Jaishankar On Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષના અંદાજિત ત્રણ અઠવાડિયા બાદ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ફરીથી આતંકવાદી હુમલો થયો તો ભારત ફરીથી જડબાતોડ જવાબ આપવામાં બિલકુલ ખચકાશે નહીં. જો આતંકવાદી ઠેકાણાઓ પાકિસ્તાનમાં હાજર છે, તો અમે પાકિસ્તાનમાં જઈને જ હુમલો કરીશું. ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું. આતંકવાદ આ દેશ (પાકિસ્તાન)ની રાષ્ટ્રીય નીતિનો ભાગ છે.