મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કસોસ્ટ વધી જતાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૨૨થી ૩૩૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૪૨થી ૩૩૪૩ થઈ ૩૩૩૯થી ૩૩૪૦ ડોલર રહ્યા હતા.