મુંબઈ : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્વ મામલે ગઈકાલે ઈરાને યુદ્વનો અંત લાવવા વાટાઘાટ માટે તૈયારી બતાવતાં સંકેત આપીને સાઉદી અરેબિયા સહિતના દેશોની મધ્યસ્થીમાં ફરી ન્યુક્લિયર ડિલ કરવા સંમત હોવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવો ઘટયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી નાગરિકોને તહેરાન છોડવા તાકીદ કરતાં અને જી-૭ દેશોની મીટિંગથી વહેલા અમેરિકા પરત ફરતાં આજે ફરી વધ્યામથાળે સાવચેતીમાં ફંડો હળવા થયા હતા. ક્રુડ ઓઈલના ભાવ પણ એકથી દોઢ ડોલર વધી આવ્યા સાથે યુરોપના બજારોમાં નરમાઈ અને હજુ અનિશ્ચિતતાએ આગામી દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેવો વ્યુહ અપનાવશે એના પર વિશ્વની નજરે શેર બજારોમાં ફોરેન ફંડો સતત વેચવાલ રહ્યા બાદ આજે ઘટાડે ફરી ખરીદદાર બન્યા હતા, જ્યારે લોકલ ફંડોની ખરીદી જળવાઈ રહી હતી. ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીગ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેેરોમાં વેેચવાલી કરી હતી. સેન્સેક્સ અંતે ૨૧૨.૮૫ પોઈન્ટ ઘટીને ૮૧૫૮૩.૩૦ અને નિફટી ૫૦ સ્પોટ ૯૩.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૮૫૩.૪૦ બંધ રહ્યા હતા.
હેલ્થકર ઈન્ડેક્સ ૮૦૩ પોઈન્ટ તૂટયો : સિગાચી, ડિકાલ, સિન્કોમ, બ્લિસ, વોખાર્ટ, સુવેન, ગ્લેક્સો ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. સિગાચી રૂ.૪.૦૫ તૂટીને રૂ.૫૪.૮૨, ડિકાલ રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૨૬૦.૫૫, સિન્કોમ ફોર્મ્યુલેશન રૂ.૧.૦૫ તૂટીને રૂ.૨૦.૨૬, શિલ્પા મેડી રૂ.૪૮.૩૦ તૂટીને રૂ.૯૩૨.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૬.૧૫ તૂટીને રૂ.૧૪૧.૧૫, વોખાર્ટ રૂ.૭૪.૭૦ ઘટીને રૂ.૧૭૨૮.૮૫, સુવેન રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૨૩૮.૭૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૨૮.૫૦ ઘટીને રૂ.૩૨૩૮, એફડીસી રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૪૭૨.૬૫, લુપીન રૂ..૬૭.૧૦ ઘટીને રૂ.૧૯૪૩.૪૫, બ્લુજેટ રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૯૦૯, એસ્ટરડીએમ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૫૬૮.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૦૩.૫૭ પોઈન્ટ તૂટીને ૪૩૩૭૩.૬૨ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સતત વેચવાલી : હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટીલ, એનએમડીસી, જિન્દાલ સ્ટેનલેસ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે વેચવાલી વધતી જોવાઈ હતી.હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૬.૬૫ ઘટીને રૂ.૪૮૬.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૦ ઘટીને રૂ.૮૯૨, એનએમડીસી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૬૮.૬૧, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૬૮૭.૫૦, સેઈલ રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૨૬.૯૦, નાલ્કો રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૮૫.૨૫, હિન્દાલ્કો રૂ.૮.૪૦ ઘટીને રૂ.૬૪૧.૩૦, વેદાન્તા રૂ.૪.૯૫ ઘટીને રૂ.૪૫૮.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૫૨.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૯૯.૫૦ પોઈન્ટ વધીને ૩૦૬૨૮.૬૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં વેચવાલી : વોલ્ટાસ, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, ટાઈટન, ડિક્સન ટેકનો, બ્લુ સ્ટાર ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૨.૬૬ પોઈન્ટ ઘટીને ૫૭૩૪૫.૫૧ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૨૯૨.૬૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૧૫૨૯.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૫૧૪.૪૦, ટાઈટન રૂ.૩૦.૧૫ ઘટીને રૂ.૩૪૦૮.૩૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૯.૧૫ ઘટીને રૂ.૧૪,૨૪૦.૪૦, બ્લુ સ્ટાર રૂ.૬.૮૦ ઘટીને રૂ.૧૬૬૮.૫૦ રહ્યા હતા.
