Fire In Delhi Dwarka Building: દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા.
ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે
અહેવાલો અનુસાર, મંગળવારે (10મી જૂન) સવારે 10 વાગ્યે દિલ્હી ફાયર વિભાગને દ્વારકા સેક્ટર 13ની બિલ્ડિંગમાં આગની સૂચના મળી હતી.