Baroda News: વડોદરાના ડભોઇમાં તાલુકા પંચાયતમાં બે દિવસ પહેલા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પર જીવલેણ હુમલો થયો હતો. સમગ્ર મામલે અંજેશે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ સહિત તેના મળતીયાઓ વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં અશ્વિન વકીલે હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં અશ્વિન વકીલના કહેવાથી તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ હુમલો કર્યો હોવાનો કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લા પંચાયત સીમળીયાના સદસ્ય જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા અંજેશ પટેલના ભાઈ વિરલ પટેલને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં અશ્વિન વકીલ દ્વારા વિરલને ફોનથી ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, ‘અંજેશનો એક હાથ તૂટેલો છે, તારા પગ પણ ભાંગી નાખીશું.’
આ પણ વાંચો: વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે
તમને જણાવી દઈએ કે, અશ્વિન વકીલને પોતાની જિલ્લા પંચાયતમાં ટિકિટ કપાવાની હોવાની જાણ થઈ હતી. જેથી તેણે ચાંદોદમાં પગ પેસારો કર્યો હતો. જોકે, ચાંદોદ વિસ્તારના કોન્ટ્રાક્ટના કામો અંજેશ પટેલ કરતો હોવાથી એક વિરોધી ઊભો થયો હોવાનું લાગ્યું હતું. સમગ્ર મામલે રાજન તડવીને હાથો બનાવીને કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પર જીવલેણ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.