ચોમાસાની પ્રગતિ છતાં ક્રુડની તેજીએ ઓટો શેરોમાં વેચવાલી : ટીઆઈ, ટાટા મોટર્સ, ભારત ફોર્જ ઘટયા
ચોમાસાની ફરી ૨૦ દિવસ બાદ સારી પ્રગતિ થતાં વાહનોની ખરીદી વધવાની અપેક્ષા સામે ક્રુડ ઓઈલના ભાવ વધતાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાની ધારણાએ ઓટો શેરોમાં નવી ખરીદીમાં સાવચેતી રહી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૯.૪૫ ઘટીને રૂ.૨૯૦૫.૮૦, ટાટા મોટર્સ રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૬૭૫, મધરસન રૂ.૨.૫૦ ઘટીને રૂૃ.૧૫૦.૫૫, અપોલો ટાયર્સ રૂ.૪ ઘટીને રૂૃ.૪૪૩.૮૦, ટીવીએસ મોટર રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૨૭૭૬.૩૦, અશોક લેલેન્ડ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૨૩૪.૨૫, આઈશર મોટર્સ રૂ.૨૪.૦૫ ઘટીને ૫૩૩૨.૪૦, મહિન્દ્રા એનન્ડ મહિન્દ્રા રૂ.૩૦૦૭ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૫.૮૮ પોઈન્ટ ઘટીને ૫૨૦૮૨.૧૪ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં રિકવરી : હેપ્પિએસ્ટ રૂ.૬૬ ઉછળી રૂ.૬૬૮ : આઈકેએસ, તાન્લા પ્લેટ, ટેક મહિન્દ્રા વધ્યા
ખરાબ બજારે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી અટકીને પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. અમેેરિકી શેર બજાર નાસ્દાકમાં રિકવરી સાથે વૈૈશ્વિક આઈટી કંપનીઓના પોઝિટીવ આઉટલૂકે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૬૬ ઉછળીને રૂ.૬૬૭.૬૫, આઈકેએસ રૂ.૧૧૧.૦૫ વધીને રૂ.૧૮૪૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૬૭૬.૪૦, સેજિલિટી રૂ.૧.૧૩ વધીને રૂ.૪૧.૦૯, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૨૧.૯૫ વધીને રૂ.૮૧૮.૯૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૨૨૮.૩૫, ટેક મહિન્દ્રા રૂ.૨૨.૫૦ વધીને રૂ.૧૭૧૬.૬૦, એલ એન્ડ ટી ટેકનો રૂ.૬૩.૭૦ વધીને રૂ.૫૫૧૦.૫૫, સિએન્ટ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૧૩૩૨.૯૦, ઈન્ફોસીસ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૧૬૪૦.૧૫, એક્સપ્લિઓ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૧૨૯૧.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૭ પોઈન્ટ વધીને ૩૮૬૫૪.૩૫ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું સેલિંગ : અદાણી ટોટલ ગેસ, ઓએનજીસી, ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ ફરી ઈરાન-ઈઝરાયેલ મામલે ચિંતાએ વધી આવતાં ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એક ડોલર વધી આવ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૬૪૬.૫૫, ઓએનજીસી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૨૫૨.૩૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૨૦૯.૨૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૦૫ ઘટીને રૂ.૨૯૬.૬૫, બીપીસીએલ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૩૧૨.૭૦, એચપીસીએલ રૂ.૩.૬૦ ઘટીને રૂ.૩૯૧.૮૫, ગેઈલ રૂ.૧.૧૦ ઘટીને રૂ.૧૯૦.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૫૨.૧૧ પોઈન્ટ ઘટીને ૨૭૨૪૦.૯૯ બંધ રહ્યો હતો.
સોના બીએલડબલ્યુ રૂ.૨૦ ઘટી રૂ.૪૮૦ : ટીમકેન, આરવીએનએલ, આઈનોક્સ, એનબીસીસી ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ પ્રોફિટ બુકિંગે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૬.૨૬ પોઈન્ટ ઘટીને ૭૦૧૮૦.૬૯ બંધ રહ્યો હતો. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૨૦.૦૫ ઘટીને રૂ.૪૮૦, આરવીએનએલ રૂ.૮.૮૫ ઘટીને રૂ.૪૦૦.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૬૯.૧૦, ટીમકેન રૂ.૬૨.૯૦ ઘટીને રૂ.૩૪૭૧.૫૦, થર્મેક્સ રૂ.૬૨.૪૦ ઘટીને રૂ.૩૪૭૧.૩૦, એનબીસીસી રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૨૦.૦૫, ટીટાગ્રહ રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૮૮૪.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૫૨૪.૯૦, ભેલ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૨૫૨.૩૫ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ ખરાબ : સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી : ૨૫૪૦ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૦ અને વધનારની સંખ્યા ૧૪૪૭ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૪૮૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૮૨૦૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૪૮૨.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૫૮૧.૧૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૯૮.૩૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝે રૂ.૮૨૦૭.૧૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૯,૪૨૭.૩૨કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૨૦.૧૩ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૭.૯૧ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક વેચવાલીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૭.૯૧ લાખ કરોડ રહી ગયું હતું.