮૦ વધીને રૂ.૧૬૮૦.૫૫, લોઢા ડેવલપર્સ રૂ.૫૩.૮૫ વધીને રૂ.૧૫૧૫.૭૫, ફિનિક્સ રૂ.૩૬.૧૦  વધીને રૂ.૧૫૯૭.૯૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩૬૪.૮૭ પોઈન્ટ વધીને ૮૦૬૯.૨૯ બંધ રહ્યો હતો.

ચાઈના-અમેરિકા ઘર્ષણે મેટલ-માઈનીંગ શેરોમાં સતત તેજી : જેએસડબલ્યુ, નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ વધ્યા

ચાઈના અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મડાગાંઠ યથાવત રહેતાં ભારતની સ્ટીલ, એલ્યુમીનિયમ સહિતની નિકાસોમાં ફાયદો થવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની સતત તેજી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૫.૮૫  વધીને રૂ.૧૦૦૪.૫૦, નાલ્કો રૂ.૬ વધીને રૂ.૧૮૮.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૬૯૫.૩૦, એનએમડીસી રૂ.૧.૬૨ વધીને રૂ.૭૨.૪૭, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૫૦૨.૨૦, ટાટા સ્ટીલ રૂ.૩.૧૦ વધીને રૂ.૧૫૭.૫૦, હિન્દાલ્કો રૂ.૧૨.૫૫ વધીને રૂ.૬૪૯.૮૫, વેદાન્તા રૂ.૮.૨૫ વધીને રૂ.૪૪૮, સેઈલ રૂ.૧.૯૫ વધીને રૂ.૧૩૫.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૦.૧૪ પોઈન્ટ વધીને ૩૧૨૬૮.૨૭ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૨૧ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૨૧  અને ઘટનારની સંખ્યા ૧૮૪૫  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૬૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૧૩ લાખ કરોડ રહ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક ખરીદીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૬૩  લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૧૩ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૧૦૧૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૯૩૪૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે   આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૦૦૯.૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૨૦૮.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૯૮.૭૨  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૯૩૪૨.૪૮  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૨,૫૨૨.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૮૦.૦૩ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan…

રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan...

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre…

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre...

બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ : બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા | Bank Nifty hits …

બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ : બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા | Bank Nifty hits ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

3 months ago
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

3 months ago
VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

2 months ago
ભારતમાંથી ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન | Sudden exodus of Chinese technicians from India

ભારતમાંથી ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન | Sudden exodus of Chinese technicians from India

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News