મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથીા ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વૈશ્વિક ભાવમાં ઘટાડાના પગલે ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશના ઝવેરી બજારોમાં આજે વધ્યા મથાળે લેનારા ઓછા તથાવેચનારા વધુ રહ્યા હતા.
અમેરિકામાં વ્યાજના દર ઘટવાના બદેલ જાળવી રાખવામાં આવતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આંચકા પચાવી ઉંચકાયો હતો. તેના પગલે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆગણે અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૨૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૩૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૧૦૭૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૮૮થી ૩૩૮૯ વાળા ઘટી નીચામાં ભાવા ૩૩૪૭ થઈ ૩૩૬૫થી ૩૩૬૬ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૭.૦૪તી ૩૭.૦૫ વાળા ઘટી ૩૬.૨૨ થઈ ૩૬.૨૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં વધી ૧૩૫૦ ડોલર થતાં ૧૦ વર્ષની ટોચે ભાવ પહોંચ્યા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઘટી નીચામાં ૧૨૭૫ થઈ ૧૨૭૮થી ૧૨૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૦૬૪ તથા નીચામાં ભાવ ૧૦૩૦ થઈ ૧૦૪૦થી ૧૦૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આ જે ૦.૮૭ ટકા તૂટયા હતા.
દરમિયાન, મુંબઈ મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વનગર ૯૯૫ના રૂ.૯૯૦૫૬ વાળા રૂ.૯૮૩૭૩ થઈ રૂ.૯૮૮૬૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૪૫૪ વાળા રૂ.૯૮૭૬૮ થઈ ૯૯૨૬૧ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૯૪૧૨ વાળા ઘટી રૂ.૧૦૭૩૮૩ રહ્યા હતા. મુંબઈ સોા-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જો કે તેજી આગળ વધી હતી.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૭૭.૮૨ થઈ ૭૭.૫૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૭૬.૪૮ થઈ ૭૬.૪૧ ડોલર રહ્યા હતા. ઈરાન તથા ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા પર બજારની નજર રહી હતી. બાર્કલેઝના જણાવ્યા મુજબ ભાવ ઉંચામાં ૮૫ ડોલર તથા ૧૦૦ ડોલર થવાની શક્યતા બતાવાતી હતી.